જૂનાગઢ
તા.23.4.2020
કોરોના સંદર્ભે જૂનાગઢ જિલ્લામાં લગ્નના કિસ્સામાં વધુમાં વધુ ૨૦ વ્યક્તિઓને મંજૂરી અપાશે
જૂનાગઢ : લોકડાઉનની મુદત તા.૩/૫/૨૦૨૦ સુધી લંબાવવામાં આવી છે. ત્યારે આ સમય દરમ્યાન લગ્ન જેવા સામાજિક પ્રસંગો દરમ્યાન કોરોના વાયરસનુ સંક્રમણ ના ફેલાય એ માટે સરકાર દ્વારા માર્ગદર્શિકા અમલમાં મુકવામાં આવી છે. જે મુજબ જૂનાગઢ જિલ્લામાં લગ્નના કિસ્સામાં વધુમાં વધુ ૨૦ વ્યક્તિઓની મર્યાદામાં મંજૂરી આપવામાં આવશે.
હાલના સંજોગોમાં લોકોને લગ્ન પ્રસંગોની મંજૂરી માટે જિલ્લા કક્ષા સુધી ધક્કો ખાવો ન પડે તથા યોગ્ય મોનીટરીંગ થાય તે માટે જૂનાગઢ જિલ્લાના કાર્યક્ષેત્રમાં યોજાતા લગ્નોના નિયમન માટે જિલ્લાના ઈન્સીડન્ટ કમાન્ડરન અને પ્રાંત અધિકારીઓને સત્તા આપવામાં આવી છે. જે મુજબ જૂનાગઢ જિલ્લાના કાર્યક્ષેત્રમાં આયોજિત થતાં લગ્નના કિસ્સામાં વર-કન્યા પક્ષ તથા વિધિ કરાવનાર સહિત વધુમાં વધુ ૨૦ વ્યક્તિઓની મર્યાદામાં મંજૂરી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, તા.૨૦/૪/૨૦૨૦ થી સ્મશાનયાત્રામાં ૨૦ વ્યકિતઓ સુધી જોડાવા મુકિત આપવામાં આવેલ છે.
રિપોર્ટ
અનિષ ગૌદાણા
જૂનાગઢ બ્યુરોચીફ