Uncategorized

અમરેલી આરોગ્ય તંત્ર દ્વારા કોરોના અંગે લેવાયેલા પગલાં*

*અમરેલી આરોગ્ય તંત્ર દ્વારા કોરોના અંગે લેવાયેલા પગલાં*

તા. ૧૧ એપ્રિલ, અમરેલી

હાલમાં વિશ્વનાં મોટાભાગના દેશોમાં નોવેલ કોરોના વાયરસ (કોવીડ-૧૯) નાં સંક્રમણથી પ્રભાવીત થયેલ છે. હાલમાં ભારતમાં પણ ઘણાં રાજ્યો આ રોગથી પ્રભાવીત થયેલ છે. અમરેલી જિલ્‍લામા એક પણ કેસ પોઝીટીવ નોંધાયેલ નથી. આ રોગનાં અટકાયતી પગલાંનાં ભાગરૂપે ગુજરાતનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, નવા સચિવાલય, ગાંધીનગર દ્વારા નોવેલ કોરોના વાઇરસ (કોવીડ-૧૯) નાં રોગચાળાને અટકાવવા એપેડેમિક એક્ટ-૧૮૯૭ માં સમાવિષ્ટ કરી તા.૧૩/૦૩/૨૦૨૦ થી નોટીફાઇ કરેલ. આ રોગચાળો જાહેરમાં થુંકવા તથા જાહેરમાં છીંક ખાવાથી ફેલાઇ છે.

અમરેલી જિલ્‍લામા તાલુકા કક્ષાએ સ્‍ક્રીનીંગ ચેકપોસ્‍ટ કાર્યરત છે. આ તમામ ચેકપોસ્‍ટોમા પેસેન્‍જરોના સ્‍ક્રીનીંગ દરમ્‍યાન કુલ-૩૯ વાહનોના કુલ-૧૦૬ પેસેન્‍જરોનુ સ્‍ક્રીનીંગ કરવામા આવ્‍યુ. જેમાથી કુલ-૦૩ વ્‍યકિતઓ રાજયબહારના હતા. આ તમામનું સ્‍ક્રીનીંગ કરતા કોઇ૫ણ વ્‍યકિતને તાવ શરદી ઉધરસ ની ફરીયાદ જોવા મળેલ ન હતી.
જિલ્‍લાની સરકારી તેમજ ખાનગી ફેસીલીટી મા ફલુ કોર્નર કાર્યરત કરવામા આવેલ છે આ કાર્યરત તમામ ફલુ કોર્નરમા સામાન્‍ય શરદી ઉધરસવાળા કુલ-૧૦૮ દર્દીઓને સારવાર આપી સ્‍વૈચ્‍છિક હોમ કોરેન્‍ટાઇન્‍ડ રહેવા સૂચના આપવામા આવી.
આજદિન સુધી જાહેર સ્‍થળોમા કુલ-૪૧૦ નોવેલ કોરોના ની જનજાગૃતિના બેનરો લગાવવામા આવેલ છે અને જિલ્‍લાઓના કુલ-૬૮૪ ગામોમા નોવેલ કોરોના જનજાગૃતિ માઇકપ્રચાર કરવામા આવેલ છે. કુલ-૪૩૦ જગ્‍યાઓમા નોવેલ કોરોના ની જનજાગૃતિની જાહેર નોટીસ બોર્ડ લગાવવામા આવેલ છે તેમજ ઘરે ઘરે ૫ત્રિકાઓનુ વિતરણ કરેલ છે અને કુલ-૧૧ તાલુકાની સ્‍થાનિક ન્‍યુઝ ચેનલોમા પણ કોરોના રોગ અટકાયતી સ્‍ક્રોલીંગ જાહેરાત ચાલુ રાખવામા આવેલ છે.
અમરેલી જિલ્‍લાના તમામ આરોગ્‍ય કર્મચારીઓ તથા શિક્ષકો અને આગણવાડી વર્કર ધ્‍વારા ઘરે ઘરે ફરી ને કુલ-૧૭૧૧૬૨૫ નો હાઉસ ટુ હાઉસ સર્વે કરવામા આવેલ છે. ત્‍યારબાદ તા.ર૭-૩-૨૦૨૦ થી તમામ જગ્‍યાએ રિ-સર્વેની કામગીરી હાથ ધરી કુલ-૯૪૭૧૬૦ વ્‍યકિતઓનો ફરીથી સર્વે કરવામા આવેલ. વધુમા તા.૧૦-૪-ર૦ર૦ થી ફરીથી જિલ્‍લા, રાજય અને વિદેશથી આવેલ વ્‍યકિતઓનો સર્વે હાથ ધરવામા આવેલ જે અન્‍વયે કુલ-૧ર૧૩૪ ઘરોની મુલાકાત લઇ કુલ-૩૭૨૬૧ વ્‍યકિતઓનો ફરીથી સર્વે કરવામા આવેલ છે. જેમા તાવ શરદી ઉધરસ ની ફરીયાદવાળા કુલ-૧પ વ્‍યકિતઓ મળી આવેલ છે. જેને સારવાર આપી સ્‍વૈચ્‍છિક હોમ કોરન્‍ટાઇન રહેવા જણાવેલ છે.

અમરેલી જિલ્‍લામા જિલ્‍લા તથા રાજય બહાર તેમજ વિદેશથી આવેલ કુલ-૧૯૧૫ વ્‍યકિતઓને હોમ કોરન્‍ટાઇન કરવામા આવેલ છે જે પૈકી કુલ-૦૪ વ્‍યકિત જિલ્‍લાની કોરન્‍ટાઇન ફેસીલીટીમા દાખલ છે.

*પીડીયુ રાજકોટ ખાતે અમરેલી જિલ્‍લાના કુલ-ર સેમ્‍પલ તથા ભાવનગર ખાતે કુલ-૧૦ સેમ્‍પલ એમ કુલ મળી ૧ર-સેમ્‍પલ મોકલવામા આવે જેમાથી કુલ-૧૧ સેમ્‍પલના રિપોર્ટ નેગેટીવ આવેલ છે તેમજ ૧-સેમ્‍પલનો રિપોર્ટ આવવાનો બાકી છે. વધુમા સીવીલ હોસ્‍પીટલ અમરેલી ખાતે આજરોજ ૩-સેમ્‍પલ લેવામા આવેલ જેના રિપોર્ટ આવવાના બાકી છે.*

*આજરોજ અમરેલી જિલ્‍લામાથી કુલ-૬૬ તાવ,શરદી, ઉધરસ, શ્‍વાસની બિમારી વાળા દર્દીઓના સેમ્‍પલ લેવામા આવેલ છે. આ સેમ્‍પલ ભાવનગર ખાતે ટેસ્‍ટીગ માટે મોકલવામા આવેલ છે. જેના રિપોર્ટ આવવાના બાકી છે.*

નોટીફીકેશન અન્વયે જાહેરમાં થુંકવા પર પ્રતિબંધ હોય તમામ નગરપાલિકા તેમજ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત દ્વારા જાહેરમાં થૂકનાર સામે દંડ ની કાયૅવાહી કરવામાં આવે છે. જે અન્‍વયે અમરેલી જિલ્‍લા મા અત્‍યાર સુધીમા કુલ-૪૮૮ કેસ કરીને રુ.૧૦૩૬૦૦ નો દંડ વસુલવામાં આવેલ છે.

રકતદાન કરી, જીંદગી બચાવો – સરકારશ્રીનાં ર૧- દિવસના લોકડાઉન ના સમયમાં ઇન્‍ડિયન રેડ ક્રોસ સોસાયટી સહિત ની અમરેલી જિલ્‍લાની બ્‍લડ બેન્‍કોમાં બ્‍લડ ડોનેશન માટે દાતાઓ ન આવતા બ્‍લડ ની ઉણપ ન સર્જાય તે માટે રકતદાન કરવા ઇચ્‍છુક દાતાને અમરેલી જિલ્‍લાના કન્‍ટ્રોલ રૂમ નં.(૦ર૭૯ર) રર૮૨૧૨ અને મોબાઇલ નંબર – ૮૨૩૮૦૦૨૨૪૦ નો સં૫ર્ક કરવા અપીલ કરવામા આવે છે.

જિલ્લા માહિતી કચેરી – અમરેલી
રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ

રિપોર્ટ   : રસિક વેગડા (મોટીકુકાવાવ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *