સિવિલ હોસ્પીટલ જૂનાગઢનાં ગાયનેક વિભાગમાં તા. ૧૫ માર્ચથી ૧૫ એપ્રિલ સુધીમાં ૫૩૨ ભુલકાઓની કિલકારીઓ ગુંજી ઊઠી હતી. આ ૫૩૨ પૈકી ૩૨૪ નોર્મલ પ્રસુતી થઇ છે જ્યારે ૨૦૮ સીઝેરીયન ઓપરેશનથી પ્રસુતી થઇ હોવાનું સિવિલ હોસ્પીટલનાં ગાયનેક વિભાગ દ્વારા જણાવાયુ છે.
ઊપરાંત આ એકમાસનાં સમય દરમિયાન ૧૧૨૮ મહિલા દર્દિઓની તપાસ કરી સારવાર અને દવાઓ આપવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે ગાયનેક વિભાગમાં સગર્ભા મહિલાઓની સમયાંતરે નિયમિત તપાસ કરવા સાથે જરૂરી માર્ગદર્શન ગાયનેક વિભાગનાં ડો. પ્રિયંકા જોગીયા તેમજ અન્ય તબીબો અને નર્સીંગ સ્ટાફ દ્વારા આપવામાં આવે છે.
કોરોનાની વૈશ્વિક મહામારીનાં સમયે સગર્ભા માતા તેમજ પ્રસુતિ બાદ માતા અને બાળકની અહીં પુરતી કાળજી લેવામાં આવે છે. આ અંગે સિવિલ સર્જન ડો. બગડાએ કહ્યુ કે સિવિલમાં દાખલ થતાં દરેક દર્દિની યોગ્ય સારવાર થાય તેવા અમારા પ્રયાસો છે, તેમાય સગર્ભા માતા અને નવજાત શીશુનાં આરોગ્ય પ્રત્યે વીશેષ તકેદારી લેવામાં આવે છે.
રિપોર્ટ
અનિષ ગૌદાણા
જૂનાગઢ બ્યુરોચીફ