ઉપલેટા લોકડાઉનના કારણે છેલ્લા દોઢ મહિનાથી ધંધા રોજગાર દુકાનો બંધ હોવાથી નાના મોટા વેપારીઓ,દુકાનદારો, અને અન્ય ધંધાર્થીઓ કોઈ પણ જાતના વેપાર ધંધા ન હોવાથી આર્થિક રીતે સાવ ભાંગી ગયા છે અને આવી સ્થિતિમાં લોકડાઉનમાં બે અઠવાડિયાનો વધારો થતાં ખુબજ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે આવી અનેક બાબતોને ધ્યાને લઇ જિલ્લા બેંકના ડિરેક્ટર અને ભાજપના આગેવાન શ્રી હરિભાઈ ઠુમ્મર દ્વારા ભારે રોષ સાથે રાજ્યના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયા તથા પોરબંદર ના સાંસદ રમેશભાઈ ઘડુકને વિસ્તૃત રજુઆત કરતા જણાવેલ છે કે કોરોના સંક્રમણને ધ્યાને લઇ સરકાર દ્વારા ત્રણ જોન પાડવામાં આવ્યા છે અને આ ત્રણ જોનમાં ઉપલેટા ઓરેન્જ જોનમાં આવતું હોવા છતાં રાજકોટ સીટી ની સ્થિતિ ને ધ્યાને લઇ પાડાના વાંકે પખાડી ને ડામ ની જેમ કલેકટરના મનશ્વી નિર્ણયના કારણે ઉપલેટામાં ઓરેન્જ જોન મુજબ ધંધા રોજગાર ખોલવા ન દેવતા અનેક ધંધાર્થીઓ ની પરિસ્થિતિ વિકટ થતી જઇ રહી છે.ઉપલેટા શહેર રાજકોટ થી 100 કિલોમીટર ના અંતરે આવેલ છે ત્યારે કલેક્ટરના આવા તઘલખી નિર્ણય થી લોકો વધુ બેકાર થશે અને આપઘાત કરવા પડે તેવી નોબત આવશે .આવી બેકારીની સ્થિતિમાં નાના મોટા વાહન ચાલકોને પોલીસ જાહેરનામા ભંગ બદલ વાહનો ડિટેન કરી 500 થી 1000 ના દંડ કરે છે તેમા પણ લોકોની આર્થિક સ્થિતિ અને બેકારીની સ્થિતિમાં પોલીસે માનવીય અભિગમ અપનાવવો જોઈએ તેવી પણ જિલ્લા બેન્ક ડિરેક્ટર હરિભાઈ ઠુમ્મર દ્વારા રજુઆત કરવામાં આવી છે
રિપોર્ટ વિપુલ ધામેચા ઉપલેટા