*જિલ્લા માહિતી કચેરી અમરેલી*
*અમરેલી જિલ્લાના ૨.૨૬ લાખ APL-1 કાર્ડધારકોને તા. ૧૩ થી ૧૭ એપ્રિલ દરમિયાન અનાજનું વિનામૂલ્યે વિતરણ*
*લાભાર્થીએ ઓરિજનલ રેશનકાર્ડ અને આધારકાર્ડ અચૂક લાવવાના રહેશે*
*બિનજરૂરી ભીડ ટાળી, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા જિલ્લા કલેકટરશ્રીએ તાકીદ કરી*
*રેશનકાર્ડના છેલ્લા અંક પ્રમાણે વિતરણ વ્યવસ્થા*
તા. ૧૧ એપ્રિલ, અમરેલી
અમરેલી જિલ્લાના ૨.૨૬ લાખ જેટલા NON-NFSA APL-1 રેશનકાર્ડ ધારકોને તા.૧૩ થી તા.૧૭ એપ્રિલ સુધીમાં વાજબી ભાવની દુકાનેથી રેશનકાર્ડ દિઠ ઘઉં-૧૦ કી.ગ્રા., ચોખા-૩ કી.ગ્રા., ખાંડ -૧ કિ.ગ્રા. તથા ચણા દાળ-૧ કિ.ગ્રા.નું વિનામુલ્યે વિતરણ કરવામાં આવશે.
NON-NFSA APL-1 રેશનકાર્ડ ધારકો પૈકી જે કાર્ડધારકના રેશનકાર્ડનો છેલ્લો અંક-૧ અથવા-૨ હોય તેમણે તા.૧૩/૪/૨૦૨૦ ના રોજ, જેમના રેશનકાર્ડનો છેલ્લો અંક-૩ અથવા-૪ હોય તેમણે તા.૧૪/૪/૨૦૨૦ ના રોજ, જેમના રેશનકાર્ડનો છેલ્લો અંક-૫ અથવા-૬ હોય તેમણે તા.૧૫/૪/૨૦૨૦ ના રોજ, જેમના રેશનકાર્ડનો છેલ્લો અંક-૭ અથવા-૮ હોય તેમણે તા.૧૬/૪/૨૦૨૦ ના રોજ તેમજ જેમના રેશનકાર્ડનો છેલ્લો અંક-૯ અથવા-૦ હોય તેમણે તા.૧૭/૪/૨૦૨૦ ના રોજ અનાજનો જથ્થો મેળવવા સારૂ વાજબી ભાવની દુકાને જવાનું રહેશે.
વધુમાં અનિવાર્ય સંજોગોના કારણે જો કોઈ NON-NFSA APL-1 રેશનકાર્ડ ધારક ઉપરોકત જણાવ્યા મુજબની તારીખોમાં જથ્થો મેળવી ન શકે તો તેઓએ તા.૧૮/૪/૨૦૨૦ના રોજ જથ્થો મેળવવાનો રહેશે. જથ્થો મેળવવા સારૂ રેશનકાર્ડ ધારકોએ કાર્ડદિઠ એક જ વ્યકિતએ જવાનું રહેશે. તેમજ જે વ્યક્તિ અનાજનો જથ્થો મેળવવા જાય તેમણે ઓરીજનલ રેશનકાર્ડ તથા આધારકાર્ડ બિનચુક સાથે લઈ જવાના રહેશે. જથ્થો મેળવતા સમયે કોરોના વાઈરસના સંક્રમણને ફેલાતો અટકાવવા સારૂ સોશીયલ ડીસ્ટન્સના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે તથા સહી કરવા સારૂ દરેક લાભાર્થીઓએ બોલપેન સાથે રાખવાની રહેશે.
જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક દ્વારા APL-1 રેશનકાર્ડ ધારક તરીકે મળનાર રાશનનો જથ્થાની રેશનકાર્ડ ધારકને જરૂર ન હોય તો ખરેખર જરૂરીયાતમંદ લોકોને મદદરૂપ થવા આ જથ્થો સ્વેચ્છાએ જતો કરવા વધુમાં અનુરોધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત દરેક લાભાર્થીએ બિનજરૂરી ભીડ ટાળી, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા પણ તાકીદ કરી હતી.
==============
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)