Uncategorized

જિલ્લા માહિતી કચેરી – અમરેલી સમાચાર સંખ્યા: ૧૩૦ *પ્રશાસન દ્વારા અમરેલીવાસીઓ માટે દૂધ, શાકભાજી-ફળો અને કરિયાણાની હોમ ડિલિવરીની વ્યવસ્થા*

જિલ્લા માહિતી કચેરી – અમરેલી
સમાચાર સંખ્યા: ૧૩૦

*પ્રશાસન દ્વારા અમરેલીવાસીઓ માટે દૂધ, શાકભાજી-ફળો અને કરિયાણાની હોમ ડિલિવરીની વ્યવસ્થા*

*રૂ. ૧૦૦૦થી વધુની ખરીદી ઉપર હોમ ડિલિવરી ફ્રી અને રૂ. ૧૦૦૦ થી ઓછી ખરીદી પર રૂ. ૨૫ ચૂકવવાના રહેશે*

કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા લોકડાઉનના સમયગાળા દરમિયાન જિલ્લા વહિવટી તંત્ર દ્વારા નાગરિકો માટે દૂધ, શાકભાજી-ફળો અને કરિયાણા જેવી જીવન જરૂરિયાત ચીજવસ્તુઓની હોમ ડિલિવરીનું આયોજન કરવામાં આવ્યું છે.

તંત્રે જાહેર કરેલી યાદી મુજબના વિસ્તાર/વોર્ડ વાઈઝ વિતરણકર્તા ઓનો ટેલિફોનિક સંપર્ક સાધી આ વ્યવસ્થાનો લાભ મેળવવાનો રહેશે. અમરેલીના ગ્રાહકોએ રૂ. ૧૦૦૦ થી વધુની ખરીદી ઉપર હોમ ડિલિવરી ફ્રી અને રૂ. ૧૦૦૦ થી ઓછી ખરીદી પર રૂ. ૨૫ ચૂકવવાના રહેશે.

અમરેલી શહેરમાં વિવિધ જગ્યાએ ૨૦ જેટલા મિલ્ક પોઇન્ટ ઉભા કરવામાં આવ્યા છે. અમરેલી શહેરના વિવિધ વોર્ડ વાઈઝ શાકભાજીના વિક્રેતાઓ ગોઠવવામાં આવ્યા છે અને ૧૬ જેટલા કરિયાણા વિક્રેતાઓએ વ્યવસ્થા કરેલી છે.

માહિતી : સુમિત ગોહિલ (અમરેલી)
રિપોર્ટ   : રસિક વેગડા (મોટીકુકાવાવ)

IMG-20200326-WA0070-2.jpg IMG-20200326-WA0071-1.jpg IMG-20200326-WA0072-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *