Uncategorized

જૂનાગઢ તા.18.3.2020 જૂનાગઢ જિલ્લાના દરેક પોલીસ સ્ટેશન ખાતે *કોરોના વાયરસનાં લક્ષણો અને તેને અટકાવવાના ઉપાયો વિશે ખાસ માહિતી* આપવામાં આવી

જૂનાગઢ *જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* દ્વારા *કોરોના વાઇરસને લઈને જિલ્લાના તમામ પોલીસ સ્ટાફને પણ એલર્ટ* કરીને જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન તથા સ્ટાફને *સાવચેતીના પગલાંઓ લેવા માટે સજ્જ* કરવામાં આવેલ છે…._

જૂનાગઢ *જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* દ્વારા જૂનાગઢ પોલીસને કોરોના વાયરસ સામે લડવા માટે જૂનાગઢ જિલ્લાના દરેક પોલીસ સ્ટેશન ખાતે *કોરોના વાયરસ અંગે જાણકાર ડોકટર પાસે સેમિનાર* યોજવા, જેમાં થાણાના તમામ સ્ટાફ હાજર રહે તેવી વ્યવસ્થા કરવા પણ સૂચના કરવામાં આવેલ છે. આ માટે *કોરોના વાયરસ ના લક્ષણો અને તેને અટકાવવાના ઉપાયો* જાણતા હોય તેવા ડોક્ટરનો સંપર્ક કરી, જાણકાર ડોકટરોને હાજર રાખી, તમામ પોલીસ સ્ટાફને જાણકારી આપવા સૂચના કરવામાં આવેલ છે. ઉપરાંત, પોલીસ સ્ટેશનમાં આવતા *પોલીસ સ્ટાફ, અરજદારો, ફરિયાદી, આરોપીઓ, વિગેરે માટે સેનેટાઇઝર લિકવિડ ની વ્યવસ્થા* કરવા અને પોલીસ સ્ટેશનમાં *સાફ સફાઈ પણ રાખવા ખાસ સૂચના* કરવામાં આવેલ છે…._

જિલ્લા *પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* દ્વારા આપેલ સૂચના આધારે જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા તથા કેશોદ ડિવિઝન ના ડીવાયએસપી જે.બી.ગઢવીના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ ડિવિઝન અને માંગરોળ તથા કેશોદ ડિવિઝન ના *તમામ પોલીસ સ્ટેશનોમાં કોરોના વાયરસનાં લક્ષણો ના જાણકાર અને તેને અટકાવવાના ઉપાયો* જાણતા મેડિકલ ઓફિસર ને બોલાવી, તમામ પોલીસ સ્ટાફને હાજર રાખી, સેમિનાર યોજી, *કોરોના વાયરસનાં લક્ષણો અને તેને અટકાવવાના ઉપાયો વિશે ખાસ માહિતી* આપી, પોતાની *સુરક્ષા અને સલામતી બાબતે સાવચેતી* રાખવા જણાવવામાં આવેલ હતું. ઉપરાંત, દરેક *પોલીસ સ્ટેશન ખાતે આવતા પોલીસ સ્ટાફ, અરજદારો, ફરિયાદીઓ, લોકો, વિગેરે માટે પણ તકેદારી રાખવા સેનેટાઇઝર તથા હાથ સાફ કરવા માટે ખાસ પ્રકારની વ્યવસ્થા* રાખવામાં આવેલ છે…._

હાલમાં કોરોના વાયરસ નો ફેલાવો અટકાવવા માટે *જુદી જુદી કચેરીઓ તથા શાળાઓ તેમજ સંસ્થાઓમાં લોકોના પ્રવેશને મર્યાદિત* કરવામાં આવેલ છે, ત્યારે *પોલીસ સ્ટેશનમાં લોકોના પ્રવેશને મર્યાદિત ના કરી શકાય, એવા સંજોગોમાં* જુનાગઢ પોલીસ દ્વારા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં તથા કચેરીઓમાં હાથ ધરવામાં આવેલ *સાવચેતી તથા અગમચેતીના પગલાં ઓ જરૂરી* હોઈ, તમામ પોલીસ સ્ટેશન ખાતે આવતા પોલીસ સ્ટાફ, અરજદારો, ફરિયાદીઓ, આરોપીઓ, લોકો, વિગેરે માટે પણ તકેદારી રાખવામા આવેલ સુવિધાઓનો ઉપયોગ કરવા પણ પોલીસની એક યાદીમાં જણાવવામાં આવેલ છે…_

રિપોર્ટર
અનિષ ગૌદાણા
જૂનાગઢ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *