અમરેલી : કોરોના વાયરસના સંભવિત સંક્રમણના પગલે ૧૦૮ની ટીમ સજ્જ
અમરેલી જિલ્લાની ૧૦૮ની ટીમ દ્વારા કોરોના વાયરસના સંભવિત સંક્રમણના પગલે ખાસ તૈયારી કરવામાં આવી છે. ૧૦૮ની ટીમના ઑપરેશન હેડ સતીશ પટેલ કોરોનાની અસરના કારણે સૌરાષ્ટ્રની મુલાકાત લઇ ૧૦૮ના કર્મચારીઓને કોરોના અંગે તકેદારી રાખવા અને વધુમાં વધુ લોકો ને મદદરૂપ થવા માટે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત સિવિલના અધિકારીઓ દ્વારા ૧૦૮ કર્મીઓને ખાસ કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
જિલ્લાના કો-ઓર્ડીનેટર યોગેશ જાનીએ જણાવ્યું હતું કે રાજ્યકક્ષાએથી આવેલા ૧૦૮ ટીમના અધિકારીશ્રીએ તમામ સ્ટાફને સંભવિત કોરોના સંક્રમણના પગલે શંકાસ્પદ કેસો અંગે કેવી કાળજી લેવી અને શું કરવું શું ન કરવું તે અંગે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લાની દરેક એમ્બ્યુલેન્સમાં આપવામાં આવેલી ખાસ કીટના ઉપયોગ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.
રિપોર્ટ : રસિક વેગડા