Uncategorized

જિલ્લા માહિતી કચેરી અમરેલી* જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નિરાધાર લોકોની મદદ કરવાનો નિર્ધાર

*જિલ્લા માહિતી કચેરી અમરેલી*
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નિરાધાર લોકોની મદદ કરવાનો નિર્ધાર

અમરેલી જિલ્લાના વિવિધ તાલુકા ખાતે શ્રમિકો અને નિરાધારો માટે આશ્રયગૃહ કાર્યરત

જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા વહિવટી તંત્રને હેલ્પ લાઈન નંબર – (૦૨૭૯૨)૧૦૭૭ પર જાણ કરવા અપીલ

અમરેલી, તા. ૩૧ માર્ચ – હાલ કોરોના વાઇરસને કારણે લોકડાઉનની પરિસ્થિતિમાં શ્રમિકો તેમજ મજૂર વર્ગના ધંધા – રોજગાર બંધ થતાં આ વર્ગના લોકો ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે. દૈનિક મજૂરી કરી અને રોજનું કમાતા રોજમદારોને ઘર ચલાવવા મુશ્કેલી પડી રહી છે. ત્યારે જિલ્લા વહીવટીતંત્ર તમામ શ્રમિક, નિરાધાર તેમજ જરૂરિયાતમંદ વ્યક્તિઓની વહારે આવ્યું છે.

અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના વિવિધ તાલુકા મથકે આશ્રય ગૃહની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં આવાં જરૂરિયાતમંદ લોકોને ભોજન આપવામાં આવશે. તો જિલ્લાવાસીઓને પણ અપીલ કરવામાં આવે છે કે, જો તમે કોઈ શ્રમિક, નિરાધાર તથા જરૂરિયાતમંદ વ્યક્તિઓને જુઓ તો તેના ભોજનની વ્યવસ્થા માટે હેલ્પ લાઈન નંબર – (૦૨૭૯૨)૧૦૭૭ અથવા નોડલ ઓફિસર – ૯૩૨૮૫૩૫૦૦૫ પર સંપર્ક કરવો.

આ સિવાય અમરેલીમાં આદર્શ નિવાસી શાળા માંગવાપાળ ખાતે ઉભા કરાયેલા આશ્રય ઘરમાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. ૮૩૪૭૭ ૨૦૬૪૪ નંબર પર આ આશ્રય ગૃહના ઇન્ચાર્જનો સંપર્ક કરી શકાશે. સાવરકુંડલામાં શામજી ઉપવન વાડી વિસ્તાર ખાતે આશ્રય ઘરની વ્યવસ્થા કરવામાં આવી છે. ૯૪૨૮૩ ૪૨૫૦૫ / ૯૮૨૫૬ ૭૨૦૬૨ નંબર પર આશ્રય ગૃહના ઇન્ચાર્જનો સંપર્ક કરી શકાશે. લાઠીમાં કાણકીયા હાઈસ્કૂલ, ચાવંડ ખાતે જરૂરિયાત મંદ લોકો માટે આશ્રય ઘરની વ્યવસ્થા કરવામાં આવી છે. ૯૯૭૮૭ ૦૭૫૩૨ / ૯૮૯૮૦ ૫૪૦૪૦ નંબર પર આશ્રય ગૃહના ઇન્ચાર્જનો સંપર્ક કરી શકાશે. ધારીમાં આદર્શ નિવાસી શાળા, વિરપુર ખાતે આ વ્યવસ્થા કરવામાં આવી છે. ૭૫૬૭૭ ૬૦૧૮૫ / ૯૪૦૯૧ ૨૪૫૨૬ નંબર પર આશ્રય ગૃહના ઇન્ચાર્જનો સંપર્ક કરી શકાશે. રાજુલામાં મોડેલ સ્કૂલ, જી.એમ.બી. કોલેજની પાસે આ પ્રકારના આશ્રય ગૃહ ની વ્યવસ્થા કરવામાં આવી છે. ૭૯૮૪૬ ૩૧૧૬૪ / ૯૮૨૪૩ ૫૩૭૮૦ નંબર પર આશ્રય ગૃહના ઇન્ચાર્જનો સંપર્ક કરી શકાશે.

વહીવટીતંત્ર દ્વારા આ અનોખી પહેલ થકી જરૂરિયાતમંદ લોકોને જમવાનું પૂરું પાડવામાં આવશે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શ્રમિકો તેમજ નિરાધાર વ્યક્તિઓ માટે ખરેખર સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે.

જિલ્લા માહિતી કચેરી – અમરેલી
રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ

રિપોર્ટ   : રસિક વેગડા (મોટીકુકાવાવ)

IMG-20200331-WA0042-0.jpg IMG-20200331-WA0041-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *