સંતરામપુરના ૬૦ શ્રમિકોને રવાના કરાયા
જૂનાગઢ : પરપ્રાંતિય તથા સંતરામપુર ગુજરાતના શ્રમિકોને માદરે વતન મોકલવા જૂનાગઢ જિલ્લા વહિવટીતંત્ર દ્રારા સમયબઘ્ઘ આયોજન કરાયુ છે. લેબર ઓફીસર, આરોગ્યતંત્ર અને રેવન્યુ વિભાગ દ્રારા શ્રમિકોને મંજુરી આપવા વાહન વ્યવસ્થા કરવા તથા મેડિકલ તપાસ કરી આ શ્રમિકોને માદરે વતન રવાના કરવામાં આવે છે.
મઘ્યપ્રદેશ માટે ગઇકાલે સાંજે ૨ બસમાં ૫૪ શ્રમિકો તેમજ રાજસ્થાન માટે ૫૮ શ્રમિકો માટે બે બસ ઉપરાંત ખાનગી વાહનમાં ૮ શ્રમિકોને ઉતરપ્રદેશ જવા રવાના કરાયા હતા.આ ઉપરાંત સંતરામપુરના ૫૦ શ્રમિકોને ૨ બસમાં રવાના કરવામાં આવ્યા હતા.
માદરે વતન મોકલાતા શ્રમિકો માટે પાણીની બોટલ, ફુડ પેકેટની વ્યવસ્થા કરવા સાથે આરોગ્યના તમામ માપદંડો જળવાય તેની તકેદારી લેવામાં આવેલ છે. જૂનાગઢની ખાનગી ઇજનેરી કોલેજની હોસ્ટેલમાં રસોઇ કામ કરતા રાજસ્થાનના ૩૦ શ્રમીકોને વડાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સ્મીત જેઠવા અને રવી બરાડીયા ધ્વારા મેડીકલ ઓફીસર ડો. વસીમ ના માર્ગદર્શન હેઠળ આરોગ્યનીો તપાસણી કરવામાં આવી માદરે સ્લિપીંગ કોચમાં રવાના કરાયા હતા.
રિપોર્ટ
અનિષ ગૌદાણા
જૂનાગઢ બ્યુરોચીફ