Uncategorized

અમરેલી શહેરમાં સોપારી તથા તમાકુનું ચોરી છુપીથી વેચાણ કરી કુલ રૂ.૪૧૪૦/-ના સોપારી, તમાકુ, તથા પાન મસાલાના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી તેના વિરૂદ્ધમાં ધોરણસરની કાર્યવાહી કરતી અમરેલી સીટી પોલીસ*

*પ્રેસ નોટ તા.૦૧/૦૫/૨૦૨૦*
* અમરેલી શહેરમાં સોપારી તથા તમાકુનું ચોરી છુપીથી વેચાણ કરી કુલ રૂ.૪૧૪૦/-ના સોપારી, તમાકુ, તથા પાન મસાલાના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી તેના વિરૂદ્ધમાં ધોરણસરની કાર્યવાહી કરતી અમરેલી સીટી પોલીસ*
* મ્હે.કલેક્ટર સાહેબ અમરેલીનાઓ દ્વારા કોરોના વાયરસ COVID-19 નાં ફેલાવાની પરીસ્થિતીને ધ્યાને લઇ અલગ અલગ જાહેરનામાઓ પ્રસિધ્ધ કરવામાં આવેલ હોય જે જાહેરનામાનો કડક અમલ થાય તે માટે મ્હે.પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ.એસ.રાણા સાહેબનાઓએ સદરહું જાહેરનામાનો કડકપણે અમલ કરાવવા સુચના કરેલ હોય જે અનુસંધાને અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ. વી.આર.ખેર સા.ની રાહબરી નીચે અમરેલી સીટી પોલીસના હેડ કોન્સ. બી.એમ.વાળા તથા લોકરક્ષક હિરેનસિંહ ખેર તથા આરીફખા ભોજવાણી નાઓ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અમરેલી શહેરમાં લાઠીરોડ વૃંદાવન પાર્ક-૧માં એક ઇસમ ચોરી છુપીથી સોપારી, તમાકુ તથા સીગરેટનું વેચાણ કરી અમરેલી જીલ્લામાં બહાર પાડેલ જાહેરનામાં નો ભંગ કરતો હોય જેને કુલ કિ.રૂ.૪૧૪૦/- ના સોપારી,તમાકુ તથા પાન મસાલાના મુદ્દામાલ સાથે એક પુરૂષ ઇસમને પકડી તેના વિરૂદ્ધમાં અમરેલી સીટી પો.સ્ટે.માં ગુન્હો દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે.
*પકડાયેલ ઇસમ:-*
(૧) કિશોરભાઇ બાબુભાઇ સોળીયા ઉ.વ.૫૪ ધંધો.વેપાર રહે.અમરેલી લાઠીરોડ એસ.ટી. ડીવીજન સામે વૃંદાવન પાર્ક-૧ પટેલ મંડપ વાળી શેરી તા.જી.અમરેલી
રિપોટર.
ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20200502-WA0029.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *