*પ્રેસ નોટ તા.૨૬/૦૩/૨૦૨૦*
* માટે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરતી અમરેલી જિલ્લા પોલીસ*
💫 કોરોના વાયરસના કારણે મહામારી થતી અટકાવવા અને કોરોના વાયરસનો ફેલાવો થતો અટકાવવા માટે તા.૨૩/૦૩/૨૦૨૦ નાં રાત્રીનાં ૧૨/૦૦ વાગ્યાથી રાજ્યભરમાં *‘‘લોક ડાઉન’’* જાહેર કરવામાં આવેલ છે જે અનુસંધાને *અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય સાહેબ* દ્વારા ‘‘લોક ડાઉન’’ નો ચુસ્ત પણે અમલ કરાવવા *નવતર પ્રયોગ* હાથ ધરવામાં આવેલ છે.
💫 અમરેલી જિલ્લા પોલીસ દ્વારા *આધુનિક ટે્કનોલોજી* નો ઉપયોગ કરીને જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં *૨૦ (વીસ) જેટલા ડ્રોન* ઉડાડી લોક ડાઉનનો ભંગ કરતા ઇસમો અંગે માહિતી મેળવી તેમની સામે *કાયદાકીય જોગવાઇ મુજબ પાંચ જેટલા ગુન્હા રજી. કરવાની કાર્યવાહી* હાથ ધરવામાં આવેલ છે.
💫 આમ, કોરોના વાયરસની વૈશ્વિક મહામારીના સંક્રમણને રોકવા *અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય સાહેબ* ની સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી જિલ્લા પોલીસ *આધુનિક ટેક્નોલોજી* નો ઉપયોગ કરી, લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરાવવા સતત કાર્યશીલ છે.
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી