Uncategorized

જૂનાગઢ તા.21.4.2020 જૂનાગઢ પોલીસની લોક ડાઉન પિરિયડ દરમિયાન કપરા સમયમાં પડખે ઉભા રહી, સંતોષકારક સમજણ આપવામાં આવતા, કારીગરો દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત

*જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક શ્રી સૌરભ સિંઘ દ્વારા* જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને *”પોલીસ પ્રજાનો મિત્ર છે”* એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ…_

હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ, લોકોને બહાર નીકળવા તથા ઘરમાં જ રહેવા જણાવવામાં આવેલ છે, ત્યારે જૂનાગઢ *જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* દ્વારા હાલમાં લોક ડાઉન પછી મજૂરોને કોરોના વાયરસનાં સંક્રમણ અટકાવવા માટે પોતાના વતનમાં જવા અટકાવેલા છે. જે પૈકી 45 જેટલા રસોઈ કામ કરતા તેમજ કેટરિંગનું કામ કરતા યુવાનો, જે ગ્રાન્ડ પટેલ રેસ્ટોરન્ટમાં કામ કરતાં હતાં, ત્યાં રેસ્ટોરન્ટ ના માલિક વિનુભાઈ પટેલ દ્વારા તેઓની રહેવાની તથા જમવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે….._

હાલમાં લોક ડાઉન તા. 03.05.2020 સુધી વધારવામાં આવેલ હોઈ, આ 45 કામ કરતા રસોઈયા પૈકી અમુક લોકો રાજસ્થાન મહારાષ્ટ્ર જવાની જીદ પકડેલી હોવાની રજુઆત રેસ્ટોરન્ટના માલિક વિનુભાઈ પટેલ દ્વારા જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને કરવામાં આવતું, જૂનાગઢ જિલ્લા *પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* ની સૂચના આધારે જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા પ્રોબે. ડીવાયએસપી એમ.ડી.બારીયા તથા ટ્રાફિક શાખાના પીએસઆઇ એ.સી.ઝાલા, હે.કો. ઝવેરગીરી, અશોકભાઈ, સંજયભાઈ, કમલેશભાઈ, કમાન્ડો ભગાભાઈ, ટ્રાફિક બ્રિગેડ ભાવિનભાઈ, પવનભાઈ, સહિતની ટીમ દ્વારા જાતે ત્યાં જઈ, *ગ્રાન્ડ પટેલ રેસ્ટોરન્ટ ખાતે રાખવામાં આવેલ મજૂરોને રૂબરૂ જઈ, હાલમાં જ્યાં સુધી લોક ડાઉન ચાલુ છે ત્યારે વાહન વ્યવહાર બંધ હોઈ, તેઓ રાજસ્થાન કે મહારાષ્ટ્ર જઈ શકશે નહીં. પોતાના શેઠ દ્વારા તેઓ તમામની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ હોઈ, આવી સગવડ અન્ય કારીગરોને કોઈએ કરી આપી નથી, તેવી સમજણ પાડવામાં આવેલ હતી. ઉપરાંત, તમામ કારીગરો તથા રસોઈયાઓને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા તથા માસ્ક પહેરવા પણ સમજ કરવામાં આવી હતી. જુનાગઢ પોલીસ દ્વારા વ્યવસ્થિત સમજાવવામાં આવતા, તમામ કારીગરો જ્યાં સુધી લોક ડાઉન ચાલુ રહે ત્યાં સુધી અહીંયા જ રહેવા સહમત થયા હતા. પોલોસ દ્વારા તેઓને કોઈ પ્રશ્ન હોય તો, મોબાઈલ નંબર આપી, જાણ કરવા જણાવવામા આવેલ હતું. જૂનાગઢ પોલીસની લોક ડાઉન પિરિયડ દરમિયાન કપરા સમયમાં પડખે ઉભા રહી, સંતોષકારક સમજણ આપવામાં આવતા, કારીગરો દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત* કર્યો હતો. *લોક ડાઉન હાલમાં લંબાવેલ હોઈ, તમામ મજૂરોએ પોતાની માલિક દ્વારા કરવામાં આવેલ સગવડ અંગે સંતોષ વ્યક્ત* કરવામાં આવેલ હતો….._

જૂનાગઢ જિલ્લાના *પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ* દ્વારા જરૂરિયાત મંદ લોકોને કપરા સંજોગોમાં સેવાકીય કાર્યોના કારણે , *સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ* નિભાવી, *પોલીસ પ્રજાની મિત્ર છે,* એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ સાર્થક કર્યું હતું…_

રિપોર્ટ
અનિષ ગૌદાણા
જૂનાગઢ બ્યુરોચીફ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *