Uncategorized

અમરેલી વહીવટી તંત્ર દ્વારા નવતર પ્રયોગ* *હોમ કોરેન્ટાઇન વ્યક્તિઓને વીડિયો કોલ મારફતે ખબર-અંતર પૂછી માહિતી મેળવાય છે*

*અમરેલી વહીવટી તંત્ર દ્વારા નવતર પ્રયોગ*

*હોમ કોરેન્ટાઇન વ્યક્તિઓને વીડિયો કોલ મારફતે ખબર-અંતર પૂછી માહિતી મેળવાય છે*

*વીડિયો કોલ દરમિયાન કોઈ ઘરની બહાર જણાય તો સ્ક્રીનશોટ લઈ સંબંધિત ખાતાને કાર્યવાહી અર્થે મોકલાય છે*

*આલેખન: સુમિત ગોહીલ/ રાધિકા વ્યાસ*

અમરેલી જિલ્લામાં કોરોનાનો એક પોઝિટિવ કેસ નોંધાયો છે. લોકડાઉનમાં આંશિક છૂટછાટ અપાતાં હાલ સુરત, અમદાવાદ જેવાં મહાનગરોમાં વસતાં જિલ્લાવાસીઓ પોતાના વતન તરફ પ્રયાણ કરી રહ્યા છે. આ સમયે બહારના જિલ્લામાંથી અમરેલી જિલ્લામાં પ્રવેશતાં દરેક મુસાફરનું ચેકપોસ્ટ પર જ મેડિકલ સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ દરેક વ્યક્તિને હોમ કોરેન્ટાઇન કરવામાં આવે છે. આવા સમયે હોમ કોરેન્ટાઇનમાં રહેલી વ્યક્તિ ૧૪ દિવસ ઘરમાં જ રહે એ અત્યંત જરૂરી છે. જેનો કડક અમલ કરાવવા વહીવટી તંત્ર દ્વારા સતત ખડેપગે છે. આવા સમયે કુંકાવાવના તાલુકા વિકાસ અધિકારી શ્રી મિલન રાવ અને એમની ટીમ દ્વારા હોમ કોરેન્ટાઇન વ્યક્તિઓને વ્હોટ્સઅપના માધ્યમથી વીડિયો કોલ કરી માહિતી મેળવવાનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.

આ અંગે વધુ વાત કરતા ટીડીઓ શ્રી મિલન રાવએ જણાવ્યું હતું કે, કન્ટ્રોલ રૂમથી હોમ કોરેન્ટાઇન કરેલા વ્યક્તિઓ ઘરે છે કે કેમ તેની ચકાસણી રેન્ડમ વિડિયો કોલ મારફતે કરવામાં આવે છે. તેમજ તેઓના ઘરની બહાર હોમકોરેન્ટાઇનનું બોર્ડ લગાવાયું છે કે તેની પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત તેમને હાથ પર લગાવવામાં આવેલા સિક્કાની ખરાઈ પણ કરવામાં આવી હતી. આ વીડિયો કોલ મારફતે તેઓ રોજિંદા જીવન જરૂરિયાતની ચીજવસ્તુ કઈ રીતે મેળવે છે તે બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. જે લોકોએ ફોન ઉપાડયા નથી તેમના ઘરે કોરોના યોદ્ધા સમિતિને મોકલી હાજરી અંગે ખરાઈ પણ કરવામાં આવી હતી. જો વીડિયો કોલ દરમિયાન હોમ કોરેન્ટાઇન કરેલા વ્યક્તિઓ ઘરની બહાર છે એવું જણાય તો સ્ક્રીનશોટ લઈને સંબંધિત વિભાગને કાયદેસરની કાર્યવાહી કરવા મોકલી આપવામાં આવે છે.

બહારના જિલ્લામાંથી આવતાં લોકો પોતે સંક્રમિત હશે અને પોતાના ઘરમાં જ રહેશે તો સંક્રમણ ફેલાતું અટકાશે. આ જ કારણોસર વહીવટી તંત્ર દ્વારા ૧૪ દિવસ સુધી આ લોકોએ પોતાના ઘરમાં જ રહી હોમકોરેન્ટાઇનનું સંપૂર્ણ પાલન કરવાની સૂચના આપવામાં આવે છે. પરંતુ જો હોમકોરેન્ટાઇન વ્યક્તિઓ દ્વારા નિયમોનું ઉલ્લંઘન થતું હોય તો શિક્ષાત્મક પગલાં પણ લેવામાં આવશે.

અમરેલી જીલ્લામાં કોરોનાની વૃદ્ધિ અટકાવવા હોમકોરેન્ટાઇન કરેલા વ્યક્તિઓ દ્વારા નિયમોનું ચુસ્તપણે પાલન થાય એ અતિઆવશ્યક છે. આ જ કારણોસર અમરેલી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આ નાવીન્યસભર નિર્ણય લેવામાં આવ્યો છે. આજના સમયમાં દરેક વ્યક્તિ પાસે સ્માર્ટફોન હોવાનો જ અને તેથી જ ફોનની મદદથી હોમકોરેન્ટાઇન વ્યક્તિઓ પર નજર રાખવા વહીવટીતંત્રએ સ્માર્ટફોનના હથિયારને પોતાનું ત્રીજું નેત્ર બનાવ્યું છે. આ નેત્ર તમામ લોકો પર ચાંપતી નજર રાખશે. તેથી ઘરમાં જ રહો અને પોતાની અને પોતાના પરિવારના સ્વાસ્થ્યની સંભાળ રાખો.

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ

રિપોર્ટ   : રસિક વેગડા (મોટીકુકાવાવ)

IMG-20200515-WA0030-1.jpg IMG-20200515-WA0029-2.jpg IMG-20200515-WA0032-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *