અમરેલી જિલ્લામાં ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત તા. ૨૫ થી અનાજ વિતરણની કામગીરી થશે શરૂ
રેશનકાર્ડ ધારકોને વ્યક્તિદીઠ ૩.૫ કિલો ઘઉં અને ૧.૫ કિલો ચોખા વિનામૂલ્યે મળશે
અમરેલી, તા. ૨૩ એપ્રિલ
વિશ્વભરમાં કોરોના વાઇરસનો કહેર વર્તાય રહ્યો છે. તેવા સમયે કોરોના વાયરસની વ્યાપક અસરના કારણોસર પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત અમરેલી જિલ્લાના એન.એફ.એસ.એ. રેશનકાર્ડધારકો તથા નોન એન.એફ.એસ.એ (બી.પી.એલ.) રેશનકાર્ડ ધારકોને એપ્રિલ માસ દરમિયાન વ્યક્તિદીઠ ૩.૫ કિલોગ્રામ ઘઉં તેમજ ૧.૫ કિલોગ્રામ ચોખા વિનામૂલ્યે આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના રેશનકાર્ડનો છેલ્લો અંક ૧ અને ૨ હોય તેઓને તા. ૨૫ એપ્રિલના, ૩ અને ૪ હોય તેમને તા. ૨૬ એપ્રિલના, ૫ અને ૬ હોય તેમને તા. ૨૭ એપ્રિલના, ૭ અને ૮ હોય તેમને તા. ૨૮ એપ્રિલના, ૯ અને ૧૦ હોય તેમને તા. ૨૯ એપ્રિલના તેમજ બાકી રહેતા તમામ રેશનકાર્ડધારકોને તા. ૩૦ એપ્રિલના સવારે ૮-૦૦ કલાકથી અનાજ વિતરણ કરવામાં આવશે.
રેશનકાર્ડના સભ્યો પૈકી કોઈ એક સભ્ય પોતાના આધારકાર્ડ તેમ જ અસલ રાશનકાર્ડ સાથે રાખી સંબંધિત દુકાનેથી અનાજનો જથ્થો મેળવી શકશે. જે વ્યાજબી ભાવની દુકાન ચાર્જમાં ચાલતી હોય તેવી દુકાનો અંગેની જરૂરી માહિતી મામલતદાર કચેરીએથી મેળવી શકાશે. સરકાર દ્વારા તમામ નાગરિકોને અનાજ લેવા જતી વખતે સોશિયલ ડિસ્ટન્સના નિયમ મુજબ ફરજીયાત એક મીટરનું અંતર રાખવા અનુરોધ કરવામાં આવે છે.
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)
જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756