Uncategorized

*કોરોનો વાયરસને ફેલાતો અટકાવવા લાગુ કરવામાં આવેલ લોક ડાઉન નો ભંગ કરતા ૨૦૨ ઇસમો સામે ૧૨૭ ગુન્‍હાઓ દાખલ કરી ૨૪૬ વાહનો ડીટેઇન કરતી અમરેલી જિલ્‍લા પોલીસ*

*પ્રેસ નોટ તા.૨૩/૦૪/૨૦૨૦*

*કોરોનો વાયરસને ફેલાતો અટકાવવા લાગુ કરવામાં આવેલ લોક ડાઉન નો ભંગ કરતા ૨૦૨ ઇસમો સામે ૧૨૭ ગુન્‍હાઓ દાખલ કરી ૨૪૬ વાહનો ડીટેઇન કરતી અમરેલી જિલ્‍લા પોલીસ*

💫 વર્તમાન પરિસ્‍થિતીમાં કોરોના વાયરસને વૈશ્વિક મહામારી ઘોષિત કરવામાં આવેલ છે અને દેશભરમાં *nCOVID –19* ના સંક્રમણને અટકાવવા માટે તા.૨૩/૦૩/૨૦૨૦ નાં રાત્રીનાં ૧૨/૦૦ વાગ્યાથી રાજ્યભરમાં *‘‘લોક ડાઉન’’* જાહેર કરવામાં આવેલ છે. જે અનુસંધાને *અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય સાહેબ* દ્વારા અમરેલી જિલ્‍લાના મહત્‍વના એન્‍ટ્રી / એક્ઝીટ પોઇન્‍ટ પર *૪૧ ચેકપોસ્‍ટ* શરૂ કરી, નાકાબંધી કરી, ‘‘લોક ડાઉન’’ નો ચુસ્‍ત પણે અમલ કરાવવા અમરેલી જિલ્‍લા પોલીસ તંત્રને જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ છે.

💫 ગઇ કાલ તા.૨૨/૦૪/૨૦૨૦ ના રોજ લોક ડાઉનનો ભંગ કરતાં *કુલ ૨૦૨ ઇસમો વિરૂધ્‍ધ ૧૨૭ ગુન્‍હાઓ દાખલ કરી વાહનો કબ્જે કરવામાં આવેલ છે તથા ૨૪૬ વાહનો ડીટેઇન* કરવામાં આવેલ છે.

💫 કોરોના મહામારીની ગંભીરતાને હળવાશથી લઇ *વાહનો લઇને તેમજ વાહનો વગર બિનજરૂરી આંટા-ફેરા મારતા ૬૯ ઇસમો* સામે ચલાલા, જાફરાબાદ, ખાંભા, ધારી, વડીયા, દામનગર, અમરેલી તાલુકા, લીલીયા,સાવરકુંડલા ટાઉન, સાવરકુંડલા રૂરલ, રાજુલા, બાબરા, વંડા અને અમરેલી સીટી પોલીસ સ્‍ટેશનમાં ધી એપેડેમીક ડીસીઝ એક્ટ ૧૮૯૭ ની કલમ ૩ મુજબ તથા ઇ.પી.કો. કલમ ૨૬૯, ૨૭૦, ૧૮૮ મુજબ *૫૮ ગુન્‍હાઓ* રજી. કરાવવા માં આવેલ છે.

💫 *બિનજરૂરી કામ વગર જાહેરમાં તથા ધાર્મિક સ્‍થળોએ ભેગા થઇ ટોળા વળી, સોશ્યલ ડીસ્‍ટન્‍સ નહીં જાળવી, જાહેરનામાનો ભંગ કરતાં ૫૦ ઇસમો* સામે ચલાલા, લાઠી, ખાંભા, મરીન પીપાવાવ, દામનગર, અમરેલી તાલુકા, સાવરકુંડલા ટાઉન અને બાબરા પો.સ્‍ટે.માં ધી એપેડેમીક ડીસીઝ એક્ટ ૧૮૯૭ ની કલમ ૩ મુજબ તથા ઇ.પી.કો. કલમ ૨૬૯, ૨૭૦, ૧૮૮ મુજબ *૧૧ ગુન્‍હા* રજી. થયેલ છે.

💫 *માસ્‍ક પહેર્યા વગર તથા સેનીટાઇઝર સાથે નહીં રાખી મુસાફરી* કરતાં મળી આવી જાહેર આરોગ્ય સાથે ચેડાં કરતાં *૩૦ ઇસમો* વિરૂધ્‍ધ ધારી, મરીન પીપાવાવ, દામનગર, અમરેલી તાલુકા, સાવરકુંડલા રૂરલ, ડુંગર અને વંડા પો.સ્‍ટે.માં ધી એપેડેમીક ડીસીઝ એક્ટ ૧૮૯૭ ની કલમ ૩ મુજબ તથા ઇ.પી.કો. કલમ ૨૬૯, ૨૭૦, ૧૮૮ મુજબ *૨૯ ગુન્‍હા* રજી. કરવામાં આવેલ છે.

💫 આ ઉપરાંત જિલ્‍લા મેજિસ્‍ટ્રેટશ્રી અમરેલીનાઓ તરફથી બહાર પાડવામાં આવેલ *જાહેર આરોગ્ય અંગેના જાહેરનામાનો ભંગ કરતા ૧૮ ઇસમો* વિરૂધ્‍ધ મરીન જાફરાબાદ, નાગેશ્રી, બગસરા, રાજુલા અને ડુંગર પોલીસ સ્‍ટેશનમાં ધી એપેડેમીક ડીસીઝ એક્ટ ૧૮૯૭ ની કલમ ૩ મુજબ તથા ઇ.પી.કો. કલમ ૨૬૯, ૨૭૦, ૧૮૮ મુજબ *૧૧ ગુન્‍હા* રજી. કરવામાં આવેલ છે.

💫 *દુકાનો, મોલ, કારખાનાં ખુલ્‍લા રાખી, લારીઓ ફેરવી, ટોળા ભેગા કરી, સેનીટાઇઝર કે માસ્કની વ્યવસ્થા નહીં રાખી જાહેરનામાનો ભંગ કરતા ૫ ઇસમો* વિરૂધ્‍ધ દામનગર પોલીસ સ્‍ટેશનમાં ધી એપેડેમીક ડીસીઝ એક્ટ ૧૮૯૭ ની કલમ ૩ મુજબ તથા ઇ.પી.કો. કલમ ૨૬૯, ૨૭૦, ૧૮૮ મુજબ *૧ ગુન્‍હો* રજી. કરવામાં આવેલ છે.

💫 *અસરગ્રસ્‍ત વિસ્‍તારો વાળા જિલ્‍લામાંથી અમરેલી જિલ્‍લામાં પ્રવેશ કરતાં ૩૨ ઇસમો* વિરૂધ્‍ધ મરીન જાફરાબાદ, ધારી, બગસરા, અમરેલી તાલુકા અને રાજુલા પો.સ્‍ટે.માં ધી એપેડેમીક ડીસીઝ એક્ટ ૧૮૯૭ ની કલમ ૩ મુજબ તથા ઇ.પી.કો. કલમ ૨૬૯, ૨૭૦, ૧૮૮ મુજબ *૧૫ ગુન્‍હા* રજી. કરવામાં આવેલ છે.

💫 *હોમ કોરેન્ટાઇનની સુચના આપેલ હોવા છતાં જાહેરમાં નીકળી, જાહેર આરોગ્ય સાથે ચેડાં કરી, જાહેરનામાનો ભંગ કરતા ૧ ઇસમ* વિરૂધ્‍ધ સાવરકુંડલા ટાઉન પો.સ્‍ટે.માં ધી એપેડેમીક ડીસીઝ એક્ટ ૧૮૯૭ ની કલમ ૩ મુજબ તથા ઇ.પી.કો. કલમ ૨૬૯, ૨૭૦, ૧૮૮ મુજબ *૧ ગુન્‍હો* રજી. કરવામાં આવેલ છે.

💫 કોરોનાની વૈશ્વિક મહામારી અનુસંધાને *લોકડાઉન દરમ્‍યાન અફવા ફેલાવતા ૧ ઇસમ* વિરૂધ્‍ધ સાવરકુંડલા ટાઉન પો.સ્‍ટે.માં ઇ.પી.કો. કલમ ૧૫૩(ક), ૫૦૫ મુજબ *૧ ગુન્‍હો* રજી. થયેલ છે.

💫 આમ, કોરોના વાયરસની વૈશ્વિક મહામારીના સંક્રમણને રોકવા *અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ* ની સુચના અને માર્ગદર્શન મુજબ *અમરેલી જિલ્‍લા પોલીસ કટિબધ્‍ધ અને સતત કાર્યશીલ છે.*

IMG-20200423-WA0056.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *