Uncategorized

કોવિડ – ૧૯ કોરોના વાયરસ વાયરસની મહામારીમાં ગુજરાતની જનતાના મિલકત વેરા, પાણી વેરા, વિજળી બીલ અને સ્કુલ ફી તેમજ ખેડુતોના દેવા વ્યાજ માફ કરવા બાબત.

કોવિડ – ૧૯ કોરોના વાયરસ વાયરસની મહામારીમાં ગુજરાતની જનતાના મિલકત વેરા,
પાણી વેરા, વિજળી બીલ અને સ્કુલ ફી તેમજ ખેડુતોના દેવા વ્યાજ માફ કરવા બાબત.

સવિનય સાથ ઉપરોકત વિષયે જણાવવાનું કે, હાલ સારાંય દેશ કોવિડ – ૧૯ કોરોના વાયરસની મહામારીના કારણે લોકડાઉન થયેલ છે. કોરોના વાયરસનું સંક્રમણ વધવાથી લોકડાઉનની મુદત પણ વધારવા આવેલ છે જે બરાબર પણ છે. પરંતુ લોકડાઉન થી ગુજરાતની જનતા બેરોજગાર બની છે ધંધા – વ્યવસાય ઠપ્પ થયા છે જેના કારણે લોકોને પોતાના પરીવારનું ગુજરાન ચલાવવું અતિ મુશ્કેલ બન્યું છે. જીડીપીના દર નીચા ગયા છે સારાંય દેશ અને રાજય આર્થિક મંદીમાં સપડાયા છે ત્યારે આવી પરિસ્થિતિમાં લોકોની મદદે આવવું સરકારની પણ ફરજ બને છે તેથી આ કોરોના મહામારી સામેની લડતમાં લોકોને મદદરૂપ થઈ મિલકત વેરા, પાણી વેરા, વિજળી બીલ અને સ્કુલ ફી માફ કરવી જોઇએ તેમજ ઉદ્યોગપતિઓના ધોરણે ખેડુતોના મધ્ય મુદતે વ્યાજ અને દેવા માફ થવા અને દેવા નાબુદી માટે યોજના લાવવી જોઇએ. આ રાજય અને લોકોના પ્રતિનિધિ તરીકે કોવિડ – ૧૯ કોરોના વાયરસની મહામારી સામે લડત લડતા ગુજરાતની જનતાના મિલકત વેરા, પાણી વેરા, વિજળી બીલ અને સ્કુલ ફી તેમજ ખેડુતોના દેવા માફ કરવા મારી આ પત્રથી આપને માંગણી સહ રજુઆત છે તો આ બાબતે આપની કક્ષાએથી યોગ્ય નિર્ણય લઈ ગુજરાતની જનતાને આર્થિક ભીંસમાંથી રાહત આપવા મારી રજુઆતને ધ્યાને લેશો તેવી આશા સહ..
મારો આ પત્ર આપને ઇ-મેઇલ મારફત તેમજ જિલ્લા સમારહર્તા મારફત તેમજ મારા પક્ષના માન.પ્રદેશ પ્રમુખશ્રી અમિતભાઇ ચાવડાને મોકલી રહ્યો છું. તો બાબતે યોગ્ય નિર્ણય કરવા મારી રજુઆત છે.
અહેવાલ : *આદીલખાન પઠાણ*
(બાબરા)

IMG-20200503-WA0048.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *