Uncategorized

જિલ્લા માહિતી કચેરી અમરેલી* અમરેલી નગરપાલિકા દ્વારા અનોખી પહેલ : સેનેટાઇઝિંગ ટનલનું નિર્માણ

*જિલ્લા માહિતી કચેરી અમરેલી*
અમરેલી નગરપાલિકા દ્વારા અનોખી પહેલ : સેનેટાઇઝિંગ ટનલનું નિર્માણ

સેનેટાઇઝિંગ ટનલમાં પ્રવેશતા ૫ જ સેકન્ડમાં વ્યક્તિ સંપૂર્ણપણે જીવાણુ મુક્ત થઇ જશે

લોકો ઘરની બહાર નીકળતા દરેક ત્યારે આ સમયે કાર્યરત સેવાકર્મીઓ પોતાના ઘરે જતા ડરે છે

ઓછા ખર્ચે આરોગ્ય સામે રક્ષણ મેળવવા સૌએ આ પ્રકારના મશીન અપનાવવા ઇચ્છનીય

માત્ર ૩૬ જ કલાકની જહેમત બાદ અદ્યતન ટનલ હાલ અમરેલી ખાતે કાર્યરત

સેન્સર દ્વારા વ્યક્તિના પ્રવેશ કરતાંની સાથે જ ટનલમાં પમ્પ કાર્યરત થઈ જાય છે

આરોગ્ય સાથે સંકળાયેલ સ્થળો પર આ પ્રકારની સેનેટાઇઝિંગ ટનલ મૂકવામાં આવે તો ૭૦ ટકા ખતરો ટળશે

અમરેલી, તા. ૨ એપ્રિલ

હાલ સમગ્ર વિશ્વ કોરોનાવાયરસ – કોવિડ ૧૯ના ભરડામાં છે. ત્યારે કોરોના ની મહામારીને પહોંચી વળવા ભારત સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા અનેક પગલાઓ લેવામાં આવી રહ્યા છે. આ સમયે વહીવટી તંત્ર પણ અલગ-અલગ ટેકનોલોજીનો ઉપયોગ કરી આ મહામારી સામે બાથ ભીડવા આગળ આવ્યું છે.

અમરેલી નગરપાલિકા દ્વારા લોકડાઉનમાં સતત કાર્યરત પોલીસકર્મીઓ, આરોગ્યકર્મીઓ તેમજ સફાઈકર્મીઓ સાથે ૨૪ કલાક કાર્યરત સેવકર્મીઓના આરોગ્યની તકેદારી માટે અતિ આધુનિક સેનેટાઝિંગ ટનલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આપણાં પોલીસ કર્મીઓ, આરોગ્યકર્મીઓ સાથે અનેક લોકો પોતાના જીવના જોખમે પણ આપણી સુરક્ષા માટે ૨૪ કલાક પોતાની ડ્યુટી પર હાજર રહે છે. આવા સમયે આપણા આ યોદ્ધાઓને કોરોનાવાયરસનું સંક્રમણ ન લાગે તે માટે તેમને જીવાણુ મુક્ત કરવા અમરેલી નગરપાલિકાએ એક નવતર પહેલ કરી છે. જેમાં પ્રવેશ કરતાં જ માણસનું સંપૂર્ણ શરીર સેનેટાઈઝ પામે છે, અને જીવાણુંમુક્ત થાય છે.

અમરેલી નગરપાલિકાના એન્જીનીયર શ્રી ખોરાસીયાએ આ સેનેટાઝિંગ ટનલ વિશે વધુ જાણકારી આપતા જણાવ્યું હતું કે, પોલીસકર્મીઓ, ટ્રાફિકપોલીસ, નગરપાલિકાના સફાઈ કર્મીઓ લોકડાઉનમાં પણ કોરોનાના સંક્રમણ વચ્ચે સતત કાર્યરત છે, તેઓ પોતાની ફરજ પરથી પોતાના ઘરે જાય ત્યારે તેઓ સંપૂર્ણ રીતે જીવાણુ મુક્ત હોય તે જરૂરી છે. તેથી તેમના સ્વાસ્થ્યની તકેદારી માટે અને તેમને સેનેટાઇઝિંગ કરવા અમે આ પ્રકારની પહેલ કરી છે. ઈટાલીના આ પ્રકારના મશીન પરનો વિડિઓ જોઈ અમને પ્રેરણા મળી અને માત્ર ૩૬ કલાકમાં જ અમે સેનેટાઇઝિંગ ટનલ બનાવી છે. અમરેલીના પરમાર મિકેનિકલ વર્કસના યુવા એન્જીનીયરોના સંપર્કમાં રહી અને કલેકટરશ્રીના તેમજ નગરપાલિકા સદસ્ય ગણના માર્ગદર્શન પ્રમાણે તેમજ આરોગ્ય વિભાગના સૂચનો પ્રમાણે તાત્કાલિક ધોરણે અદ્યતન સેનેટાઈઝીંગ ટનલનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેની લંબાઈ ૧૨ ફૂટ છે. બહારની તરફ પમ્પ લગાડેલો છે તેમજ ફક્ત ૧૨ ડી.સી.કરંટનું વીજ કનેક્શન છે. આ ટનલમાં ૨૪ કલાક પાણી તેમજ સેનેટાઈઝરની સપ્લાય મળી રહે તે મુજબની વ્યવસ્થા કરવામાં આવી છે.

ફરજ પરથી ઘરે પર જતાં પૂર્વે ૧૨ ફૂટની આ ટનલમાં પ્રવેશ કરતાંની સાથે જ પાંચ સેકન્ડમાં લોકોનું શરીર જીવાણુઓ મુક્ત થઇ જશે. આ ટનલમાં પ્રતિમિનિટે એક લીટર સેનેટાઇઝરનો વપરાશ કરવામાં આવે છે. સેન્સર દ્વારા વ્યક્તિના પ્રવેશ કરતાંની સાથે જ ટનલમાં પમ્પ કાર્યરત થઈ જાય છે.

કોરોનાની મહામારી વચ્ચે તમામ નગરપાલિકા, મહાનગરપાલિકા તેમજ આરોગ્ય સાથે સંકળાયેલ સ્થળો પર આ પ્રકારની સેનેટાઇઝિંગ ટનલ મૂકવામાં આવે તો ૭૦ ટકા ખતરો ટળશે. ઓછા ખર્ચે આરોગ્ય સામે રક્ષણ મેળવવા સૌએ આ પ્રકારના મશીન અપનાવવા ઇચ્છનીય છે.
———————-
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ

રિપોર્ટ   : રસિક વેગડા (મોટીકુકાવાવ)

IMG-20200402-WA0032-1.jpg IMG-20200402-WA0034-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *