*જિલ્લા માહિતી કચેરી અમરેલી*
*કોરોના સંક્રમણને અટકાવવા અમરેલી આરોગ્ય તંત્રના પગલાં*
તા. ૧ એપ્રિલ, અમરેલી
અમરેલી જિલ્લામાં કોરોના વાઇરસનાં રોગચાળાને અટકાવવા જિલ્લા આરોગ્ય તંત્રએ સરપંચશ્રીઓ – તલાટી મંત્રીશ્રીઓ પાસેથી જિલ્લા તથા રાજયબહારની વ્યકિતઓની યાદી મેળવીને નીચે મુજબ તમામ વ્યકિતઓના સર્વેની કામગીરી હાથ ધરવામા આવી હતી.
આરોગ્ય કર્મીઓ દ્વારા અમરેલી જિલ્લાના, જિલ્લા બહાર તથા રાજયબહારના મળીને કુલ – ૩,૧૬,૩૭પ ઘરોની મુલાકાત લઈ કુલ – ૧૭,૧૧,૬૨૫ વ્યકિતઓનો સર્વે હાથ ધરવામા આવ્યો હતો.
આ સર્વેમા અમરેલી જિલ્લા બહારની કુલ – ૭૮૫૧૮ વ્યકિત અને રાજય બહારની કુલ-૨૦૪૩ વ્યકિતઓને તપાસણીમા આવરી લેવામા આવેલ.
આ તમામ વ્યકિતઓનો હાઉસ ટુ હાઉસ સર્વે દરમ્યાન સામાન્ય તાવ, શરદી, ઉધરસ તેમજ શ્વાસની તકલીફવાળા કુલ-૩૬૪૪ વ્યકિતઓ મળતા તેમાથી એમ.બી.બી.એસ. ડોકટરશ્રીઓ દ્વારા તપાસણી અને સારવાર કરવામા આવેલ છે. આ સર્વે દરમ્યાન અતિ ગંભીર તકલીફવાળા કુલ-૬૦૫ દર્દીઓને ફિઝીશયન દ્વારા તપાસણી અને સારવાર આપવાની કામગીરી હાલ ચાલુ છે.
Dr. Techo+ Online Software અન્વયે અમરેલી જિલ્લાની કુલ-૧૨૧ પ્રાઇવેટ કલીનીકોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે અને તેમના દ્વારા કરેલ સ્ક્રીનીંગનુ ઓનલાઇન રિપોર્ટીગ કરવામા આવે છે. અત્યાર સુધીમા આ પ્રાઇવેટ કલીનીક ધ્વારા કુલ-ર૦૩ દર્દીઓનુ સ્ક્રીનીગ કરવામા આવેલ છે. જેમાથી તાવ શરદી ઉઘરસવાળા કુલ-૪૬ દર્દીઓની તપાસ કરી સારવાર કરવામા આવેલ છે.
આમ અમરેલી જિલ્લામા કોરોના રોગચાળો અટકાયતી માટે જિલ્લા તથા જિલ્લા-રાજય બહારની વ્યકિતઓને તપાસણીમા આવરી લેવામા આવેલ, તેમજ બાકી બહેતા તમામને આગામી ૩- દિવસમા તપાસણીમા આવરી લઇ કામગીરી પુર્ણ કરવામા આવશે.
રકતદાન કરી, જીંદગી બચાવો – સરકારશ્રીનાં ર૧- દિવસના લોકડાઉન ના સમયમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સહિત ની અમરેલી જિલ્લાની બ્લડ બેન્કોમાં બ્લડ ડોનેશન માટે દાતાઓ ન આવતા બ્લડ ની ઉણપ ન સર્જાય તે માટે રકતદાન કરવા ઇચ્છુક દાતાએ તેમનુ નામ, સરનામુ, મોબાઇલ નંબર તેમજ બ્લડ ગૃ૫ મોબાઇલ નંબર ૮૨૩૮૦૦૨૨૪૦ ઉ૫ર વોટસએપ કરવા અપીલ કરવામા આવે છે.
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)