Uncategorized

જિલ્લા માહિતી કચેરી અમરેલી અમરેલી આરોગ્ય તંત્ર દ્વારા કોરોના સંક્રમણ અંતર્ગત લેવાયેલા પગલાં હાલમાં વિશ્વનાં ૧૦૦ થી વધુ દેશોમાં નોવેલ કોરોના વાયરસ

જિલ્લા માહિતી કચેરી અમરેલી
અમરેલી આરોગ્ય તંત્ર દ્વારા કોરોના સંક્રમણ અંતર્ગત લેવાયેલા પગલાં

હાલમાં વિશ્વનાં ૧૦૦ થી વધુ દેશોમાં નોવેલ કોરોના વાયરસ (કોવીડ-૧૯) નાં સંક્રમણથી પ્રભાવીત થયેલ છે. હાલમાં ભારતમાં પણ ઘણાં રાજ્યો આ રોગથી પ્રભાવીત થયેલ છે. અમરેલી જિલ્‍લામા એક પણ કેસ પોઝીટીવ નોંધાયેલ નથી. આ રોગનાં અટકાયતી પગલાંનાં ભાગરૂપે ગુજરાતનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, નવા સચિવાલય, ગાંધીનગર દ્વારા નોવેલ કોરોના વાઇરસ (કોવીડ-૧૯) નાં રોગચાળાને અટકાવવા એપેડેમિક એક્ટ-૧૮૯૭ માં સમાવિષ્ટ કરી તા.૧૩/૦૩/૨૦૨૦ થી નોટીફાઇ કરેલ. આ રોગચાળો જાહેરમાં થુંકવા તથા જાહેરમાં છીંક ખાવાથી ફેલાઇ છે.

અમરેલી જિલ્‍લામા તાલુકા કક્ષાએ સ્‍ક્રીનીંગ ચેકપોસ્‍ટ કાર્યરત છે. આ તમામ ચેકપોસ્‍ટોમા પેસેન્‍જરોના સ્‍ક્રીનીંગ દરમ્‍યાન કુલ-૯૫ વાહનોના કુલ-૨૪૪ પેસેન્‍જરોનુ સ્‍ક્રીનીંગ કરવામા આવ્‍યુ. જેમા ના કોઇ વ્‍યકિત તાવ શરદી ઉધરસ ની ફરીયાદ જોવા મળેલ ન હતી.

જિલ્‍લાની સરકારી તેમજ ખાનગી ફેસીલીટી મળીને કુલ-૨૭૭ ફલુ કોર્નર કાર્યરત કરવામા આવેલ છે અત્‍યાર સુધીમા’ આ કાર્યરત તમામ ફલુ કોર્નરમા સામાન્‍ય શરદી ઉધરસવાળા કુલ- ૬૬૬ દર્દીઓને સારવાર આપી સ્‍વૈચ્‍છિક હોમ કોરેન્‍ટાઇન્‍ડ રહેવા સૂચના આપવામા આવી.

આજદિન સુધી જાહેર સ્‍થળોમા કુલ-૪૧૦ નોવેલ કોરોના ની જનજાગૃતિના બેનરો લગાવવામા આવેલ છે અને આજ રોજ જિલ્‍લાના કુલ-૪૪૬ ગામોમા નોવેલ કોરોના જનજાગૃતિ માઇકપ્રચાર કરવામા આવેલ છે. કુલ-૩૬૮ જગ્‍યાઓમા નોવેલ કોરોના ની જનજાગૃતિની જાહેર નોટીસ બોર્ડ લગાવવામા આવેલ છે તેમજ કુલ-૪૮૮૫૭ ૫ત્રિકાઓનુ વિતરણ કરેલ છે તેમજ કુલ-૧૧ તાલુકાની સ્‍થાનિક ન્‍યુઝ ચેનલોમા પણ કોરોના રોગ અટકાયતી સ્‍ક્રોલીંગ જાહેરાત ચાલુ રાખવામા આવેલ છે.

અમરેલી જિલ્‍લાના તમામ આરોગ્‍ય કર્મચારીઓ તથા આગણવાડી વર્કર ધ્‍વારા કુલ-૧૭૧૧૬૨૫ નો હાઉસ ટુ હાઉસ સર્વે કરવામા આવેલ છે. ત્‍યારબાદ તા.ર૭-૩-૨૦૨૦ થી તમામ જગ્‍યાએ રિ-સર્વેની કામગીરી હાથ ધરવામા આવેલ છે. જેમા અત્‍યાર સુધીમા કુલ-રર૯૯૩ ઘરોના કુલ-૧૦૪૬૬૯૮ વ્‍યકિતઓની પુનઃ તપાસ કરતા તેમાથી તાવ શરદી ઉધરસવાળા કુલ-૧ર૩ દર્દીઓ મળેલ જેમા પ-રાજયબહારના હતા તમામને સારવાર આપી હોમ કોરન્‍ટાઇન કરવાની સૂચના આપવામા આવી છે.

અમરેલી જિલ્‍લામા આજદિન સુધી જિલ્‍લા તથા રાજય બહાર તેમજ વિદેશથી આવેલ કુલ-૧૪૩૯ વ્‍યકિતઓને હોમ કોરન્‍ટાઇન કરવામા આવેલ છે જે પૈકી ર૦- વ્‍યકિત જિલ્‍લાની કોરન્‍ટાઇન ફેસીલીટીમા દાખલ છે.

અત્‍યાર સુધીમા કુલ-૪૮૩ સરકારી કચેરીઓ, બેન્‍કોને સેનીટાઇઝ કરવામા આવેલ છે.

નોટીફીકેશન અન્વયે જાહેરમાં થુંકવા પર પ્રતિબંધ હોય તમામ નગરપાલિકા તેમજ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત દ્વારા જાહેરમાં થૂકનાર સામે દંડ ની કાયૅવાહી કરવામાં આવે છે. જે અન્‍વયે અમરેલી જિલ્‍લા મા અન્‍યાર સુધીમા કુલ-૪૦૫ કેસ કરીને રુ.૯૩૫૦૦ નો દંડ વસુલવામાં આવેલ છે.

રકતદાન કરી, જીંદગી બચાવો – સરકારશ્રીનાં ર૧- દિવસના લોકડાઉન ના સમયમાં ઇન્‍ડિયન રેડ ક્રોસ સોસાયટી સહિત ની અમરેલી જિલ્‍લાની બ્‍લડ બેન્‍કોમાં બ્‍લડ ડોનેશન માટે દાતાઓ ન આવતા બ્‍લડ ની ઉણપ ન સર્જાય તે માટે રકતદાન કરવા ઇચ્‍છુક દાતાને અમરેલી જિલ્‍લાના કન્‍ટ્રોલ રૂમ નં.(૦ર૭૯ર) રર૮૨૧૨ અને મોબાઇલ નંબર – ૮૨૩૮૦૦૨૨૪૦ નો સં૫ર્ક કરવા અપીલ કરવામા આવે છે.

જિલ્લા માહિતી કચેરી – અમરેલી
સુમિત ગોહિલ

રિપોર્ટ   : રસિક વેગડા (મોટીકુકાવાવ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *