Uncategorized

જિલ્લા માહિતી કચેરી અમરેલી* *અમરેલી જિલ્લાનાં દેવરાજીયાની ગ્રામ પંચાયતનો નવતર પ્રયોગ*

*જિલ્લા માહિતી કચેરી અમરેલી*

*અમરેલી જિલ્લાનાં દેવરાજીયાની ગ્રામ પંચાયતનો નવતર પ્રયોગ*

_*લોકડાઉનનો ભંગ કરતા જણાય તો પહેલી વખત રૂ. ૧૦૦/- નો દંડ અને બીજી વાર પકડાય તો રૂ ૫૦૦/- નો દંડ : પાંચ દંડાયા*_

*દેવરાજીયા ગામના આ નવીનતમ કાર્યથી દરેક ગામએ પ્રેરણા લેવી જોઈએ*

અમરેલી, તા. ૩૦ માર્ચ

હાલ જ્યારે સમગ્ર દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ છે ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને પોતાના ઘર બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી રહી છે. પરંતુ તેમ છતાં કેટલાક લોકો હજુ પણ આ બાબતને ગંભીરતાથી નથી લઈ રહ્યાં અને લોકડાઉનનો ભંગ કરી ઘર બહાર નીકળી રહ્યા છે, ત્યારે અમરેલી જિલ્લાના દેવરાજીયા ગામના અગ્રણીઓ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.

જે અંતર્ગત જો કોઈપણ ગ્રામજન લોકડાઉનનો ભંગ કરી પોતાના ઘરની બહાર નીકળે તો તેને ૧૦૦/- રૂપિયાનો દંડ કરવામાં આવે છે. ઉપરાંત જો તે વ્યક્તિ બીજી વખત ઘરની બહાર જોવા મળશે તો તેને ૫૦૦/- રૂપિયાનો દંડ કરવામાં આવશે. યુવા અગ્રણી શ્રી કૌશિક વેકરીયા અને અન્ય ગ્રામઅગ્રણીઓ દ્વારા લેવાયેલા આ નિર્ણય બાદ ગામના પાંચ લોકો કે જેઓ ઘરની બહાર નીકળ્યા હતા તેમની પાસેથી દંડ પણ વસુલવામાં આવ્યો હતો.

દેવરાજીયા ગામના યુવા અગ્રણી શ્રી કૌશિક વેકરીયાએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કર્યું છે ત્યારે દરેક નાગરિકે પોતાની નૈતિક જવાબદારી અદા કરી તમામ નિયમોનું પાલન કરવું જોઈએ. ઘરમાં રહેવું તે આપણા સૌ માટે જ જરૂરી છે. કોરોનાની મહામારી સામે લડવા માટે યુદ્ધ મેદાનમાં જવાની જરૂર નથી પણ માત્ર ઘરે રહીને તમે આ લડાઈમાં તમારું મોટું યોગદાન આપી શકો છો. તો કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારના આ નિર્ણયનું પાલન કરવું જ જોઈએ.

આ અંગે વાત કરતા ગ્રામજનોએ જણાવ્યું હતું કે જો દરેક ગ્રામ પંચાયત અમારા દેવરાજીયાની ગ્રામ પંચાયતની જેમ પોતાની નૈતિક જવાબદારી સમજી યોગ્ય પગલાં ભરશે તો આપણે સૌ કોરોના મહામારી સામેની જંગમાં પાર પડીશું. આવી પરિસ્થિતિમાં લોકો બિનજરૂરી ઘરની બહાર ન નીકળે એ જ અપીલ છે.

દેવરાજીયા ગામના આ નવીનતમ કાર્યથી જિલ્લાના દરેક ગામએ પ્રેરણા લેવી જોઈએ. જો જિલ્લાના તમામ ગામની ગ્રામપંચાયત તેમજ અગ્રણીઓ સાથે મળી લોકડાઉનનું પાલન કરાવવા આ પ્રકારના નિર્ણયો લેશે તો જરૂરથી લોકડાઉનનો સાચો અર્થ ચરિતાર્થ થશે.

જિલ્લા માહિતી કચેરી – અમરેલી
રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ

રિપોર્ટ   : રસિક વેગડા (મોટીકુકાવાવ)

IMG-20200330-WA0029.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *