Uncategorized

જિલ્લા માહિતી કચેરી – અમરેલી *જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કોરોના સંક્રમણ અંગે અટકાયતી પગલાં*

જિલ્લા માહિતી કચેરી – અમરેલી
*જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કોરોના સંક્રમણ અંગે અટકાયતી પગલાં*

*હાલ સમગ્ર જિલ્લામાં કોઈ કેસ પોઝિટિવ નોંધાયેલ નથી*

*આજે ૨૨ હજાર જેટલા ઘરોનું હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ : અંદાજે ૧ લાખ થઈ વધુ લોકોની તપાસ*

*જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૬ લાખથી વધુ લોકોની તપાસ કરાઈ*

તા: ૨૭ માર્ચ, અમરેલી

હાલમાં વિશ્વનાં ૧૦૦ થી વધુ દેશોમાં નોવેલ કોરોના વાયરસ (કોવીડ-૧૯) નાં સંક્રમણથી પ્રભાવીત થયેલ છે. હાલમાં ભારતમાં પણ ઘણાં રાજ્યો આ રોગથી પ્રભાવીત થયેલ છે. અમરેલી જિલ્‍લામા એક પણ કેસ પોઝીટીવ નોંધાયેલ નથી. આ રોગનાં અટકાયતી પગલાંનાં ભાગરૂપે ગુજરાતનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, નવા સચિવાલય, ગાંધીનગર દ્વારા નોવેલ કોરોના વાઇરસ (કોવીડ-૧૯) નાં રોગચાળાને અટકાવવા એપેડેમિક એક્ટ-૧૮૯૭ માં સમાવિષ્ટ કરી તા.૧૩/૦૩/૨૦૨૦ થી નોટીફાઇ કરેલ. આ રોગચાળો જાહેરમાં થુંકવા તથા જાહેરમાં છીંક ખાવાથી ફેલાઇ છે.

નોટીફીકેશન અન્વયે જાહેરમાં થુંકવા પર પ્રતિબંધ હોય તમામ નગરપાલિકા તેમજ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત દ્વારા જાહેરમાં થૂકનાર સામે દંડ ની કાયૅવાહી કરવામાં આવે છે. જે અન્‍વયે અત્‍યાર સુધીમા કુલ-૩૭પ કેસ કરીને રુ.૮૦૧૫૦ નો દંડ વસુલવામાં આવેલ છે.

અમરેલી જિલ્‍લામા તાલુકા કક્ષાએ સ્‍ક્રીનીંગ ચેકપોસ્‍ટ કાર્યરત છે. આ તમામ ચેકપોસ્‍ટોમા પેસેન્‍જરોના સ્‍ક્રીનીંગ દરમ્‍યાન કુલ-૬૩૫ વાહનોના કુલ-૨૫૬૨ પેસેન્‍જરોનુ સ્‍ક્રીનીંગ કરવામા આવ્‍યુ જેમાથી કુલ-૩૩ ગુજરાત બહારના પેસેન્‍જરો હતા. જેમા એકપણ વ્‍યકિત તાવ શરદી ઉધરસવાળા જોવા મળેલ ન હતાં

જિલ્‍લાની સરકારી તેમજ ખાનગી ફેસીલીટીમા ફલુ કોર્નર કાર્યરત કરવામા આવેલ છે આ કાર્યરત ફલુ કોર્નરમા સામાન્‍ય શરદી ઉધરસવાળા કુલ-૪૧૭ દર્દીઓને સારવાર આપી સ્‍વૈચ્‍છિક હોમ કોરેન્‍ટાઇન્‍ડ રહેવા સૂચના આપવામા આવી.

*અમરેલી જિલ્‍લાના તમામ આરોગ્‍ય કર્મચારીઓ તથા શિક્ષકો અને આગણવાડી વર્કર ધ્‍વારા ઘરે ઘરે ફરી ને કુલ-૨૨૧૦૮ ઘર ના કુલ-૧૦૫૬૪૪ વ્‍યકિતઓની હાઉસ ટુ હાઉસ સર્વેલન્‍સ ની કામગીરી કરવામા આવી રહી છે જેમાથી કુલ- ૧૧૯ વ્‍યકિતઓ તાવ, શરદી ની તકલીફ જોવા મળેલ જેને પ્રાથમિક સારવાર આપી તેઓને સ્‍વૈચ્‍છિક હોમ કોરેન્‍ટાઇન્‍ડ રહેવા સૂચના આપવામા આવી. આમ અત્‍યાર સુધીમા અમરેલી જિલ્‍લામાં કુલ- ૧૬,૦૭,૧૬૮ નો હાઉસ ટુ હાઉસ સર્વે કરવામા આવેલ છે.*

અમરેલી જિલ્‍લામા કુલ-૧૩૯ વ્‍યકિતઓને હોમ કોરન્‍ટાઇન કરવામા આવેલ અને તમામ ને ગાઇડ લાઇન અનુસાર સ્‍ટેમ્‍પ લગાવવામા આવેલ છે. જેમાથી ૧૦૬-વિદેશ થી પરત આવેલ તેમજ ૩૩-રાજયબહારની વ્‍યકિતઓ હતી જે તમામની ઓળખ માટે હાથ ઉપર સ્‍ટેમ્‍પ લગાવવામા આવેલ છે. તેમજ ૧૨-વ્‍યકિતઓને જિલ્‍લા કક્ષા તથા તાલુકા કક્ષાની કોરન્‍ટાઇન ફેસીલીટી મા દાખલ કરેલ છે

અમરેલી આજરોજ કુલ – ૧ વ્‍યકિત શંકાસ્‍૫દ જોવા મળતા તેમનુ સેમ્‍૫લ લેવામા આવેલ જેનો રિપોર્ટ નેગેટીવ આવેલ છે.

વિદેશથી આવેલ કુલ-૧૮પ વ્‍યકિતઓ હોમ કોરન્‍ટાઇન મા રાખેલ જેમાથી ૭૯-વ્‍યકિતઓનો ગાઇડલાઇન અનુસાર હોમ કોરન્‍ટાઇન સમય પુર્ણ થઇ ગયેલ છે.

અમરેલી જિલ્‍લાની દરેક વ્‍યકિતઓએ સરકારીશ્રીના ર૧- દિવસના લોકડાઉન અન્‍વયે ફરજીયાત ઘરમા રહે અને હાથ મો ની સ્‍વચ્‍છતા જાળવે, જિલ્‍લા-રાજય કે વિદેશથી આવેલ જિલ્‍લા બહારની વ્‍યકિતઓ સાથે દુરી બનાવી રાખે તે જરુરી છે. આમ છતા કોઇને તાવ શરદી ઉધરસની ફરીયાદ જણાઇ તો ટોલ ફ્રી – ૧૦૪ નો અથવા જિલ્‍લાના કન્‍ટ્રોલ રૂમ નં.(૦ર૭૯ર) રર૮૨૧૨ અને મોબાઇલ નંબર – ૮૨૩૮૦૦૨૨૪૦ નો સં૫ર્ક કરવા અપીલ કરવામા આવે છે.

જિલ્લા માહિતી કચેરી – અમરેલી
સુમિત ગોહિલ

રિપોર્ટ   : રસિક વેગડા (મોટીકુકાવાવ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *