જામજોધપુરમાં કોરોનાવાયરસ મહામારી અંતર્ગત શહેરમાં જરૂરિયાત મંદો માટે ભોજન કીટ બનાવી વિતરણ કરાઈ
કોરોના વાયરસ મહામારી અંતર્ગત જામજોધપુર રોકડીયા હનુમાન મંદિર અન્નક્ષેત્ર લખુબાપા પાબારી નાં સહયોગ થી શહેર નાં જરૂરીયાત મંદો માટે ભોજન કિટ બનાવી વિતરણ કરવામાં આવી જેમની મદદ માટે રોકડીયા ભક્ત મંડળ, જલારામ મંદિર યુવક મંડળ તેમજ માર્કેટીંગ યાર્ડ નાં ડિરેક્ટર જયસુખભાઇ વડાલીયા, નગરપાલિકા ઉપપ્રમુખ ડાડુભાઈ ગઢવી તેમજ શહેર ભાજપ સેવા ઇન્ચાર્જ મુકેશ નાનવડા વિગેરે મિત્રો હાજર રહ્યા હતા
રિપોર્ટ વિજય બગડા જામજોધપુર