જૂનાગઢ જિલ્લાના વિવિધ સ્થળોએ શેલ્ટર હોમમાં આશ્રય લઈ રહેલા રાજસ્થાનના ૧૪ શ્રમિકોને વતન મોકલવામાં આવ્યા છે. ખોડાદા શેલ્ટર હોમ,માણાવદર સ્થિત કોળી સમાજ અને મુખ્ય સ્વામીનારાયણ મંદિર જૂનાગઢ ખાતે લોકડાઉનના લીધે આશ્રય લઈ રહેલા ૧૪ શ્રમિકોને રતનપુર બોર્ડર સુધી મોકલવાની જિલ્લા વહિવટીતંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ શ્રમિકોને બસ દ્વારા રાજસ્થાન રતનપુર બોર્ડર સુધી પહોંચાડ્યા બાદ મૂળ વતનના ગામ પહોંચવા રાજસ્થાન સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત દાહોદ અને છોટા ઉદેપુરના ૩૮ શ્રમિકોને બસ દ્વારા તેમના વતનમાં પહોંચાડવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી .
રિપોર્ટ
અનિષ ગૌદાણા
જૂનાગઢ બ્યુરોચીફ