Uncategorized

જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી દ્વારા કોરોના સામે સાવચેતી અંગે ખેડૂતોને સંદેશ

જૂનાગઢ
તા.23.4.2020

જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી દ્વારા કોરોના સામે સાવચેતી અંગે ખેડૂતોને સંદેશ

જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના કુલપતિ ડો.વી.પી.ચોવટીયા અને વિસ્તરણ શિક્ષણ નિયામક ડો.બી.કે સગારકા દ્વારા કોરોના સામે ખેડૂતને સંદેશ આપતા જણાવ્યું કે,અત્યારે દેશ અને દુનિયામાં કોરોનાની મહામારી સામે ઝઝૂમી રહ્યા છે . ભારતમાં પણ આગમચેતી રૂપે વડાપ્રધાનશ્રી દ્વારા લોકડાઉનની ધોષણા થઈ છે.
હાલ શિયાળું પાકની કાપણી પૂરી થઈ છે. ઉનાળુ પાકોનું વાવેતર ખેડૂતોના ખેતરમાં તેની વૃદ્ધિ અવસ્થાએ છે. સરકારે બહાર પાડેલ ગાઈડલાઇનને અનુસરી દરેક ખેતી કાર્યો કરવાની પરવાનગી આપેલ છે. આ સમય દરમ્યાન સરકારશ્રીની સૂચના મુજબ સામાજીક અને વ્યક્તિગત અંતર જાળવીને બધા ખેતીકાર્યો કરવા જોઈએ. કામગીરી દરમ્યાન અને ભોજન વખતે પણ ઓછામાં ઓછું દરેક વ્યક્તિ વચ્ચે છ ફૂટનું અંતર જાળવી રાખવું જરૂરી છે. મોટાભાગના ખેતી કાર્યો મશીનરી વડે થાય તો સારું. જે ઓજાર વાપરવામાં આવે તે એકથી બીજા હાથમાં હસ્તાંતરણ કરતાં પહેલા સારી રીતે ધોઈ તડકે સૂકવી ને જ ફરી ઉપયોગમાં લેવા. ખેતર ઉપર જવા માટે સામૂહિક ટ્રેક્ટરની ટ્રૉલીમાં બેસવાને બદલે વ્યક્તિગત વાહનનો ઉપયોગ કરવો અથવા પૂરતું અંતર જાળવવું.
ખેતીના કાર્ય દરમ્યાન મોઢાને બરોબર ઢાંકેલું રાખવું. વધુ લોકો એકઠા થયેલા હોય એ જગ્યાએ જવું નહીં. ગાંસડી બોરી વગેરે ઓછા વજનની રાખવી જેથી તેને ઉપાડવા બીજાની મદદની જરૂર ન પડે.થ્રેસરકે હારવેસ્ટર ના ઉપયોગ વખતે સામાજીક અંતર જાળવવું.શાકભાજીની કાપણી બાદ ગ્રેડિંગ કરી,સ્વરછ અને વહેતા પાણીમાં ધોઈ સ્વરછતા રાખી પેકિંગ કરી બજારમાં મોકલવું જોઈએ. શક્ય હોય તો વેંચાણ માટે ડિજીટલ સિસ્ટમનો ઉપયોગ કરવ. માર્કેટિંગ યાર્ડમાં જવાનું થાય તો ડિજીટલ વ્યવસ્થા નો ઉપયોગ કરવો. કોરોના વાયરસનું સંક્રમણ ત્યારે ફેલાય છે જયારે વાયરસથી સંક્રમિત વ્યક્તિ ઉધરસ ખાય અને હવામાં વાયરસ ફેલાય છે. જો આસપાસ રહેલી વ્યક્તિના શ્વાસમાં આ વાયરસ પ્રવેશે છે. સંક્રમિત વ્યક્તિથી દૂર રહેવાથી કોરોના વાઈરસના સંક્રમણને સીમિત કરી સકાય છે.

રિપોર્ટ
અનિષ ગૌદાણા
જૂનાગઢ બ્યુરોચીફ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *