Uncategorized

ખેડુતો એ વધુ ભાવ મેળવવા માટે ધ્યાનમાં લેવાની બાબતો

જૂનાગઢ
તા.23.4.2020

ખેડુતો એ વધુ ભાવ મેળવવા માટે ધ્યાનમાં લેવાની બાબતો

જૂનાગઢ : ઘનિષ્‍ટ ખેતિમાં કૃષિના કામો સમયસરપુરા કરવા માટે યાંત્રીકરણની તાતી જરૂરીયાત ઉભી થયેલ છે. જોકે આપણા ખેડુતો પાસે ખેતરોના નાનાં એકમો કૂષિ યંત્રોનો સામુહીક અને વૈજ્ઞાનીક ઢબે ઉપયોગ કરવો જરૂરી છે. યંત્રોની કાર્યક્ષમતાને ઘ્યાને રાખીને ખેતીમાં યાંત્રીકરણ કરવાથી ઓછા ખર્ચે ખેતી કાર્યો ઝડપથી અને સમયસર પુરા કરી શકાય છે. આ રીતે ખેતી ખર્ચ ઘટાડવા સાથે સાથે યોગ્ય ગુણવતા પણ મળે છે. જેથી સારા ભાવ મેળવવામાં સરળતા રહે છે.
નાના અને સીમાંત ખેડુતો સ્વંય સંચાલીત અને કૂષિ ઓજારો અપનાવે તેમાટે કસ્ટમ હાયરિંગ સેન્ટરો વિકસસિત કરવાની જરૂરીયાત છે
કાપણી બાદના પગલા
(૧) માહિતી અને સંચાર ટેકનોલોજીનો ઉપયોગ-
માહિતી અને સંચાર ટેકનોલોજીનો ઉપયોગ માટે ઘ્યાનમાં રાખવાના મુદા –
બજાર અને વેર હાઉસના પ્રવર્તમાન ભાવની માહિતી માટે એગમાર્કનેટનો ઉપયોગ કરવો.
ખેડુતોએ કૃષિ ઉપજોના ભાવની,હવામાન અને અન્ય ખેતીને લગતી માહિતીના પ્રસારણથી વાકેફ રહેવુ જોઇએ.
કૃષિને લગતા પ્રકાશનો જેવા કે કૃષિગોવેઘા, કૃષિજીવન વગેરેનો ઉપયોગ કરવો.
ઇ-નામ દ્રારા ખેત પેદાશોના ખરીદ વેચાણની પઘ્ઘતિ સમજવી.

(૨) ખેત પેદાશો નું વર્ગીકરણ (ગ્રેડિંગ) અને માનકીકરણ (સ્ટાન્ડરડાઈઝેશન )
ખેત પેદાશોને અનુલક્ષીને ગ્રેડિંગના ધારા ધોરણો નક્કી કરવામાં આવ્યા છે.જે ખેડૂતો આ ધારા-ધોરણોના આધારે ગ્રેડિંગ કરે તો વધુ ભાવ મેળવી શકે છે. હાલમાં ખેડૂતોના કેટર અને ગ્રામયસ્તરે જ કૃષિ પેદાશોનું ગ્રેડિંગ અને સ્ટાન્ડરડાઈઝેશનની સુવિધા વધારવાની જરૂર છે.જેથી કૃષિ પેદાશોનો બગાડ ઓછો થાય અને ગુણવત્તા પણ સુધારે અને તેના વધુ ભાવ મળી શકે.
(૩) ખેત પેદાશોનું પેકેજીંગ
પેકેજીંગ એ કૃષિ પાકોના માર્કેટિંગનું પ્રથમ પગથીયું છે. સારું પેકેજીંગ હોવાથી ગ્રાહકોનું આકર્ષણ વધે છે.આજના આધુનિક યુગમાં ગ્રાહકો દ્વારા સારું પેકેજીંગ હોય તેવી વસ્તુને જલ્દી પસંદ કરવામાં આવે છે. પેદાશોનું યોગ્ય પેકિંગ ન હોય તો બગાડ થાય છે અને સાથે ગુણવત્તા પણ ઘટે છે.
(૪)સંગ્રહ
સામાન્ય રીતે કાપણી બાદ ખેત પેદાસઓના ભાવ નીચા જતાં રહેતા હોય છે એવું ઘણીવાર બને છે. બજારમાં માંગ કરતાં પુરવઠો વધતાં આવું થતું હોય છે. જો ખેડૂતો પોતાની ખેત પેદાશોનો વધુ ભાવ મેળવવા માંગતા હોય તો ખેત પેદાશોનો યોગ્યા સંગ્રહ કરવો જરૂરી છે.જેથી બજારમાં યોગ્ય ભાવ મળે ત્યારે ખેત પેદાશોનું વેંચાણ કરી શકાય.આથી સંગ્રહ દરમિયાન બગાડ ન થાય એની કાળજી રાખવી અને સંગ્રહની વૈજ્ઞાનિક પદ્ધતિનો અમલ કરવો જોઈએ તેમજ સરકારશ્રી દ્વારા અમલમાં મુકેલ સંગ્રહને લગતી વિવિધ યોજનાઓનો પણ લાભ લેવો જોઈએ .
(૫) મૂલ્યવર્ધન
આપણા દેશમાં કાપણી પછી ખાધ પાકોમાં ૧૨ થી ૧૫ % અને ફળ-શાકભાજીમાં ૨૦ થી ૩૦ % જેટલો બગાડ થાય છે. કાપણી પછી યોગ્ય માવજત અને મૂલ્યવર્ધન દ્વારા ખેત પેદાશોમાં થતું નુકશાન ઘટાડી શકાય છે અને ઊચા ભાવ મેળવી વધુ સારી આવક મેળવી શકાય છે.

રિપોર્ટ
અનિષ ગૌદાણા
જૂનાગઢ બ્યુરોચીફ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *