જૂનાગઢ જિલ્લામાં વર્ષ ૨૦૧૯-૨૦ દરમ્યાન અનુ. જાતિ કલ્યાણ વિભાગની વિવિધ યોજનાઓ અંતર્ગત ૨૫,૭૬૦ લાભાર્થીઓને રૂ.૯૧૧.૪૩ લાખની સહાય ચૂકવવામાં આવી છે.
જૂનાગઢ જિલ્લા પંચાયત સમાજ કલ્યાણ શાખા દ્વારા આ સહાય ચૂકવવામાં આવી છે. જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી જે. કે.ચાવડાના જણાવ્યા અનુસાર શિષ્યવૃતિ અને ગણવેશ સહાય યોજનામાં ૨૪૩૪૨ છાત્રોને રૂ.૩૮૧.૮૧ લાખ ચૂકવાયા છે.
ગ્રાન્ટ ઇન એઇડના ધોરણે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કાર્યરત ૨૫ છાત્રાલયોને રૂ.૨૨૩.૭ લાખ નિભાવ વેતન તેમજ મકાનભાડા પેટે ચૂકવાયા છે.
જિલ્લામાં આંબેડકર આવાસ યોજના અંતર્ગત ૩૦૦ ના લક્ષ્યાંક સાથે ૩૬૪ લાભર્થિઓને મકાન બાંધકામ માટે રૂ.૧૪૫.૬૦ ઉપરાંત ૨૧૩ લાભાર્થીઓને રૂ.૯૮.૬૫ લાખ એમ કુલ રૂ.૨૪૪.૨૫ લાખ સહાય ચૂકવવામાં આવી છે
કુંવરબાઈનું મામેરૂ યોજના તળે ૪૩૦ લાભાર્થીઓને રૂ.૪૩ લાખ,મરણોતર સહાય યોજના માટે ૩૮૬ વારસદારોને રૂ.૧૯.૩૦ લાખ એમ વર્ષ ૨૦૧૯-૨૦ દરમ્યાન કુલ ૨૫૭૬૦ લાભાર્થીઓને રૂ.૯૧૧.૪૩ લાખની સહાય ચૂકવવામાં આવી હોવાનું શ્રી ચાવડાએ વધુમાં જણાવ્યું હતું.
રિપોર્ટ
અનિષ ગૌદાણા
જૂનાગઢ બ્યુરોચીફ