જૂનાગઢ : લોકડાઉનના પગલે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં ડીઝીટલ પાસ ઈસ્યુ કરવામાં આવે છે. પરંતુ જૂનાગઢ જિલ્લાના ના ભેસાણ તાલુકામાં કોરોના વાયરસના ૨ પોઝિટિવ કેસ નોંધાયા હોય,ભેસાણને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.જેના કારણે અન્ય જિલ્લામાંથી જૂનાગઢના ભેંસાણ તાલુકા માટે આવન-જાવન માટે રજૂ થતી અરજીને મંજૂરી ન આપવા તમામ કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટને જૂનાગઢ જિલ્લા મેજીસ્ટ્રેટ દ્રારા જણાવવામાં આવ્યું છે.
હાલમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટે ડીજીટલ ગુજરાત પોર્ટલ પરથી ડિજિટલ પાસ ઈશ્યુ કરવામાં આવે છે. સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ કન્ટેન્મેન્ટ ઝોનમાં આવવા જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. તારીખ ૫/૫/૨૦૨૦ ના જાહેરનામાથી ભેંસાણ ગામને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવેલ છે. જેના પગલે ભેસાણ તાલુકા માં આવવા જવા માટે ડીજીટલ ગુજરાતના પોર્ટલ પર જિલ્લામાં રજૂ થતી અરજીઓને મંજૂરી ન આપવા જૂનાગઢ જિલ્લા મેજિસ્ટ્રેટની એક યાદીમાં જણાવાયુ છે.
રિપોર્ટ
અનિષ ગૌદાણા
જૂનાગઢ બ્યુરોચીફ