Uncategorized

અમરેલી જિલ્લામાં અન્ય જિલ્લા/રાજ્યમાં મુસાફરી કરવી પ્રતિબંધિત

અમરેલી જિલ્લામાં અન્ય જિલ્લા/રાજ્યમાં મુસાફરી કરવી પ્રતિબંધિત

સવારના ૭ થી સાંજના ૪ કલાક સુધી આવશ્યક સેવાઓ સિવાયની પ્રવૃત્તિઓ કરી શકાશે : માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સીંગ ફરજીયાત

બસમાં ૫૦% મુસાફરોની ક્ષમતા સાથે એસ.ટી. સેવા શરૂ

૧૦ વર્ષથી નીચેના બાળકો, ૬૫ વર્ષથી ઉપરના વડીલો, સગર્ભા સ્ત્રીઓ તથા અન્ય શારીરિક અસ્વસ્થતા ધરાવતા લોકો માટે લોકડાઉન યથાવત

સામાજિક, ધાર્મિક મેળાવડાઓ ઉપર પ્રતિબંધ યથાવત

દુકાનદારોએ આરોગ્ય સેતુ એપ ધરાવતા ગ્રાહકોને જ વસ્તુ પુરી પાડવાની રહેશે

અમરેલી, તા. ૪ મે

સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસનો આંકડો દિન પ્રતિદિન વધી રહ્યો છે. કોરોનાની મહામારીને નાથવા આરોગ્ય તંત્ર, વહિવટી તંત્ર, તેમજ સરકાર મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી રહ્યા છે. જેનાં પગલે લોકડાઉનમાં પણ વધારો કરવામાં આવ્યો છે. કોરોનાની વ્યાપકતાને ધ્યાનમાં રાખી સમગ્ર રાજ્યને ૩ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે. જેમાં રેડ, ઓરેન્જ તેમજ ગ્રીન ઝોન જાહેર કરવામાં આવ્યાં છે.

કંઈ-કંઈ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ

અમરેલી જિલ્લામાં આજદિન સુધીમાં કોરોનાનો એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. તેથી તેને ગ્રીન ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં હવાઈયાત્રા, રેલવે મુસાફરી, અન્ય જિલ્લા/રાજ્યમાં મુસાફરી, જિલ્લા બહારના વિસ્તારમાં પરિવહન સેવા, શાળા/કોલેજ, શૈક્ષણિક/તાલીમ સંસ્થાઓ, કલાસીસ, આતિથ્ય સેવાઓ (સિવાય કે જેમાં આરોગ્ય,પોલીસ,સરકારી અધિકારી,હેલ્થ વર્કર,ફસાયેલા લોકો કોરેન્ટાઇન કરવામાં ઉપયોગમાં લેવાતી સંસ્થાઓ), તમામ સિનેમા હોલ, શોપિંગ મોલ, મનોરંજન સ્થળો, જીમનેશિયમ, સ્નાનાગાર, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, નાટ્યગૃહો તથા જાહેર જનતા એકઠી થઈ શકે તેવી તમામ જગ્યાઓ બંધ રહેશે.

આ ઝોનમાં રાજકીય, સામાજિક, રમત-ગમત, સાંસ્કૃતિક, શૈક્ષણિક, મનોરંજક, ધાર્મિક કાર્યક્રમો તેમજ તેવા પ્રકારના મેળાવડા, તમામ ધાર્મિક સ્થળો, પૂજા, બંદગીના સ્થળો જાહેર જનતા માટે બંધ રહેશે. ધાર્મિક મેળાવડા પર સખત પ્રતિબંધ રહેશે. પાન, ગુટખા, તમાકુનું વેચાણ કરતી દુકાનો, હોટેલ, રેસ્ટોરન્ટ, ખાણીપીણીની લારીઓ પર પ્રતિબંધ રહેશે. રેસ્ટોરન્ટ હોમ ડિલિવરી કરી શકશે.

કંઈ – કંઈ પ્રવૃત્તિઓ શરૂ

ગ્રીન ઝોનમાં ઉપરની પ્રતિબંધિત પ્રવૃત્તિઓ સિવાયની તમામ પ્રવૃત્તિઓ સવારના ૭ થી સાંજના ૪ વાગ્યા સુધી કરી શકાશે. જીલ્લાની અંદર સરકારી પરિવહન માટે બસમાં ૫૦% મુસાફરોની ક્ષમતા સાથે એસ.ટી. સેવા શરૂ કરી શકાશે. બસ ડેપોમાં પણ ૫૦% સ્ટાફ સાથે કામગીરી શરૂ કરી શકાશે. અમરેલી બાબરા સાવરકુંડલા તેમજ રાજુલા રાજુલા નગરપાલિકા માટે મુખ્ય બજારો/ગીચ વિસ્તારમાં આવેલી દુકાનોમાં પર્યાપ્ત સોશિયલ ડિસ્ટનસિંગ જળવાય છે કે કેમ? તે બાબત સુનિશ્ચિત કરવાની થતી હોય જેથી સંબંધિત ઇનસીડન્ટ કમાન્ડન્ટ-વ- સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા કેટલી દુકાનો શરૂ કરવા પાત્ર જણાય છે તેની તપાસ કરી અલાયદી માર્ગદર્શિકા/હુકમો જાહેર કરવામાં આવશે.

ગ્રીન ઝોનમાં શરૂ થનારી દરેક પ્રવૃત્તિઓ તેમજ દુકાનદારોએ સમયાંતરે બહાર પાડવામાં આવતા હુકમો અને નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. દુકાન પર આવતા વ્યક્તિઓએ ઓછામાં ઓછું છ ફુટનું અંતર રાખવું ફરજીયાત છે. તેમજ અરજદારો માટે લઘુત્તમ અંતર જળવાય તે માટે ના નિશાન નિશાન ના નિશાન કરવાના રહેશે. દુકાન પર આવતા દરેક વ્યક્તિએ ફેસ માસ્કનો ઉપયોગ કરવો ફરજીયાત છે. દુકાન પર સેનેટાઇઝર ની વ્યવસ્થા તેમજ હાથ ધોવા સાબુ-પાણી ની વ્યવસ્થા કરવાની રહેશે, દુકાનની આસપાસ સ્વચ્છતા જાળવવી. દરેક વ્યક્તિ ઓછામાં ઓછી ૨૦ સેકન્ડ સુધી સાબુથી હાથ ધુએ તેની તકેદારી રાખવી. દુકાન નું સ્થળ ભવિષ્યમાં હોટસ્પોટ કે કન્ટેઇમેન્ટ ઝોન જાહેર કરવામાં આવે તો તાત્કાલિક બંધ કરવાની રહેશે. ડિસ્પોઝેબલ માસ્ક પહેરીને પ્રવેશતા વ્યક્તિઓ જ્યાં-ત્યાં માસ્ક ન ફેંકે તેની તકેદારી રાખવી તેમજ તેના નિકાલ માટે વ્યવસ્થા કરવી.

એવા તમામ વિસ્તારો કે જ્યાં ગ્રાહકોનો સ્પર્શ વધારે થતો હોય તેને દરરોજ ડીસઇન્ફેક્શન કરવાનું રહેશે. કામગીરીનો સમય સવારના ૭ કલાકથી સાંજના ૪ કલાક સુધીનો રહેશે. તે અતિ આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની બાબતો માટે નક્કી થયેલ છે. દરેક દુકાનદારોએ આ હુકમની નકલ દુકાન પર દરેક વ્યક્તિ વાંચી શકે તે રીતે ફરજિયાત પણે ચોંટાડવાની રહેશે તેમજ દુકાન પર ગ્રાહકોને અમલવારી કરવા માટે સમજૂત કરવાના રહેશે. દુકાનદારે કોવિડ-૧૯ની સરકાર દ્વારા અપાતી સૂચનાઓનું ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.

ભવિષ્યમાં હોટ સ્પોટ તરીકે જાહેર થતા વિસ્તારમાંથી કામદારોને કામ માટે બોલાવી શકાશે નહીં. તેમજ વિસ્તાર બહાર ના કર્મચારીઓને પણ કામે બોલાવી શકાશે નહીં. તેમ છતાં આકસ્મિક ચકાસણી દરમિયાન આવી કોઈ બાબત સામે આવશે તો દુકાનદાર સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. દરેક દુકાનદાર એ તથા દુકાનમાં કામ કરતા કર્મચારીઓ એ આરોગ્ય સેતુના એપ ડાઉનલોડ કરી ઉપયોગ કરવાનો રહેશે. તેમજ દુકાન માં આવતા ગ્રાહકો પણ આ એપ ડાઉનલોડ કરે તે સુનિશ્ચિત કરવાનું રહેશે. ફરસાણ મીઠાઇ તથા રાંધેલા ખોરાક નું વેચાણ કરતી દુકાનોએ વાસી માલનો નિકાલ કરી એકમને ડિઝાઇન્ફેક્શન કરવાનું રહેશે. આ કામગીરી પૂર્ણ થયા બાદ એકમ શરૂ થયેલ છે તે બાબતની જાણ એકમના માલિકે શહેરી વિસ્તારમાં નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી, ફૂડ સેફટી ઓફિસર શ્રી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સંબંધિત ગ્રામ પંચાયતમાં કે ખોરાક અને ઔષધ નિયંત્રણના ફૂડ સેફટી ઓફિસર શ્રી ને કરવાની રહેશે. સક્ષમ ઓથોરિટી દ્વારા ચકાસણી થયા બાદ જ એકમ શરૂ કરવાનું રહેશે.

તમામ દુકાનો ૫૦% કારીગરોની ક્ષમતા સાથે ફરજિયાત માસ્ક તેમજ સામાજિક અંતર સાથે શરૂ રાખવાની સૂચના આપવામાં આવી છે. ઉપરાંત આવશ્યક ચીજવસ્તુઓની હોમ ડિલિવરી માટે કોઈ મુશ્કેલી ના સર્જાય તે માટે દુકાન દીઠ ૧ અને મહત્તમ ૨ કારીગરો સાથે દુકાન ખુલ્લી રાખી શકાશે. ૧૦ વર્ષથી નીચેના બાળકો, ૬૫ વર્ષથી ઉપરના વડીલો, સગર્ભા સ્ત્રીઓ, અન્ય શારીરિક અસ્વસ્થતા ધરાવતા લોકો માટે લોકડાઉન યથાવત રહેશે. જેથી અતિ આવશ્યક કાર્યવાહી સિવાય આવા લોકોએ ઘરની બહાર નીકળવું નહીં. રાજ્ય પરીવહનની સેવાઓના સમયે બાબતે રાજ્ય પરિવહન ઓથોરિટી દ્વારા સમય મર્યાદા નક્કી કરવામાં આવશે.

આ હુકમ ખાસ સરકારી ફરજ પર હાજર રહેતા સરકારી કર્મચારીઓ/અધિકારીઓ કરાર આધારિત કર્મચારીઓ અને બંધનકર્તા રહેશે નહીં. તેમજ ખાસ હુકમથી જેમને મુક્તિ આપવામાં આવી છે તેવા વાહનો અને વ્યક્તિઓ ને લાગુ પડશે નહીં. ફરજ પરના તમામ અધિકારી તેમજ કર્મચારીઓ ને ઓળખકાર્ડ સાથે રાખવું. આ હુકમનો ભંગ કરવા બદલ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
————-
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ

રિપોર્ટ   : રસિક વેગડા (મોટીકુકાવાવ)

જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *