જૂનાગઢ
તા.20.3.2020
સોરઠમાં કોરોનાના પ્રવેશ પાબંધી માટે આટલું કરો
સોરઠમાં હજુ સુધી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.જૂનાગઢ જિલ્લામાં કોરોનાના પ્રવેશને પાબંધી માટે લોકો સાવચેતી રાખે તે અત્યંત જરૂરી છે. ઉપરાંત આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા મુજબ લોક સહયોગથી આ મહામારીને આવતી અટકાવી શકાય છે.
કોરોનાને અટકાવવા શું કરવું જોઈએ
હોસ્પિટલ,મોલ,થિયેટર,રેસ્ટોરેન્ટ,સાર્વજનિક પરિવહન વગેરે સ્થળે એક-બીજાથી ઓછામાં ઓછું એક મીટર નું અંતર રાખવું.ઘરેથી કામ કરો અને જ્યાં સુધી સંભવ હોય મીટીંગ ક્લાસીસ,ટ્યુટોરીયલ કે વર્કશોપ થી દૂર રહો બચો.
પોતાના ઘરે કે સમાજ વાડીમાં યોજાતા સામાજિક પ્રસંગો સ્થગિત ના રાખી શકાય તેમ હોય તો ઓછામાં ઓછા મહેમાનો રાખો.બને ત્યાં સુધી આવા પ્રસંગો મેળાવડાઓ ટાળો અને તેનાથી દૂર રહો
કોરોનાને રોકવા શું ન કરવું જોઈએ
સાર્વજનિક સ્થળ અને ભીડભાડવાળી જગ્યાઓથી દૂર રહો. જવાનું ટાળો. બિનજરૂરી સામાજિક, વ્યાવસાયીક ધાર્મિક,સાંસ્કૃતિક, મેળા સંબંધિત આયોજનમાં ભાગ ન લેવો.એક બીજાને મળતી વખતે હાથ મિલાવવાથી તથા ગળે લગાડવાથી લાગવાથી બચો. બિનજરૂરી યાત્રા કે પ્રવાસ ટાળો. પ્રવાસ પર્યટન મોકૂફ રાખવા દૂર રહેવુ.
જો તમે અસ્વસ્થ બીમાર જેમાં ખાંસી,તાવ,તથા શ્વાસ લેવામાં તકલીફ અનુભવાતી હોય તો બહાર ના જાઓ અને તાત્કાલિક આરોગ્ય કેન્દ્ર કે હેલ્પલાઈન નંબર પર ફોન કરો.
રિપોર્ટ
અનિષ ગૌદાણા
જૂનાગઢ