જૂનાગઢ
તા.20.3.2020
જૂનાગઢમાં કોરોના વાયરસ સંદર્ભે શિક્ષણ વિભાગની સૂચનાઓનો અનાદર કરનાર શાળાઓ સામે પોલીસ કાર્યવાહી કે શાળાની માન્યતા રદ સુધીના પગલાં લેવાશે
સોરઠમાં કોરોના વાયરસ સંદર્ભે તા.૧૬ માર્ચ થી ૨૯ માર્ચ સુધી રાજ્ય સરકારની સૂચના થી મુજબ તમામ શાળા,કોલેજો, યુનિર્વસિટીઓ,ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ તેમજ સ્વનિર્ભર સંસ્થાઓ હસ્તક તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે.
રાજ્ય સરકારની આ સૂચનાઓનો અનાદર કરી જૂનાગઢ જિલ્લાની શાળાઓ શૈક્ષણિક સંસ્થાઓ વિધાર્થીઓને બોલાવી સૂચનાની અવગણના બદલ કે જાહેરનામાના ભંગ બદલ સંબધિત શાળા-સંસ્થાઓ સાથે પોલીસ કાર્યવાહી કે શાળાની માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. તેમ જિલ્લા શિક્ષણાધિકારી નૈષધ મક્વાણાની યાદીમાં જણાવાયું છે.
જિલ્લામાં શાળાઓ પ્રવેશ પરીક્ષા,અન્ય ટેસ્ટ જેવી બાબતોમાં વિધાર્થીઓ વાલીઓ મોટી સંખ્યામાં એકઠા થતાં હોય કોરોના મહામારી ફેલાવાની શકયતાઓ ખુબજ વધી જાય છે. જેથી કરીને જૂનાગઢ જિલ્લાની તમામ શાળાઓએ શૈક્ષણિક કામગીરી સંપૂર્ણ પણે બંધ રાખવા સાથે શાળાના આચાર્યશ્રીઓ અને સંચાલક મંડળે ખાસ નોંધ લેવા શ્રી મકવાણાએ વધુમાં જણાવ્યું છે.
રિપોર્ટર
અનિષ ગૌદાણા
જૂનાગઢ