જૂનાગઢ
તા.23.4.2020
જૂનાગઢ જિલ્લામાં શેલ્ટર હાઉસના શ્રમીકોના કાઉન્સેલિંગ માટે મનોચિકિત્સકની નિમણૂક
જૂનાગઢ : કોરોના વાયરસ વૈશ્વિક મહામારી અંતર્ગત સરકાર દ્વારા તા.૨૫/૩/૨૦૨૦ થી ૨૧ દિવસ માટે લોકડાઉન જાહેર કરેલ હતુ. ત્યારબાદ તારીખ ૧૪/૪/૨૦૨૦ના રોજ લોકડાઉન ની મુદત તારીખ ૩/૫/૨૦૨૦ સુધી લંબાવવામાં આવી છે. જે અન્વયે જૂનાગઢમાં રોજગારી માટે આવેલા પરપ્રાંતિય મજૂરો અને કામદારોને શેલ્ટર હાઉસમાં રાખવામાં આવેલ છે. જૂનાગઢ જિલ્લાના શેલ્ટર હોમ ખાતે રહેતા કામદારોના કાઉન્સેલિંગ માટે મનોચિકિત્સકની નિમણૂક કરવામાં આવી છે.
વહીવટી તંત્ર દ્વારા રાજ્યના અને અન્ય જિલ્લાના રોજગારી માટે આવેલા શ્રમીકોને હાલ શેલ્ટર હોમ ખાતે આશ્રય આપવામાં આવ્યો છે. જ્યાં વહીવટીતંત્ર દ્વારા તેમની રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ દરમિયાન તેમના કાઉન્સેલિંગ માટે મનોચિકિત્સકની નિમણૂક કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લાના શેલ્ટર હોમ માટે શ્રમીકોના કાઉન્સેલિંગ માટે મનોચિકિત્સક નોડલ ઓફિસર તરીકે સિવિલ હોસ્પિટલના ડો.કાજલ તન્નાની નિમણૂક કરવામાં આવી છે.
રિપોર્ટ
અનિષ ગૌદાણા
જૂનાગઢ બ્યુરોચીફ