હાલમા જે દેશ દુનિયામાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે અને દિન પ્રતિદિન કેસો નો વધારો થતો જઇ રહ્યો છે અને સરકાર પણ પરિસ્થિતિ ને આધીન લોકડાઉન માં વધારો કરી રહી છે. આવા સમયમાં ગરીબ લોકો દોઢેક મહિના થી કામ ધંધા વગરના બેસી રહ્યા છે અને અમુક સંસ્થાઓ, તથા માલદારો દ્વારા આવા લોકોને ભોજન પહોંચાડવાનું અનેઅનાજ પોહચડવાનું કાર્ય સદંતર ચાલુ જ છે પણ આવા સમયમાં કોઈ નાનો વ્યકતી ગરીબોની મદદે આવે એવો પ્રથમ કિસ્સો ઉપલેટા તાલુકાના ડુમિયાણી જોવા મળ્યો છે.
ડુમિયાણી ગામના નાના એવા ખેડૂત રાજાભાઈ રામભાઈ ભુવા જેઓ જાતે બ્રાહ્મણ છે અને પોતાના ખેતરમાં અંદાજે 8 થી 10 વિધાના ઘઉં નો પાક તૈયાર થતા તેઓની ઈચ્છા થઈ કે ગરીબો માટે કાંઈક મદદ કરવી જોઈએ અને આ એક ઈચ્છા તેમના હૃદય માં બેસી જતા પુરે પુરા મોલના ઘઉં એક પણ રૂપિયાના વેચાણ કર્યા વગર એક મહિનાથી પણ વધારે સમય થી કાયમ 90 થી 100 વ્યક્તિઓ ને પોતાના ખેતર માં જ ભોજન તૈયાર કરી અને ગરીબ લોકોને ઘરે ઘરે પહોંચતું કરે છે.
જરા પણ સંકોચ રાખ્યા વગર આવા સમયે ગરીબોને ભોજન પૂરું પાડી આ ખેડૂત રાજાભાઇ ખુબજ ખુશી અનુભવી રહ્યા છે અને અન્ય લોકોને શીખ મેળવવા જેવું ઉમદા કાર્ય કરી રહ્યા છે.ધન્ય છે એવા ધરતી પુત્રો ને જેઓ ધનવાનોને પણ પાછળ રાખી ગરીબોના તારણહાર સાબિત થઇ રહ્યા છે.
રિપોર્ટ:-વિપુલ ધામેચા ઉપલેટા