જૂનાગઢ
તા.7.4.2020
ઓટોમેટીક પમ્પ સેટથી
તબકકાવાર જૂનાગઢ શહેરની તમામ કચેરીઓને સેનીટાઇઝ કરાશે
કલેરટર કચેરી જિલ્લા પોલીસ અધિક્ષક સહિતની મહત્વની ૧૦ જેટલી કચેરીઓની સેનીટાઝેશન કામગીરી પૂર્ણ કરાઇ
જૂનાગઢ ખાતે રાજય સરકારની ૭૦ થી વધુ કચેરીઓ કાર્યરત છે. કોરોના વાયરસ સંદર્ભે આ તમામ કચેરીઓને માર્ગ મકાન વિભાગ દ્રવારા તબકકાવાર સેનીટાઇઝ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. સેનીટાઇઝ કરવાની આ કામગીરીમાં માર્ગ મકાન વિભાગને સ્વૈચ્છિક સહયોગ મળ્યો છે.
કલેકટર કચેરી, જિલ્લા પોલીસ વડાની કચેરી, સરદારબાગ ખાતે બહુમાળી ભવન, માહિતી ભવન, જિલ્લા તિજોરી કચેરી, ડીઝાસ્ટર કંન્ટ્રોલ રૂમ, માર્ગ મકાન ડિવિઝન ઓફીસ, તાલુકા સેવા સદન સહિતની કચેરીઓમાં સેનીટાઇઝેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.તેમ નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી ગૌસ્વામીએ જણાવ્યુ હતુ.
કોરોનાના કહેરમાં લોકોની સુરક્ષા અને આરોગ્ય જાળવણી માટે કાર્યરત સરકારી કચેરીઓમાં તકેદરી લેવા સોડીયમ હાઇપો કલોરાઇડને જરૂરી પ્રમાણમાં પાણી સાથે મીક્ષ કરી ઓટોમેટીક સ્પ્રિકલર પમ્પ અને જેટ સ્પ્રે મીની ટેન્ક ફાઇટર દ્રવારા સેનીટાઇઝ કરવામાં આવે છે. કચેરીઓ સેનીટાઇઝ થવાની સાથે મચ્છર, આલ્ગી, બેકટેરીયા,ફુગ અને રોગ ઉત્પન કરતા તમામ કીટકોનું પણ નિયંત્રણ થઇ શકશે.
માર્ગ મકાન વિભાગની આ કામગીરીમાં કોપોર્રેટર સુરેશભાઇ પાનસુરીયા, મૌલીક સ્કુલના ટ્રસ્ટી સ્વેતાંગભાઇ વૈષ્નવ, યુવરાજભાઇ ગૌસ્વામીની ૧૫ સભ્યોની ટીમનો સ્વૈચ્છિક સહયોગ મળ્યો છે. સરકારી કચેરીઓમાં અધીકારીઓ તેમજ લોકોની આવન જાવન સંદર્ભે સેનીટાઇઝેશન ખુબ જરૂરી હોય આ કામગરી સ્વયંભુ કરવામાં આવી રહી હોવાનું સુરેશભાઇ પનસુરીયાએ જણાવ્યુ હતુ.
રિપોર્ટર
શ્રેય શાહ
સાથે
અનિષ ગૌદાણા
જૂનાગઢ બ્યુરોચીફ