Uncategorized

જરૂરિયાત મંદ મહિલા એ પોતાના સંતાનોની ગરજ સારી હોવાનું જણાવી, કક્સપરા સંજોગોમાં મદદ કરવા

જરૂરિયાત મંદ મહિલા એ પોતાના સંતાનોની ગરજ સારી હોવાનું જણાવી, કપરા સંજોગોમાં મદદ કરવા બદલ જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત* કર્યો

💫 _*જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ મદદ સૌરભ સિંઘ દ્વારા* જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને *”પોલીસ પ્રજાનો મિત્ર છે”* એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ…_

💫 __જૂનાગઢ જિલ્લાના *પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ* એ જણાવ્યું હતુંકે જરૂરિયાત મંદ પરિવારને કપરા સંજોગોમાં સેવાકીય કાર્યોના કારણે , *સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ* નિભાવી, *પોલીસ પ્રજાની મિત્ર છે,* એ સૂત્ર સાર્થક કરતાહાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ, સરકાર શ્રી દ્વારા લોકોને સસ્તા અનાજની દુકાન ખાતે અનાજની કીટ આપવાનું ચાલુ હોય, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, પ્રોબે. ડીવાયએસપી એમ.ડી.બારીયા, ટ્રાફિક પીએસઆઇ એ.સી. ઝાલા સહિતના અધિકારીઓ તથા સ્ટાફ ઝાંઝરડા રોડ ઉપર *સસ્તા અનાજની દુકાનોમાં ચાલતું વેચાણ બાબતે ચેકીંગ* મા ગયેલા હતા. દરમિયાન *ઝાંઝરડા રોડ ઉપર ઝૂપડપટ્ટીમાં રહેતા અને મૂળ માંગરોળ તાલુકાના ગોરાજ ગામના વતની એવા સવિતાબેન લખમણભાઈ ચુડાસમાએ ત્યાં આવી, સસ્તા અનાજના દુકાનદારને હાલ પોતાનો શાકભાજીનો ધંધો લોક ડાઉન પરિસ્થિતિના કારણે કરી શકતા ન હોઈ, હાલ અનાજના ફાંફા હોઈ, પોતાની પાસે પોતાના ગામનું રેશન કાર્ડ હોઈ, પોતાને પણ રાશનનું અનાજ મળે તો, લેવા આવેલા* હોવાનું જણાવેલ હતું. પરંતુ દુકાનદારે તેઓને તેમના *ગામની સસ્તા અનાજની દુકાનેથી જ અનાજ તથા અન્ય ચીજ વસ્તુઓ મળે, અહીંયા આપી ના શકાય.* દુકાનદારનો જવાબ સાંભળી, આવેલ *મહિલા દુકાનદારને કરગરવા લાગેલ હતી. દુકાનદારની પણ મર્યાદા હોઈ, મહિલાને અહિયાથી અનાજ આપી ના શકાય, તેવું જણાવી, ઇન્કાર* કરી દીધો હતો …_

💫 _ જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા,ના જણાવ્યા પ્રમાણે
સસ્તા અનાજની દુકાન પર ચેકીંગમાં આવતા વાર્તાલાપ દરમ્યાન પ્રોબે. ડીવાયએસપી એમ.ડી.બારીયા, ટ્રાફિક પીએસઆઇ એ.સી. ઝાલા સહિતના અધિકારીઓ તથા સ્ટાફ સાંભળતા, પરિસ્થિતિ પામી ગયા હતા અને મહિલાનું સરનામું તથા મોબાઈલ નંબર મેળવી, સાંજે મહિલાના ઘરે ટ્રાફિક શાખાના હે.કો. ઝવેરગીરી, સંજયભાઈ ગઢવી, અશોકભાઈ, કમાન્ડો ભગાભાઈ, ટ્રાફિક બ્રિગેડ ભાવિનભાઈ, પવનભાઈ, સહિતના સ્ટાફની ટીમ દ્વારા અનાજ, તેલ, ચોખા સહિતની કીટ પહોંચાડી દેવામાં આવેલ હતી. *જૂનાગઢ પોલીસ દ્વારા જરૂરિયાત મંદ મહિલાની મદદ કરતા, સિનિયર સિટીઝન મહિલા સવિતાબેન ભાવ વિભોર થઈ ગયેલ હતા. તેઓએ જૂનાગઢ પોલીસને પોતાના સંતાનોની ગરજ સારી હોવાનું જણાવી, કપરા સંજોગોમાં મદદ કરવા બદલ આભાર વ્યક્ત* કર્યો હતો…_

મહેશ કથીરિયા
બ્યુરો ચીફ જૂનાગઢ

IMG-20200406-WA0048.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *