*ઓપરેશન સોશીયલ ડિસ્ટન્સ જાળવવા દાણાપીઠ માં વેપારીઓ અને ગ્રાહકો ની ભીડ નિવારવા માટે જૂનાગઢ પોલીસે કમર કસી
જૂનાગઢ પોલીસ દ્વારા કોરોના વાયરસને લઈને લોકડાઉન ચાલુ હોય ત્યારે દાણાપીઠ મા નીચેના નિયમો લાગુ કરવામાં આવ્યા.
જૂનાગઢ જિલ્લાની ખરીદ વેચાણ ની હોલસેલ અને રિટેલ ની મોટામાં મોટી દાણાપીઠ મા વેપારીઓ અને ગ્રાહકો ની ભીડ જમતી હોય ત્યારે સોસિયલ ડિસ્ટન્સ જાળવવા નિવારવા માટે જૂનાગઢ પોલીસ દ્વારા કમર કસવામાં આવેલ છે…
૧) ટુ /ફોર વ્હીલર વાહનો માટે ની પ્રવેશબંધી નું પાલન કરાવવું.
૨) લોકલ માલ ભરવા માટે દુકાને લાગતી છકડો રીક્ષા ઝડપથી ભરીને બહાર નીકળી જાય એ જોવાનું..
૩) રસ્તા ઉપર રેકડી ને વ્યવસ્થિત રીતે રખાવવી.
૪) દુકાનના ઓટા ઉપર માલ ડિલીવરી કરવા સીવાય નો માલ ન રહે અને વેપારીએ માલ અંદર જ રાખવો એ ધ્યાન રાખવું.
૫) ખાનાર કે કોઈ પણ વ્યક્તિ માલ ખરીદી કરે પછી એ માલ એના પ્રાઈવેટ ટુ વ્હીલ કે ફોર વ્હીલ વાહનમાં ભરવા માટે પાર્કિંગ સુધી રેકડીનો જ ઉપયોગ કરે..
૬) દુકાનના કામકાજ ના સમયનું ચુસ્તપણે પાલન કરાવે.. બાર વાગ્યે સીટી નો ઉપયોગ કરીને સૌને બંધ કરવા માટેની જાણ કરે.
૭) સોશિયલ ડીસ્ટંન્સ અને દરેકે દરેક વ્યક્તિ ના મોઢા ઉપર માસ્ક / રૂમાલ કે કપડું બાંધે એવી સુચનાઓ પણ ખાસ આપતાં રહે….
આમ, દરેક વાહન બહાર રાખવા તેમજ જ્યારે માલ ભરવા આવવાની જરૂર હોય ત્યારે જ વાહન અંદર લાવવું…
જૂનાગઢ પોલીસ દ્વારા જહેમત ઉઠાવી, રીટા. એ.એસ.આઇ. શંભુભાઈ ની નિમણુક દાણાપીઠ મા કરવામાં આવેલ છે…
મહેશ કથીરિયા
બ્યુરો ચીફ જૂનાગઢ