Uncategorized

અમરેલી શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે પોતાની ફ્રુટની લારીઓ ઉભી રાખી ગ્રાહકો ભેગા કરી વારંવાર સુચના આપવા છતાં નિયમોનું પાલન ન કરતા ૧૦ લારી ધારકોને તથા સોશ્યલ ડીસ્ટન્સ ન જાળવનાર એક દળવાની ઘંટી વાળા ઇસમને તથા રહેણાંક મકાને ચોરી છુપીથી સોપારી તમાકુનું વેચાણ કરતા

*પ્રેસ નોટ તા.૦૮/૦૫/૨૦૨૦*
*અમરેલી શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે પોતાની ફ્રુટની લારીઓ ઉભી રાખી ગ્રાહકો ભેગા કરી વારંવાર સુચના આપવા છતાં નિયમોનું પાલન ન કરતા ૧૦ લારી ધારકોને તથા સોશ્યલ ડીસ્ટન્સ ન જાળવનાર એક દળવાની ઘંટી વાળા ઇસમને તથા રહેણાંક મકાને ચોરી છુપીથી સોપારી તમાકુનું વેચાણ કરતા એક ઇસમને રૂ.૩૬૬૦/-ના મુદ્દામાલ સાથે પકડી તેના વિરૂદ્ધમાં ધોરણસરની કાર્યવાહી કરતી અમરેલી સીટી પોલીસ*
* મ્હે.કલેક્ટર સાહેબ અમરેલીનાઓ દ્વારા કોરોના વાયરસ COVID-19 નાં ફેલાવાની પરીસ્થિતીને ધ્યાને લઇ અલગ અલગ જાહેરનામાઓ પ્રસિધ્ધ કરવામાં આવેલ હોય જે જાહેરનામાનો કડક અમલ થાય તે માટે મ્હે.પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ.એસ.રાણા સાહેબનાઓએ સદરહું જાહેરનામાનો કડકપણે અમલ કરાવવા સુચના કરેલ હોય જે અનુસંધાને અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ. વી.આર.ખેર સા.ની રાહબરી નીચે અમરેલી સીટી પોલીસના હેડ કોન્સ. બી.એમ.વાળા તથા લોકરક્ષક હિરેનસિંહ ખેર તથા પો.કોન્સ. પૃથ્વીરાજસિંહ પરમાર નાઓ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અમરેલી ટાઉનમાં ટ્રાફીકને અડચણ રૂપ થાય તે રીતે લારીઓ રાખેલ હોય તેવા ૧૦ ઇસમો તથા પોતાની અનાજ દળવાની ઘંટીએ સોશ્યલ ડીસ્ટન્સ ન જાળવી લોકોને ભેગા કરતા એક ઇસમને તથા પોતાના રહેણાંક મકાને ચોરી છુપીથી સોપારી તથા તમાકુના વેચાણ કરતા એક ઇસમને પકડી તેઓના વિરૂદ્ધમાં અમરેલી સીટી પો.સ્ટે.માં અલગ અલગ ૧૨ ગુન્હાઓ દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે.
*પકડાયેલ ઇસમો:-*
(૧) દિનેશભાઇ પોપટભાઇ બાબરીયા (૨) કિશોરભાઇ વાલજીભાઇ પીપળીયા (૩) ઇમરાનભાઇ નુરમહમદભાઇ ધાણીવાળા (૪) ફેઝલભાઇ દિલાભાઇ ચોટલીયા (૫) મુસ્તાકભાઇ અલીભાઇ અંસારી (૬) અકરમભાઇ સતારભાઇ સોલંકી (૭) રફીકભાઇ નાનભાઇ કુરેશી (૮) ઇરફાનભાઇ રહિમભાઇ ચોટલીયા (૯) ફેસલ અલ્તાફભાઇ ખેરાણી (૧૦) અંજુમ રહીમભાઇ ચોટલીયા (૧૧) અશરફભાઇ સતારભાઇ મોભ (૧૨) ઇસાભાઇ જમાલભાઇ બોડાતર રહે.તમામ અમરેલી

IMG-20200508-WA0018-1.jpg IMG-20200508-WA0020-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *