Uncategorized

જિલ્લા માહિતી કચેરી અમરેલી અમરેલીના પ્રભારીમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ વડાપ્રધાન ફંડમાં રૂ. ૨.૫૧ લાખ તેમજ મુખ્યમંત્રી ફંડમાં રૂ. ૨.૫૧ લાખનું યોગદાન નોંધાવ્યું

જિલ્લા માહિતી કચેરી અમરેલી
અમરેલીના પ્રભારીમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ
વડાપ્રધાન ફંડમાં રૂ. ૨.૫૧ લાખ તેમજ મુખ્યમંત્રી ફંડમાં રૂ. ૨.૫૧ લાખનું યોગદાન નોંધાવ્યું

ધારાસભ્યશ્રી તરીકેનો એક માસનો પગાર મુખ્યમંત્રી રાહતફંડમાં નોંધાવ્યો

ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી ૨૫ લાખ સ્ટેટ હેલ્થ સોસાયટી ગુજરાતને ફાળવ્યા

પ્રભારીશ્રી દ્વારા જિલ્લાવાસીઓને પણ આર્થિક યોગદાનની અપીલ

અમરેલી, તા. ૬ એપ્રિલ

હાલ સમગ્ર વિશ્વ કોરોના વાઇરસની મહામારી સામે ઝઝૂમી રહ્યું છે. દેશમાં કોવિડ-૧૯નું સંક્રમણ ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. આ રોગ સામે લડવા કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારે હામ ભીડી છે. આ રોગની ગંભીરતાને ધ્યાને લઇ આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી તેમજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા લોકોને આર્થિક યોગદાન આપવાની અપીલ કરવામાં આવી છે.

આ અપીલને જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી તથા અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે જવાબદારી સંભાળતા અને હંમેશા માનવ સેવાના કાર્ય માં યથાશક્તિ યોગદાન નોંધાવતા ધર્મેન્દ્રસિંહ મેરુભા જાડેજાએ (હકુભા) પ્રતિસાદ આપ્યો છે. પ્રભારીશ્રીએ પ્રધાનમંત્રી રાહતફંડ રૂ. ૨,૫૧,૦૦૦ તેમજ મુખ્યમંત્રી રાહતફંડમાં રૂ. ૨,૫૧,૦૦૦ અર્પણ કર્યા છે. આ તેમણે ઉપરાંત ધારાસભ્ય તરીકેનો એક માસનો પગાર પણ મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવ્યો છે. આ સિવાય શ્રી હકુભાએ જામનગરના ધારાસભ્ય તરીકે ની ગ્રાન્ટમાંથી રૂપિયા ૨૫ લાખ સ્ટેટ હેલ્થ સોસાયટી ગુજરાતને ફાળવ્યા છે.

કોરોના વાયરસની બીમારી સામે લડવા માટેની અપીલને અનુલક્ષીને પ્રભારીશ્રીએ જિલ્લાના ખમીરવંતા નાગરિકો, માર્કેટિંગ યાર્ડ , ચેમ્બર ઓફ કોમર્સ, સહકારી બેંક, સેવાભાવી સંસ્થાઓ, સ્વૈચ્છિક સંગઠનો, ધાર્મિક સંસ્થાઓ, વેપારીઓ, સમાજ શ્રેષ્ઠીઓ અને ઔદ્યોગિક એકમો વગેરેને ઓછામાં ઓછું રૂપિયા ૧૦૦ થી લઇ વધુમાં વધુ પોતાની ક્ષમતા મુજબ આર્થિક યોગદાન આપવા અપીલ કરી છે.

આ યોગદાન આપવા માટે વડાપ્રધાન ફંડ માટે નીચેના નંબરનો ઉપયોગ કરવો.
PM CARES A/C NO. 2121PM20202 IFSC CODE – SBIN0000691 તેમજ મુખ્યમંત્રી રિલીફ ફંડ માટે CMRF A/C NO. 10354901554 IFSC CODE – SBIN0008434
————-
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ

રિપોર્ટ   : રસિક વેગડા (મોટીકુકાવાવ)

IMG-20200406-WA0050.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *