Uncategorized

કોરોના સંક્રમણ અંતર્ગત અમરેલી વહીવટી તંત્ર દ્વારા પ્રતિબંધાત્મક આદેશો જારી

કોરોના સંક્રમણ અંતર્ગત અમરેલી વહીવટી તંત્ર દ્વારા પ્રતિબંધાત્મક આદેશો જારી

જિલ્લા બહારની વ્યક્તિઓના પરોક્ષ નિરીક્ષણ માટે ગ્રામ/ શહેરી કક્ષાએ પાંચ વ્યક્તિની કમિટીની રચના કરાશે : જિલ્લા બહારની વ્યક્તિઓની અવરજવરની નોંધણી થશે

નગરપાલિકા દ્વારા ડોર-ટુ-ડોર કેમ્પેઇન : લોકોને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરાવાશે

દુકાનદારોએ આરોગ્ય સેતુ એપ ધરાવતા ગ્રાહકોને જ વસ્તુ પુરી પાડવાની રહેશે

અમરેલી તા. ૪ મે

કોરોના વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે લોકોની અવરજવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા માટે અમરેલી જિલ્લાના વિસ્તારમાં જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી આયુષ ઓક દ્વારા કેટલાક નિયંત્રણો મૂકવામાં આવ્યા છે.

ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાવાયરસ નું સંક્રમણ ન ફેલાય તે માટે ગ્રામકક્ષાએ થી પૂરતી તકેદારી રહે તે મુજબ પરોક્ષ નિરીક્ષણ કમિટીની રચના કરવાની રહેશે. ગ્રામ્ય કક્ષાએ નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (પંચાયત) અમરેલી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી એ ગામમાં અવરજવર કરતા લોકોના પરોક્ષ નિરીક્ષણ માટે પાંચ લોકોની બનેલ કમિટીની રચના કરવાની રહેશે. આ કમિટીમાં સરપંચ, આશા વર્કર ,પંચાયતના સભ્યો ,તલાટી કમ મંત્રી ,સ્થાનિક તાલુકા હેલ્થ ઓફિસર જેવા સભ્યોનો સમાવેશ કરવાનો રહેશે. તેમજ શહેરી વિસ્તારમાં ચીફ ઓફીસરશ્રી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી એ વોર્ડ વાઇઝ આ કમિટીની રચના કરવાની રહેશે. જેમાં નગર પાલિકાના કર્મચારી, આંગણવાડી આશાવર્કર ,સ્થાનિક આગેવાનો તથા કોર્પોરેટરનો સમાવેશ કરવાનો રહેશે.

ગ્રામ્ય પરોક્ષ નિરીક્ષણ કમિટીએ ગામમાં અન્ય જિલ્લા કે રાજ્યમાંથી કાયદેસર અને ગેરકાયદેસર આવતા લોકોની અવરજવર ની નોંધણી કરવાની તથા તે અંગેની જાણ સ્થાનિક તાલુકા હેલ્થ ઓફિસર તથા જિલ્લા કક્ષાના આરોગ્ય કંટ્રોલ રૂમ નં. ૦૨૭૯૨ – ૨૨૮૨૧૨ અને ૮૨૩૮૦૦૨૨૪૦ તથા પોલીસ કંટ્રોલરૂમ નંબર ૦૨૭૯૨-૨૨૩૪૯૮ પર કરવાની રહેશે.

શહેરી વિસ્તારમાં રચાયેલ વોર્ડવાઇઝ કમિટીએ સંબંધિત વોર્ડમાં લોકોની અવરજવર પણ નિયંત્રણ રાખવાનું રહેશે. તેમજ અન્ય જિલ્લા કે રાજ્યમાંથી ગેરકાયદેસર કે કાયદેસર આવતા લોકોની અવરજવર ની નોંધણી કરવાની તથા તે અંગેની જાણ સ્થાનિક તાલુકા હેલ્થ ઓફિસર તથા જિલ્લા કક્ષાના આરોગ્ય કંટ્રોલરૂમ નં. ૦૨૭૯૨ – ૨૨૮૨૧૨ અને ૮૨૩૮૦૦૨૨૪૦ તથા પોલીસ કંટ્રોલરૂમ નંબર ૦૨૭૯૨-૨૨૩૪૯૮ પર કરવાની રહેશે. ક્વોરેન્ટાઇન થયેલા લોકોની યાદી આરોગ્ય વિભાગે આ કમિટીને પૂરી પાડવાની રહેશે તેમજ હોમ ક્વોરેન્ટાઇન થયેલા લોકો નિયમોનું ચુસ્તપણે પાલન કરે છે કે કેમ તે સુનિશ્ચિત કરવાનું રહેશે.

સંબંધિત નગરપાલિકા ગ્રામ પંચાયત દ્વારા જે એકમો લોક ડાઉન દરમિયાન પરવાનગી આપવામાં આવેલ હોય તેઓએ ફરજિયાત આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી છે કેમ તેમજ જે દુકાનોમાં ગ્રાહક આવે તેઓને પણ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરાવવી. ફોન ધરાવતા ન હોય તેવા કિસ્સામાં આ લાગુ પડશે નહીં. સ્માર્ટ ફોન ધરાવતા હોય તેવા કિસ્સામાં આરોગ્યક્ષેત્રે ફરજ ડાઉનલોડ કરેલ હોય તે સુનિશ્ચિત કરવી. સંબંધિત નગરપાલિકાએ જાહેરમાં માસ્ક પહેરવા બાબતે, જાહેરમાં થૂંકવા બદલ દંડ બાબતે તેમજ સોશિયલ ડિસ્ટનસિંગ બાબતે બહોળો પ્રચાર પ્રસાર કરવાનો રહેશે. જે અન્વયે હોર્ડિંગ, બેનર તથા રીક્ષા મારફતે માઈક થી પ્રચાર-પ્રસાર કરવાનો રહેશે તેમ જ તમામ રહેણાંક વિસ્તારમાં જિલ્લા બહારથી પ્રવેશ કરતાં લોકો અંગેની માહિતી કંટ્રોલરૂમ નં. ૦૨૭૯૨ – ૨૨૮૨૧૨ અને ૮૨૩૮૦૦૨૨૪૦ તથા પોલીસ કંટ્રોલરૂમ નંબર ૦૨૭૯૨-૨૨૩૪૯૮ ઉપર લોકો આપે તે માટે રીક્ષા મારફતે માઈક થી તથા પત્રિકા વહેંચી ને બહોળો પ્રચાર પ્રસાર કરવાનો રહેશે.

સંબંધિત નગરપાલિકાએ ડોર-ટુ-ડોર કેમ્પેન કરી લોકો આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરે તે સુનિશ્ચિત કરવાનું રહેશે. તમામ માર્કેટો તથા ગીચ વિસ્તાર, શાકભાજી માર્કેટ તથા એવા વિસ્તારો કે જ્યાં દિવસ દરમિયાન મોટા પ્રમાણમાં લોકો ધંધા રોજગાર માટે એકઠા થતા હોય તેવા સ્થળોએ ફાયર ટેન્ડર અથવા સ્પ્રેયર નો ઉપયોગ કરી ૧% સોડીયમ હાઈપોક્લોરાઈટ થી સ્થળોનું દરરોજ ડીસઇન્ફેક્શન કરવાનું રહેશે. આ પ્રકારના સ્થળો શોધી જેની યાદી બનાવી કામગીરીનો અહેવાલ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી અમરેલી ને મોકલી આપવાનું રહેશે.

નગરપાલિકા વિસ્તારમાં આવેલ દુકાનો આગળ લોકો મોટા પ્રમાણમાં લોકો ભેગા ન થાય તથા સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન થાય તે માટે દુકાનની આગળ જરૂરી સર્કલ જેવા ઉપાયો ધરવાના રહેશે. તેમજ દુકાનો આગળ સ્વચ્છતા જળવાય તે માટે કચરાપેટી ફરજિયાત મૂકવાની રહેશે. દરેક દુકાનદાર, કારીગર અને ગ્રાહકો એ ફરજિયાત માસ્ક પહેરવાનો રહેશે તથા સેનેટાઇઝરની વ્યવસ્થા કરવાની રહેશે. આ હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.
—————
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ

રિપોર્ટ   : રસિક વેગડા (મોટીકુકાવાવ)

જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *