જામજોધપુર માર્કેટિંગ યાર્ડ મુકામે એરંડા તથા જીરુની હરરાજીનો પ્રારંભ
જામજોધપુર આજરોજ હરરજીમાં લોકડાઉનમાં તમામ નિયમો જળવાય તથા વેપારીઓ અને ખેડૂતો વચ્ચે સોસિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે માર્કેટિંગ યાર્ડના ઉપપ્રમુખશ્રી સી.એમ.વાછાણી તથા ડાઈરેક્ટરશ્રી જયસુખભાઈ વડાલીયા દ્વારા જરૂરી સૂચનો અને માર્ગદર્શન માર્કેટિંગ યાર્ડના કર્મચારીને આપી રહ્યા છે.આજના જીરૂના ભાવ 2550 થી 2600 ઉપજેલ તથા એરંડામાં 700 થી 736 એવરેજ ભાવ રહેલ હતા તેમજ એરંડા માટે 48 ખેડૂતો તથા જીરા માટે 82 ખેડૂતો આવેલ હતા અને ખેડૂતોનો પ્રવાહ હજુ વધે તેવી શક્યતા છે,આમ હાલ માર્કેટિંગ યાર્ડ જામજોધપુર ફરી ધમધમતું થઈ રહ્યું છે.તેમજ માર્કેટિંગ યાર્ડ મુકામે માર્કેટિંગ યાર્ડના ઉપપ્રમુખશ્રી સી.એમ.વાછાણી દ્વારા આયુર્વેદિક ઊંકળો (કાવો) વિના મૂલ્યે વેપારીઓ અને ખેડૂતો ને વિતરણ કરવામાં આવી રહ્યો છે.
તસવીર વિજય બગડા જામજોધપુર