અમરેલી જીલ્લામાં કોરોનાથી નાગરિકોને રક્ષિત કરવા ૬૮૬૬ તાલીમબદ્ધ કર્મચારીઓ
જિલ્લાની કુલ ૫ ચેકપોસ્ટ ખાતે ૭૯૮ વાહનોના ૩૦૯૭ પેસેન્જરોનું સ્ક્રીનીંગ
જિલ્લામાં હોમ કોરેન્ટાઈન્ડ કુલ ૧૧૫ વ્યક્તિઓને ગાઈડલાઈન અનુસાર સ્ટેમ્પ લગાવાયા
હાઉસ ટુ હાઉસ સર્વે અંતર્ગત ૯૧૬૮૫ ઘરના કુલ ૪ લાખથી વધુ વ્યક્તિઓનો સર્વે કરવામાં આવ્યો
જિલ્લાની ૩૧૪ કચેરીઓમાં સેનિટેશનની કામગીરી પૂર્ણ
જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ અન્વયે કુલ ૬૯૭૦૦ રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો
અમરેલી, તા. ૨૩ માર્ચ – આજે સમગ્ર વિશ્વ કોરોના વાયરસના સંકજામાં છે અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને તેને મહામારી તરીકે જાહેર કરી છે. ત્યારે અમરેલી જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા અને અંકુશમાં રાખવા જિલ્લા વહિવટીતંત્ર સહિત જિલ્લાના આરોગ્ય તંત્ર ખેડપગે સેવા આપી રહ્યું છે.
વિશ્વના સૌથી વધુ દેશો સાથે ભારતના ઘણા રાજ્યો પણ કોનાથી પ્રભાવિત થયા છે ત્યારે હજુ અમરેલી જિલ્લામાં એક પણ કોરોના નો પોઝિટિવ કેસ નોંધાયો નથી કોરોના વાયરસના સંક્રમણની અટકાવવા આ રોગને એપેડેમીક એક્ટ-૧૯૮૭ માં સમાવિષ્ટ કરી તારીખ ૧૩ માર્ચથી નોટિફાઇડ કરેલ છે. કોરોના વાયરસ જાહેરમા થુંકવું વાથી તથા જાહેરમાં ખાવાથી ફેલાઈ શકે છે તેથી જાહેરમાં થૂંક વાપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જે અન્વયે તમામ નગરપાલિકા ગ્રામ પંચાયત તાલુકા પંચાયત દ્વારા જાહેરમાં થૂંકનાર સામે દંડની કાર્યવાહી કરવામાં આવે છે અમરેલી જિલ્લામાં તારીખ ૨૨ માર્ચના કુલ ૪૩ કેસ મળીને રૂ. ૬૯,૭૦૦ નો દંડ વસુલ કરવામાં આવ્યો છે.
ઉપરાંત નોવેલ કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે અમરેલી જિલ્લામાં આરોગ્ય તંત્ર ખડેપગે સેવા આપી રહ્યું છે જિલ્લામાં ચાવંડ અને કોટડાપીઠા ખાતે પેસેન્જરોની સ્ક્રિનિંગ ચેકપોસ્ટ કાર્યરત છે. તેમજ દામનગર ચોકડી, ડુંગર અને વિક્ટર ચોકડી ખાતે પણ કુલ ત્રણ નવી પેસેન્જરોની સ્ક્રિનિંગ ચેકપોસ્ટ શરૂ કરવામાં આવી છે. આ તમામ ચેકપોસ્ટમાં ૭૯૮ વાહનના કુલ ૩૦૯૭ પેસેન્જરોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું. જેમાંથી ગુજરાત બહારના ૧૬ પેસેન્જરો પૈકી ત્રણને શરદી ઉધરસની સામાન્ય તકલીફ જોવા મળી હતી. જેથી આ દર્દીઓની મેડિકલ ઓફિસર દ્વારા ચકાસણી કરી સ્વૈચ્છિક કોરેન્ટાઈન્ડ રહેવા સૂચના આપવામાં આવી છે.
આ સિવાય જિલ્લાની ૬૧ સરકારી ફેસેલીટીમાં ફલૂ-કોર્નર કાર્યરત કરવામાં આવ્યા છે જેમાં સામાન્ય શરદી ઉધરસ વાળા ૨૩૨ દર્દીઓને સારવાર આપી સ્વૈચ્છિક કોરેન્ટઇન્ડ રહેવા સૂચના આપવામાં આવી છે. હાલમાં આરોગ્ય વિભાગ, સરકારી કચેરીઓ, બેંક, ધાર્મિક જૂથો, સ્વૈચ્છિક સંસ્થાઓ, કંપનીઓના કુલ ૬૮૬૬ અધિકારીઓ તેમજ કર્મચારીઓને તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે.
લોકોમાં કોરોના વિશે જાગૃતિ ફેલાય તે હેતુસર જાહેર સ્થળોમાં કોરોનાની જાગૃતિના કુલ ૪૧૦ બેનરો લગાવવવામાં આવ્યા છે અને ૨૯૬ ગામોમાં જનજાગૃતિ માઈક પ્રચાર કરવામાં આવ્યો છે. ૧૯૦ જગ્યાઓમાં કોરોનેની જનજાગૃતિના જાહેર નોટીસ બોર્ડ લગાવવામાં આવ્યા છે. તેમજ કુલ ૨૫૩૬૩ પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું છે. ઉપરાંત સ્થાનિક ન્યૂઝ ચેનલમાં પણ કોરોના રોગ અટકાયતી સ્ક્રોલિંગ જાહેરાત શરૂ રાખવામાં આવી છે.
આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા સતત કાર્યરત કર્મચારીઓના આરોગ્યની જાળવણી માટે જિલ્લાની ૩૧૪ કચેરીઓમાં સેનીટેશનની કામગીરી પણ કરવામાં આવી છે.
અમરેલી જિલ્લામાં હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી અન્વયે ૯૧૬૮૫ ઘરના કુલ ૪૨૯૪૭૧ વ્યક્તિઓનો સર્વે કરવામાં આવ્યો છે. જેમાંથી ૧૧૪૬ વ્યક્તિઓને તાવ-શરદી તથા ૨૦ વ્યક્તિઓને તાવ સાથે શ્વાસની તકલીફ જોવા મળી છે. જેને પ્રાથમિક સારવાર આપી સ્વેચ્છિક કોરેન્ટાઈન્ડ રહેવા સૂચના આપવામાં આવી છે. ઉપરાંત જિલ્લામાં હોમ કોરેન્ટાઈન્ડ કુલ ૧૧૫ વ્યક્તિઓને ગાઈડલાઈન અનુસાર સ્ટેમ્પ પણ લગાવવામાં આવ્યા છે.
માહિતી : સુમિત ગોહિલ
અમરેલી
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)