અમરેલી જિલ્લાનું મોટી કુકાવાવ ગામ સજ્જડ બંધ રાખવામાં આવેલું હતું કોરોનાના પગલે મોટીકુકાવાવ રવિવાર તારીખ 22 ,3,2020સવારથી જ બંધ. કલેકટર દ્વારા ધી ગુજરાત એપિડેમીક રેગ કાયદો અમલમાં મુકવામાં આવ્યો.
ભારતભરમાં કોરોનાનો કહેર વધતો જાય છે ગુજરાતમાં કોરોના વાયરસ પગ પેસરો કરતો જાય છે. કુલ 13 પોઝિટિવ કેસો નોંધાયા છે. ત્યારે તે વધારે ફેલાવો ના થાય તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા નક્કર પગલાં લેવાયા છે. રવિવાર સવારથી જ સૌરાષ્ટ્રના મુખ્ય શહેરો સાથે સાથે મોટીકુકાવાવ બંધ રાખવામાં આવેલું હતું અમરેલી કલેકટર કાયદાની અમલવારી કરવામાં આવી હતી તે અન્વયે મોટીકુકાવાવ સવારથી જ ચાની કિટલીઓ, પાનના ગલ્લા, નાસ્તાની લારીઓ, રેસ્ટોરન્ટ, હોટેલ, બંધ મોટીકુકાવાવ ની મેઇન બજાર ના વેપારી ભાઇઓએ દ્વારા બંધ રાખવામાં આવ્યું હતું શાકમાર્કેટ પણ બંધ રાખવામાં આવી હતી
શહેરના તમામ નાના/મોટા મુખ્ય માર્ગો તેમજ સોસાયટી વિસ્તારના માર્ગો સુમસામ થઈ ગયા હતા. નગરજનોએ પણ ઘરે રહીને તંત્રની અપીલ ને સ્વીકારીને સહકાર આપ્યો હતો. મોટીકુકાવાવ બંધ રાખવામાં આવ્યું હતું
રીપોર્ટર રસિક વેગડા મોટીકુકાવાવ