અમરેલી : વોટ્સએપ ઉપર કોરોના હેલ્પડેસ્ક કાર્યરત ૯૦૧૩૧ ૫૧૫૧૫ નંબર પરથી પ્રશ્નો પૂછી શકાશે
કોરોના વાયરસ રાષ્ટ્રીય હેલ્પલાઇન નંબર +૯૧ ૧૧ ૨૩૯૭૮૦૪૬ અને ટોલ ફ્રી ૧૦૭૫ નંબર ચાલુ
ભારત સરકાર દ્વારા લોકોના કોરોના વાયરસ અંગેના કોઈપણ પ્રશ્નોનો ઉકેલ અને યોગ્ય માર્દગર્શન માટે લોકપ્રિય મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપ પર ચેટબોટ શરૂ કર્યું છે. વોટ્સએપ ચેટબોટને માય ગોવ કોરોના હેલ્પડેસ્ક કહેવામાં આવે છે અને તે બધા વોટ્સએપ વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે. આ ચેટબોટનો ઉપયોગ કરવા લોકોએ પોતાના ફોનના કોન્ટેક્ટ્સમાં ૯૦૧૩૧ ૫૧૫૧૫ નંબર સેવ કરી વોટ્સએપ પર એક સંદેશ મોકલવાનો રહેશે.
સંદેશોના પ્રતિસાદમાં સ્વચાલિત, સ્પષ્ટ અને ઝડપી પ્રત્યુત્તર મળશે. આ ચેટબોટ થકી ફેલાતી બીમારી વિશે લોકોમાં જાગૃતતા લાવવાનો આ એક ઉમદા પ્રયાસ છે. આ વોટ્સએપ ચેટબોટ ઉપરાંત સરકારે કોરોના વાયરસ રાષ્ટ્રીય હેલ્પલાઇન નંબર +૯૧ ૧૧ ૨૩૯૭૮૦૪૬ અને ટોલ ફ્રી ૧૦૭૫ નંબર ચાલુ કર્યું છે તેમજ ઇમેઇલ આઈડી ncov2019@gov.in પણ જાહેર કર્યું છે જ્યાં નાગરિકો કોરોના વાયરસ માહિતગાર થઇ શકશે.
રિપોર્ટ : રસિક વેગડા