Uncategorized

જિલ્લા માહિતી કચેરી અમરેલી અમરેલી જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કોરોના સંક્રમણ અંગે લેવાયેલ પગલાં

જિલ્લા માહિતી કચેરી અમરેલી
અમરેલી જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કોરોના સંક્રમણ અંગે લેવાયેલ પગલાં

તા. ૩૧ માર્ચ

હાલમાં વિશ્વનાં ૧૦૦ થી વધુ દેશોમાં નોવેલ કોરોના વાયરસ (કોવીડ-૧૯) નાં સંક્રમણથી પ્રભાવીત થયેલ છે. હાલમાં ભારતમાં પણ ઘણાં રાજ્યો આ રોગથી પ્રભાવીત થયેલ છે. અમરેલી જિલ્‍લામા એક પણ કેસ પોઝીટીવ નોંધાયેલ નથી. આ રોગનાં અટકાયતી પગલાંનાં ભાગરૂપે ગુજરાતનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, નવા સચિવાલય, ગાંધીનગર દ્વારા નોવેલ કોરોના વાઇરસ (કોવીડ-૧૯) નાં રોગચાળાને અટકાવવા એપેડેમિક એક્ટ-૧૮૯૭ માં સમાવિષ્ટ કરી તા.૧૩/૦૩/૨૦૨૦ થી નોટીફાઇ કરેલ. આ રોગચાળો જાહેરમાં થુંકવા તથા જાહેરમાં છીંક ખાવાથી ફેલાઇ છે.

નોટીફીકેશન અન્વયે જાહેરમાં થુંકવા પર પ્રતિબંધ હોય તમામ નગરપાલિકા તેમજ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત દ્વારા જાહેરમાં થૂકનાર સામે દંડ ની કાયૅવાહી કરવામાં આવે છે. જે અન્‍વયે અમરેલી જિલ્‍લા મા અન્‍યાર સુધીમા કુલ-૩૮૫ કેસ કરીને રુ.૯૧૧૫૦ નો દંડ વસુલવામાં આવેલ છે.

અમરેલી જિલ્‍લામા તાલુકા કક્ષાએ સ્‍ક્રીનીંગ ચેકપોસ્‍ટ કાર્યરત છે. આ તમામ ચેકપોસ્‍ટોમા પેસેન્‍જરોના સ્‍ક્રીનીંગ દરમ્‍યાન કુલ-૨૫૮ વાહનોના કુલ-૬૫૭ પેસેન્‍જરોનુ સ્‍ક્રીનીંગ કરવામા આવ્‍યુ જેમાથી કુલ-૫૧ ગુજરાત બહારના પેસેન્‍જરો હતા. જેમા ના કોઇ વ્‍યકિત તાવ શરદી ઉધરસ ની ફરીયાદ જોવા મળેલ ન હતી.

જિલ્‍લાની સરકારી તેમજ ખાનગી ફેસીલીટી મળીને કુલ-૨૭૫ ફલુ કોર્નર કાર્યરત કરવામા આવેલ છે અત્‍યાર સુધીમા’ આ કાર્યરત તમામ ફલુ કોર્નરમા સામાન્‍ય શરદી ઉધરસવાળા કુલ- ૯૮૪ દર્દીઓને સારવાર આપી સ્‍વૈચ્‍છિક હોમ કોરેન્‍ટાઇન્‍ડ રહેવા સૂચના આપવામા આવી.

આજદિન સુધી જાહેર સ્‍થળોમા કુલ-૪૧૦ નોવેલ કોરોના ની જનજાગૃતિના બેનરો લગાવવામા આવેલ છે અને જિલ્‍લાઓના કુલ-૩૭૫ ગામોમા નોવેલ કોરોના જનજાગૃતિ માઇકપ્રચાર કરવામા આવેલ છે. કુલ-૩૪૯ જગ્‍યાઓમા નોવેલ કોરોના ની જનજાગૃતિની જાહેર નોટીસ બોર્ડ લગાવવામા આવેલ છે તેમજ કુલ-૪૭૮૨૬ ૫ત્રિકાઓનુ વિતરણ કરેલ છે તેમજ કુલ-૧૧ તાલુકાની સ્‍થાનિક ન્‍યુઝ ચેનલોમા પણ કોરોના રોગ અટકાયતી સ્‍ક્રોલીંગ જાહેરાત ચાલુ રાખવામા આવેલ છે.

અમરેલી જિલ્‍લાના તમામ આરોગ્‍ય કર્મચારીઓ તથા શિક્ષકો અને આગણવાડી વર્કર ધ્‍વારા ઘરે ઘરે ફરી ને કુલ-૧૫૩ ઘર ના કુલ-૬૨૯ વ્‍યકિતઓની હાઉસ ટુ હાઉસ સર્વેલન્‍સ ની કામગીરી કરવામા આવી રહી છે આ સર્વે દરમ્‍યાન તાવ, શરદી ની તકલીફવાળી વ્‍યકિત મળેલ ન હતી. આમ અત્‍યાર સુધીમા અમરેલી જિલ્‍લા મા કુલ-૧૭૧૧૬૨૫ નો હાઉસ ટુ હાઉસ સર્વે કરવામા આવેલ છે.

અમરેલી જિલ્‍લામા વિદેશથી આવેલ કુલ-૬૨ વ્‍યકિતઓને હોમ કોરન્‍ટાઇન કરવામા આવેલ છે જેમાથી ૧૬-વ્‍યકિતઓને સરકારી કોરન્‍ટાઇન ફેસીલીટીઓમા દાખલ કરેલ છે. અને તમામ ને ગાઇડ લાઇન અનુસાર સ્‍ટેમ્‍પ લગાવવામા આવેલ છે.

અમરેલી જિલ્‍લા મા હોમ કોરન્‍ટાઇન ના ભંગ બદલ કુલ-૧ ફરિયાદ દાખલ કરવામા આવેલ છે.

અમરેલી જિલ્‍લાના કુલ ૩- વ્‍યકિતઓના શંકાસ્‍૫દ કોરાના કેસ અન્‍વયે સેમ્‍પલ લેવામા આવેલ જે તમામ નેગેટીવ આવેલ છે.

અમરેલી જિલ્‍લાની દરેક વ્‍યકિતઓએ સરકારીશ્રીના ર૧- દિવસના લોકડાઉન અન્‍વયે ફરજીયાત ઘરમા રહે અને હાથ મો ની સ્‍વચ્‍છતા જાળવે, જિલ્‍લા-રાજય કે વિદેશથી આવેલ જિલ્‍લા બહારની વ્‍યકિતઓ સાથે દુરી બનાવી રાખે તે જરુરી છે. આમ છતા કોઇને તાવ શરદી ઉધરસની ફરીયાદ જણાઇ તો ટોલ ફ્રી – ૧૦૪ નો અથવા જિલ્‍લાના કન્‍ટ્રોલ રૂમ નં.(૦ર૭૯ર) રર૮૨૧૨ અને મોબાઇલ નંબર – ૮૨૩૮૦૦૨૨૪૦ નો સં૫ર્ક કરવા અપીલ કરવામા આવે છે.

જિલ્લા માહિતી કચેરી – અમરેલી
સુમિત ગોહિલ

રિપોર્ટ   : રસિક વેગડા (મોટીકુકાવાવ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *