Uncategorized

કોરોનો વાયરસને ફેલાતો અટકાવવા લાગુ કરવામાં આવેલ લોક ડાઉન નો ભંગ કરતા ૧૫૫ ઇસમો સામે ૮૭ ગુન્‍હાઓ દાખલ કરી ૧૦૫ વાહનો ડીટેઇન કરતી અમરેલી જિલ્‍લા પોલીસ*

*પ્રેસ નોટ તા.૦૬/૦૫/૨૦૨૦*

*કોરોનો વાયરસને ફેલાતો અટકાવવા લાગુ કરવામાં આવેલ લોક ડાઉન નો ભંગ કરતા ૧૫૫ ઇસમો સામે ૮૭ ગુન્‍હાઓ દાખલ કરી ૧૦૫ વાહનો ડીટેઇન કરતી અમરેલી જિલ્‍લા પોલીસ*

💫 વર્તમાન પરિસ્‍થિતીમાં કોરોના વાયરસને વૈશ્વિક મહામારી ઘોષિત કરવામાં આવેલ છે અને દેશભરમાં *nCOVID –19* ના સંક્રમણને અટકાવવા માટે તા.૨૩/૦૩/૨૦૨૦ નાં રાત્રીનાં ૧૨/૦૦ વાગ્યાથી રાજ્યભરમાં *‘‘લોક ડાઉન’’* જાહેર કરવામાં આવેલ છે.

💫 જે અનુસંધાને *અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય સાહેબ* દ્વારા અમરેલી જિલ્‍લાના મહત્‍વના એન્‍ટ્રી / એક્ઝીટ પોઇન્‍ટ પર *૩૮ ચેકપોસ્‍ટ* શરૂ કરી, નાકાબંધી કરી, ‘‘લોક ડાઉન’’ નો ચુસ્‍ત પણે અમલ કરાવવા અમરેલી જિલ્‍લા પોલીસ તંત્રને જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ છે.

💫 ગઈ કાલ તા.૦૫/૦૫/૨૦૨૦ ના રોજ લોક ડાઉનનો ભંગ કરતાં *કુલ ૧૫૫ ઇસમો વિરૂધ્‍ધ ધી એપેડેમીક ડીસીઝ એક્ટ ૧૮૯૭ તથા ઇ.પી.કો. ૧૮૬૦ તથા ડીઝાસ્‍ટર મેનેજમેન્‍ટ એક્ટ ૨૦૦૫ ની જુદી જુદી કલમો હેઠળ ૮૭ ગુન્‍હાઓ દાખલ કરી વાહનો કબ્જે કરવામાં આવેલ છે તથા ૧૦૫ વાહનો ડીટેઇન* કરવામાં આવેલ છે.

💫 કોરોના મહામારીની ગંભીરતાને હળવાશથી લઇ *વાહનો લઇને તેમજ વાહનો વગર બિનજરૂરી આંટા-ફેરા મારતા ૨૪ ઇસમો* સામે મરીન પીપાવાવ, ડુંગર, વડીયા, જાફરાબાદ, અમરેલી સીટી, અમરેલી તાલુકા, ખાંભા અને રાજુલા પોલીસ સ્‍ટેશનમાં *૨૩ ગુન્‍હાઓ* રજી. કરાવવા માં આવેલ છે.

💫 *માસ્‍ક પહેર્યા વગર તથા સેનીટાઇઝર સાથે નહીં રાખી મુસાફરી* કરતાં મળી આવી જાહેર આરોગ્ય સાથે ચેડાં કરતાં *૨૩ ઇસમો* વિરૂધ્‍ધ લીલીયા, વડીયા, જાફરાબાદ, અમરેલી સીટી અને રાજુલા પો.સ્‍ટે.માં *૧૨ ગુન્‍હા* રજી. કરવામાં આવેલ છે.

💫 આ ઉપરાંત જિલ્‍લા મેજિસ્‍ટ્રેટશ્રી અમરેલીનાઓ તરફથી બહાર પાડવામાં આવેલ *જાહેર આરોગ્ય અંગેના જાહેરનામાનો ભંગ કરતા ૧૮ ઇસમો* વિરૂધ્‍ધ મરીન જાફરાબાદ, લીલીયા, નાગેશ્રી અને લાઠી પોલીસ સ્‍ટેશનમાં *૧૫ ગુન્‍હા* રજી. કરવામાં આવેલ છે.

💫 *દુકાન, મોલ, કારખાનાં ખુલ્‍લા રાખી, લારીઓ ફેરવી, ઘરે તમાકુનું ગે.કા. વેચાણ કરી, ટોળા ભેગા કરી, સેનીટાઇઝર કે માસ્કની વ્યવસ્થા નહીં રાખી જાહેરનામાનો ભંગ કરતા ૮ ઇસમો* વિરૂધ્‍ધ ડુંગર અને અમરેલી સીટી પોલીસ સ્‍ટેશનમાં *૬ ગુન્‍હા* રજી. કરવામાં આવેલ છે.

💫 *અસરગ્રસ્‍ત વિસ્‍તારો વાળા જિલ્‍લામાંથી અમરેલી જિલ્‍લામાં પ્રવેશ કરતાં ૫૫ ઇસમો* વિરૂધ્‍ધ ચલાલા, મરીન પીપાવાવ, દામનગર, લાઠી, અમરેલી સીટી, અમરેલી તાલુકા, ખાંભા અને રાજુલા પો.સ્‍ટે.માં *૨૭ ગુન્‍હા* રજી. કરવામાં આવેલ છે.

💫 *બિનજરૂરી કામ વગર જાહેરમાં તથા ધાર્મિક સ્‍થળોએ ભેગા થઇ ટોળા વળી, સોશ્યલ ડીસ્‍ટન્‍સ નહીં જાળવી, જાહેરનામાનો ભંગ કરતાં ૨૭ ઇસમો* સામે સાવરકુંડલા ટાઉન, સાવરકુંડલા રૂરલ, વડીયા અને ખાંભા પો.સ્‍ટે.માં *૪ ગુન્‍હા* રજી. થયેલ છે.

💫 આમ, કોરોના વાયરસની વૈશ્વિક મહામારીના સંક્રમણને રોકવા *અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ* ની સુચના અને માર્ગદર્શન મુજબ *અમરેલી જિલ્‍લા પોલીસ કટિબધ્‍ધ અને સતત કાર્યશીલ છે.*

IMG-20200506-WA0019.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *