ઉપલેટા:-તાજેતરના વષોમાં કપાસ ઉત્પાદન માવઠા અને રોગચાળાની માઠી અસરથી કપાસના ઉત્પાદનમાં ધટાડો થયો છે કપાસ ઉત્પાદનની ધટથી ખેડૂતો પાયમાલ થઈ ગયા છે ખેડૂતોને ખુલ્લા બજારમાં એક મણના માંડ 850 થી 900 મલે છે ત્યારે સરકાર દ્વારા ટેકાના ભાવે 1100 થી ખરીદી થાય છે તેથી ખેડૂતો રાહ માં બેઠા છે ખેડૂતોની વારંવાર માગણીથી ઉપલેટા તાલુકામાં કોલકી મુકામે ટેકાના ભાવથી ખરીદી કરવા કેન્દ્ર મંજુરી કરેલ છે કપાસની ખરીદી મંદગતીથી ચાલતી હોય ખેડૂતોમાં ભારે રોષની લાગણી ફેલાય છે આજ દિવસ સુધી માંડ માંડ 100 જેટલા ખેડૂતોના કપાસની ખરીદી થયેલ જો આ મંદગતીથી ખરીદી થશે તો ખેડૂતોના કપાસની ખરીદી થતા મહિનાઓ નીકળી જશે એવો સુર ખેડૂત વગૅમાથી ઉઠવા પામ્યો છે હાલના સમયમાં ચોમાસામાં ખરીદી પાક વાવેતર કરવા જરૂરી ખાતર બિયારણ તેમજ અન્ય ખચાઓ ઉપરાંત ખેત ધિરાણ ભરવાના સમયે ખેડૂતો નાણાંભીડ અનુભવી રહ્યા છે ટેકાના ભાવે કપાસ વેચવા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવા અંગે 800 થી 900 જેટલા ખેડૂતો વહેલી સવારની લાઈનમાં ઊભા રહી ગયા હોય છે આ કેન્દ્રની મુલાકાત ગુજરાત કિશાન સભાના પ્રમુખ ડાયાભાઈ ગજેરાએ લીધી હતી અને ખેડૂતોની વ્યથા સાભળી સીસીઆઈ અમદાવાદ રીજનલ ઓફિસે રજુઆત કરી કે તમામ ખેડૂતોને કપાસ ખરીદી કરી લેવા માગણી કરેલ
રિપોર્ટ:-વિપુલ ધામેચા ઉપલેટા