Uncategorized

જિલ્લા માહિતી કચેરી અમરેલી તા. ૧૪-૪-૨૦૨૦ *અમરેલી પોસ્ટ વિભાગને મળ્યો બહોળો પ્રતિસાદ : લોકોએ આવકાર્યો ઘરેબેઠા નાણાં મેળવવાનો વિકલ્પ*

– જિલ્લા માહિતી કચેરી અમરેલી
તા. ૧૪-૪-૨૦૨૦
*અમરેલી પોસ્ટ વિભાગને મળ્યો બહોળો પ્રતિસાદ : લોકોએ આવકાર્યો ઘરેબેઠા નાણાં મેળવવાનો વિકલ્પ*

૨૬૦૦ લોકોએ લીધો પોસ્ટઓફિસની અનોખી સુવિધાનો લાભ : આશરે રૂ. ૩૫ લાખની થઈ ચુકવણી

અમરેલીના ૪૫૦૦ ગંગાસ્વરૂપ લાભાર્થી બહેનોએ મેળવી ઘરબેઠાં સહાય

ખુશીઓની હોમ ડિલિવરી : ગંગાસ્વરૂપ બહેનોને અંદાજે રૂ. ૧.૨૪ કરોડની રકમની થઈ ચુકવણી

૦૨૭૯૨ ૨૨૩૨૮૮ ઉપર ફોન કરી કોઈ ચાર્જ વગર પૈસા મેળવી શકાશે

*આલેખન : રાધિકા વ્યાસ, સુમિત ગોહિલ*

અમરેલી જિલ્લાના નાગરિકોને લોકડાઉન દરમિયાન બેન્ક કે એ.ટી.એમ.ની મુલાકાત ન લેવી પડે અને તેમને ઘરે જ તેમના બેન્ક ખાતામાંથી નાણાં મળી જાય તે પ્રકારની સુવિધા પોસ્ટ ઓફિસ દ્વારા પુરી પાડવામાં આવી રહી છે. જિલ્લાના પોસ્ટમેન દ્વારા લોકોને તો ઘરેબેઠા તેમના નાણાં પહોંચાડવામાં આવે જ છે, પરંતુ લોકડાઉનમાં પણ ગંગાસ્વરૂપ બહેનો તેમજ વૃધ્ધોને મળતી સહાયની રકમ કર્મનિષ્ઠ પોસ્ટમેન તેમના ઘરે પહોંચાડવાના સેવાકાર્ય થકી જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થઇ રહ્યા છે.

આજસુધી પોસ્ટઓફિસની આ અનોખી સુવિધાનો ૨૬૦૦ જેટલા લોકોએ લાભ મેળવ્યો છે, અને આશરે ૩૫ લાખ જેટલી રકમ લોકોને ઘરેબેઠા જ પહોંચાડવામાં આવી છે. આ રકમ કોઈપણ બેંકના ખાતામાં હોય પોસ્ટઓફિસ દ્વારા પ્રત્યેક નાગરિકોને જરૂરિયાત મુજબ નાણાં ઘર સુધી પહોંચાડાયા છે.

આવા કપરાં સમયમાં પણ સરકારના કર્મનિષ્ઠ કર્મચારીઓ પોતાની સંનિષ્ઠ કામગીરી થકી અનેક જરૂરિયાતમંદ લોકો માટે દેવદૂત સાબિત થયા છે. જિલ્લાવાસીઓ સાથે ગંગાસ્વરૂપ બહેનો તેમજ વૃધ્ધોને મળતી સહાયની રકમ પણ પોસ્ટમેન દ્વારા ઘરે પહોંચાડવામાં આવી રહી છે. વહીવટીતંત્રના આ મહત્વપૂર્ણ નિર્ણય થકી જિલ્લાના ગંગાસ્વરૂપા બહેનોને સહાયની રકમ ઘરે જ પહોંચાડવામાં આવી છે.

અમરેલી પોસ્ટ ઓફિસના સુપ્રિન્ટેડન્ટશ્રી આર.એ. ગોસ્વામીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, અમરેલી પોસ્ટ ડીવીઝન દ્વારા લોકડાઉન દરમિયાન અમરેલી જીલ્લાની ૬૧૧૬ ગંગાસ્વરૂપ મહિલાઓને સહાય પેટે પોસ્ટ ખાતામાં જમા થયેલ રકમ તેમના ઘર સુધી પહોચીને ગ્રામીણ ડાક સેવક અને પોસ્ટમેન દ્વારા ચુકવણી કરવામાં આવવાની છે. જે અન્વયે આજ દિન સુધી લગભગ ૪૫૦૦ ગંગાસ્વરૂપ લાભાર્થી બહેનોને અંદાજે રૂ. ૧.૨૪ કરોડની રકમ ચુકવવામાં આવી છે.

સાથોસાથ, ભારતીય ટપાલ વિભાગ દ્વારા જે દુર દુરના ગામડાઓમાં બેંક કે ATM ની સુવિધા નથી, તે ગામડાઓમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટસ બેંક માં માધ્યમથી “આધાર એનેબલ્ડ પેમેન્ટ સીસ્ટમ” થી જે લોકોને પોતાના બેંક ખાતામાંથી રકમ ઉપાડવાની જરૂર હતી તેમને તેમના બેંક ખાતામાંથી રૂ. ૧૦૦૦૦/- ની મર્યાદામાં માઈક્રો મોબાઈલ ATM દ્વારા પૂરી પાડવામાં આવી આ સેવા પણ ડોર-સ્ટેપ પૂરી પાડવામાં આવી રહી છે. આજ સુધીમાં લગભગ ૨૬૦૦ લોકોએ આ સેવાનો લાભ લીધેલ છે. જે અન્વયે લગભગ રૂ. ૩૫ લાખ ની ચુકવણી કરવામાં આવી છે, આ સગવડથી લોકડાઉન દરમ્યાન લોકોને પોતાની આર્થીક જરૂરીયાત માટે ઘરથી બહાર નીકળી બેંક અથવા એ.ટી.એમ. સુધી જવાની જરૂર પડતી નથી, અને ઘરબેઠા રૂપિયાનો ઉપાડ કરી શક્ય બન્યો છે.

સરકાર અને જરૂરિયાતમંદ લોકો વચ્ચે સેતુ સમાન કાર્ય કરનારા બગસરાના પોસ્ટમેન હાર્દિકભાઈ સુવાગિયાએ કહ્યું હતું કે, “હાલ લોકડાઉનની પરિસ્થિતિમાં તમામ લોકો ઘરે જ રહે તે અત્યંત આવશ્યક છે. અમે જ્યારે લોકોને તેમના નાણાં ઘરે આપવા જઈએ છીએ ત્યારે તેઓ અમારો હૃદયપૂર્વક આભાર માને છે. લોકોનો અમારા પ્રત્યેનો આ ભાવ અમને સંતોષ તેમજ ઉમળકા સાથે વધુ કામ કરવાની પ્રેરણા આપે છે. ”

પોસ્ટઓફિસની આ અદકેરી સેવાનો લાભ મેળવનાર બગાસરાના વતની જગદીશભાઈએ પોસ્ટઓફિસ તેમજ પોસ્ટમેનનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ સેવા ખરેખર અમારા માટે વરદાનરૂપ છે, હાલ કોરોનાના ભયથી બેન્ક કે એ.ટી.એમ. જેવાં ભીડવાળા સ્થળો પર જવાનું ટાળવા અમારા જેવા લોકો માટે આ વિકલ્પ અતિ ઉપયોગી સાબિત થઇ શકે છે. અન્ય લાભાર્થી સરોજબેને પણ જગદીશભાઈની વાતમાં સૂર પરોવતાં જણાવ્યું કે, હાલ અમારે નાણાંની ખાસ જરૂર હતી ત્યારે અમારી સહાયની રકમ અમને ઘરેબેઠા પહોંચાડવા બદલ પોસ્ટમેન તેમજ વિભાગનો ખુબ ખુબ આભાર.

હાલ જ્યારે સરકારના વિવિધ વિભાગો દ્વારા નાગરિકોની સુગમતા વધારવા અલગ અલગ પ્રકારના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. જેને પરિણામે લોકોને હાલાકીનો સામનો ન કરવો પડે ત્યારે આપણે પણ આપણી નાગરિક ફરજ બજાવીએ, કોરોનાના સંક્રમણને અટકાવવા સોશ્યિલ ડિસ્ટન્સીંગના નિયમનું પાલન કરી વહિવટીતંત્રને પૂરતો સહકાર આપીએ. “ઘરે જ રહીયે, સુરક્ષિત રહીયે”

જિલ્લા માહિતી કચેરી – અમરેલી
સુમિત ગોહિલ

રિપોર્ટ   : રસિક વેગડા (મોટીકુકાવાવ)

જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756

IMG-20200414-WA0026-1.jpg IMG-20200414-WA0031-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *