Uncategorized

જિલ્લા માહિતી કચેરી અમરેલી* અમરેલીના યોગેશ્વર કિરાના સ્ટોર્સમાં આવશ્યક ચીજ

*જિલ્લા માહિતી કચેરી અમરેલી*
અમરેલીના યોગેશ્વર કિરાના સ્ટોર્સમાં આવશ્યક ચીજ વસ્તુઓના વધુ ભાવ લેવાતા પુરવઠા તંત્ર દ્વારા કરાઈ કાર્યવાહી:દુકાન સિલ થઈ

સંગ્રહખોરી કે ભાવ વધારા સંબંધે ૦૨૭૯૨-૧૦૭૭ પર લોકોને માહિતી આપી તંત્રને મદદ કરવા અપીલ

દુકાનદારો દ્વારા ભાવવધારો લેવામાં આવશે તો તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી થશે

અમરેલી, તા: ૩૧ માર્ચ – હાલમાં કોરોના વાયરસની મહામારીને ફેલાતી રોકવા માટે રાજ્યભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે ૨૧ દિવસ માટે કોઈએ ઘરની બહાર નીકળવાનું નથી. આવા સમયે બજારોમાં માત્ર આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો જ ખોલી શકવાની પરવાનગી મળી છે. ત્યારે દુકાનદારો ગ્રાહકો પાસેથી વધુ ભાવ લેશે તો તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

આ સંદર્ભે આજરોજ અમરેલી શહર ખાતે યોગેશ્વર કિરાણા સ્ટોર્સમાં વસંતભાઈ હરિભાઈ સતાસીયા ૫ કિલો બાસમતી ચોખાની ખરીદી કરવા જતાં બજાર કિંમત કરતા વધુ ભાવ લેવાતા તેમણે આ દુકાનના માલિક નીતિનભાઈ નટવરભાઈ ખખર વિરુદ્ધ ડી.વાય.એસ.પી. રાણા સાહેબને ફરિયાદ કરી છે. રાણાસાહેબે આ બાબત તરફ પુરવઠા તંત્રનું ધ્યાન દોરતા કલેક્ટરશ્રીની સૂચના મુજબ તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. તેમની પાસેથી લોકડાઉન દરમિયાન દુકાન ખુલ્લી રાખવાનો પાસ જપ્ત કરી અને હાલ તેમની દુકાન સીલ કરવામાં આવી છે.

આ સાથે જ અમરેલી જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓના વેચાણ સાથે સંકળાયેલા તમામ દુકાનદારોને તાકીદ કરવામાં આવી હતી કે, જો કોઈ વેચાણકર્તા વિરુદ્ધ ગ્રાહક દ્વારા વધુ કિંમતે માલ વેચાણની ફરિયાદ કરવામાં આવશે, તો દુકાનદાર વિરુદ્ધ કાયદેસરના કડક પગલાં લેવામાં આવશે. ઉપરાંત સંગ્રહખોરી કે ભાવ વધારા સંબંધે ૦૨૭૯૨-૧૦૭૭ પર લોકોને માહિતી આપી તંત્રને મદદ કરવા અપીલ પણ કરવામાં આવી છે. તેમ જિલ્લા પુરવઠા અધિકારી, અમરેલીની યાદીમાં જણાવાયું છે.

જિલ્લા માહિતી કચેરી – અમરેલી
રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ

રિપોર્ટ   : રસિક વેગડા (મોટીકુકાવાવ)

IMG-20200331-WA0039-0.jpg IMG-20200331-WA0040-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *