Uncategorized

જૂનાગઢ તા.20.3.2020 જૂનાગઢ પોલીસ દ્વારા હની ટ્રેપના આરોપીઓને કાઉન્ટર ટ્રેપ દ્વારા રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યા

જૂનાગઢ
તા.20.3.2020

જૂનાગઢ પોલીસ દ્વારા હની ટ્રેપના આરોપીઓને કાઉન્ટર ટ્રેપ દ્વારા રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યા

જૂનાગઢ તાલુકાનાં ગલિયાવાડ ગામે રહેતા અને ખેતી કામ કરતાં ફરિયાદી વિશાલ ધનજીભાઈ મોણપરા જાતે પટેલ સાથે છેલ્લા 10 થી 12 દિવસ પહેલાં *મહિલાએ મિસ કોલ કરીને પરિચય કેળવી,* ગઇકાલે તા. 18.03.2020 ના રોજ ફરિયાદીનો જન્મદિવસ હોઈ, કાળવા ચોકમાં બોલાવી, ભવનાથ ફરવા જવાનું બહાનું બતાવી, આરતી નામની યુવતી તથા એક તેની મહિલા મિત્ર છગનમામા ની સોસાયટીમાં એક મકાનમાં લઈ ગયેલ, જ્યાં બીજી એક યુવતી તથા બે આરોપીઓએ *પોતે ક્રાઈમ બ્રાન્ચના પોલીસ હોઈ, અહિયાં કેમ આવા કામ કરો છો..? તેમ જણાવી, ફરિયાદીનું અપહરણ કરી, માર મારી, શહેરમાં જુદી જુદી જગ્યાએ ફેરવી, તેના પિતા તથા પિતરાઈ ભાઈને બોલાવી, પતાવટ કરવી હોય તો, રૂ. 05 લાખ આપવા પડશે તેવું જણાવી, રૂ. 05 લાખની ખંડણી માંગી, કાવતરું રચીને પોલીસના નામે તોડ કરવાની કોશિશ બાબતની ફરિયાદ* ફરિયાદી વિશાલ ધનજીભાઈ મોણપરા જાતે પટેલ ઉવ. રહે. ગલીયાવાડ તા. જી. જૂનાગઢ દ્વારા ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવતા, ભવનાથ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો.સ.ઇ. વી.યું.સોલંકી તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ હતી…_

જૂનાગઢ જિલ્લાના *પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* દ્વારા *ક્રાઇમ બ્રાન્ચના માણસો હોવાની ઓળખાણ આપી, હની ટ્રેપના ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ,* ગુન્હાની ગંભીરતા પૂર્વક તપાસ કરી, ગુનાના મૂળ સુધી પહોંચી, આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા માટે સૂચના કરવામાં આવેલ હતી….._

ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ, જુનાગઢ ડીવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ભવનાથ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો.સ.ઇ. વી. યુ. સોલંકી તથા સ્ટાફના હે.કો. ભીમાભાઇ, રામદેભાઈ, યુસુફભાઈ, પો.કો. મુકેશભાઈ, વિપુલસિંહ, અશ્વિનભાઈ, સહિતના સ્ટાફે ટીમ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરી, મળેલ બાતમીના આધારે આ ગુનામાં સંડોવાયેલ *આરોપીઓ (1) હીના વા/ઓ ઉમેશભાઈ વેજાભાઈ નંદાણીયા જાતે આહીર ઉવ. 35 રહે. જોશીપુરા, સ્વસ્તિક સોસાયટી, જૂનાગઢ, (2) ઉમેશભાઈ વેજાભાઈ નંદાણીયા જાતે આહીર ઉવ. 27 રહે. જોશીપુરા, સ્વસ્તિક સોસાયટી, જૂનાગઢ, મૂળ રહે. લોએજ ગામ, તા. માંગરોળ જી. જૂનાગઢ, (3) ફિરોઝ દાઉદભાઈ ઠેબા જાતે ગામેતી ઉવ. 30 રહે. મેદંપરા તા. ભેસાણ જી. જૂનાગઢ, (4) રીંકલબેન ઉર્ફે આરતી વા/ઓ મુકેશ જગદીશભાઈ ગેડિયા જાતે કુંભાર ઉવ. 37 રહે. ચીકુવાડી, હરિઓમ સોસાયટી, સીતા એપાર્ટમેન્ટ, કતારગામ, સુરત શહેર મૂળ રહે. રાજુલા તા. અમરેલી તથા.(5) આશિયાના ઇસ્માઇલભાઈ આમદભાઈ કાળવાતર જાતે ઘાંચી ઉવ. 29 રહે. મણિનગર સોસાયટી, ચિતલ રોડ, અમરેલી* સહિતના પાંચ આરોપીઓની સંડોવણી હોવાની વિગતો જાણવા મળતા અને આ *આરોપીઓ સમાધાન માટે પણ ફરિયાદીને ફોન કરતા હોવાની બાબત* ભવનાથ પોલીસને જાણવા મળતા, તમામ આરોપીઓને સમાધાન માટે ભવનાથ બોલાવી *કાઉન્ટર ટ્રેપ* કરીને રાઉન્ડ અપ કરીને પકડી પાડવામા આવેલ છે, જેની આજરોજ ધરપકડ કરી, આ ગુનાના કામે ઉપયોગમાં લીધેલ એક્ટિવા મોટર સાયકલ મોબાઈલ ફોન નંગ 05 સહિતનો કિંમત રૂ. 28,000/- નો મુદામાલ પણ કબજે કરવામાં આવેલ છે….._

પકડાયેલ આરોપીઓની પૂછપરછ કરવામાં આવતા, પકડાયેલ આરોપીઓ પૈકી *આરોપી હીના વા/ઓ ઉમેશભાઈ વેજાભાઈ નંદાણીયા ઉર્ફે હિના સોલંકી મુખ્ય સૂત્રધાર છે અને મૂળ ઉપલેટા ગામની રહેવાસી હોઈ, 2014 ની સાલમાં પોતાના પતિ સમીર મહેશભાઈ રાવલનું અવસાન થએલ છે અને તાજેતરમાં અઠવાડિયા પહેલા આરોપી ઉમેશભાઈ વેજાભાઈ નંદાણીયા સાથે લગ્ન* કરેલ છે. આ આરોપી હીના સોલંકી, *ભૂતકાળમાં પણ સને 2018 ની સાલમાં જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના આ જ પ્રકારના હની ટ્રેપના ગુન્હામાં પકડાયેલ* છે. આરોપી ફિરોઝ ઠેબા ભેંસણના મેદંપરા ગામનો રહેવાસી છે અને.બગાસરાની આશિયાના, સુરતની રીંકલબેન અને હિના સોલંકીને ઓળખે છે. આરોપી ઉમેશ વેજાભાઈ માંગરોળના લોએજ નો રહેવાસી છે, ભૂતકાળમાં જીઆરડી સભ્ય તરીકે નોકરી કરેલ છે. સમગ્ર *હની ટ્રેપના પ્લાનની માસ્ટર માઈન્ડ મુખ્ય સૂત્રધાર હીના સોલંકી* છે, જેને પહેલા રીંકલ પાસે ફોન કરાવી, ફિરોઝ ઠેબા અને આશિયાનાને મદદમાં રાખેલ હતા. રીંકલ દ્વારા ફરિયાદીને આરતીના નામે ફોન કરી કાળવા ચોક ખાતે બોલાવી, આશિયાના અને રીંકલ ફરિયાદીને ભવનાથ છગનમામાની સોસાયટીમાં એક બાપુના મકાનમાં *પૂર્વ આયોજિત કાવતરા* મુજબ લઇ ગયેલ અને એ બાબતનો જાણ ફિરોઝ ઠેબા દ્વારા મૂખ્ય સૂત્રધાર હીના સોલંકી અને ઉમેશ નંદાણીયાને કરી, ત્રણેય જણા *ક્રાઇમ બ્રાન્ચ પોલીસ બનીને આવી, ફરિયાદીને ધમકાવી, ત્યાંથી ફરિયાદીના જ બાઇક અને આરોપી હિના સોલંકીના એક્ટિવા લઈને અપહરણ* કરી, શહેરમાં જુદી જુદી જગ્યા ફેરવી, માર મારી, તેના *પિતા પાસે રૂ. 05 લાખની ખંડણી માંગવામાં આવેલ* હતી. આ બાબતે ફરિયાદીના પિતરાઈ ભાઈ ધર્મેશ પટેલ તથા પિતાને બોલાવી, વાટાઘાટો કરી, રૂપિયા એક લાખમાં નક્કી કરેલ. પરંતુ, *ફરિયાદીના પિતરાઈ ભાઈને ક્રાઇમ બ્રાન્ચ પોલીસ અંગે શંકા* જતા, તપાસ કરતાં, ફરિયાદીને આરોપીઓએ હની ટ્રેપમાં ફસાવ્યો હોવાની જાણ થતાં, ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવા આવેલ હતા….._

ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવા આવેલ ફરિયાદી, તેના પિતા અને પિતરાઈ ભાઈને સમાધાન કરવા માટે આરોપીઓના ફોન આવવા લાગતા, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. વી.યુ. સોલંકી, ભાવનાથ પી.એસ.આઈ. પી.વી.ધોકડીયા, સ્ટાફના હે.કો. યુસુફભાઈ, ભીમાભાઈ, રામદેભાઇ, પો.કો. મુકેશભાઈ, વિપુલસિંહ, અશ્વિનભાઈ, સહિતની *પોલીસ ટીમ દ્વારા હની ટ્રેપના આરોપીઓને કાઉન્ટર ટ્રેપ દ્વારા, સમાધાન માટે ફરિયાદી મારફતે ભવનાથ ખાતે બોલાવતા, આરોપીઓ વારાફરતી ભવનાથ આવતા, રાઉન્ડ અપ કરી લેવામાં આવેલ. જેઓને આ ગુન્હાના કામે ધરપકડ* કરવામાં આવેલ છે….._

પકડાયેલા આરોપીઓએ *ફરિયાદી સિવાય કોઈ અન્ય વ્યક્તિને હની ટ્રેપમાં ફસાવી, રૂપિયા પડાવેલ છે કે કેમ..? આ પ્રકારના કે અન્ય કોઈ ગુન્હાઓ આચારેલા છે કે કેમ..? બીજા કોઈ ગુન્હામાં વોન્ટેડ છે કે કેમ…? આ ગુન્હામાં અન્ય આરોપીઓ સંડોવાયેલ છે કે કેમ…? ફરિયાદીનો નંબર ક્યાંથી અને કોના દ્વારા મેળવ્યો..? વિગેરે મુદ્દાઓ* સર પૂછપરછ હાથ ધરી, પોલીસ રિમાન્ડ મેળવવા આગળની તપાસ ભવનાથ પીએસઆઈ પી.વી.ધોકડીયા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે…._

રિપોર્ટર
અનિષ ગૌદાણા
જૂનાગઢ બ્યુરોચીફ

IMG-20200320-WA0007.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *