Uncategorized

જૂનાગઢ તા.6.5.2020 હમ ભી કિસી સે કામ નહીં

મોનાર્ક લેડીઝ ક્લબ દરરોજ બનાવે છે ૧૫૦૦ થી ૧૮૦૦ રોટલી

જૂનાગઢ : લોકડાઉનનો ૪૦ દિવસ ઉપરાંતનો સમય સૌ માટે સરખો નથી હોતો. રોજનું રોજ કમાઈને ગુજરાન ચલાવતા લોકો માટે આ સમય કપરો છે.આ કપરા સમયમાં સામાજીક સ્વૈચ્છીક સંસ્થાઓની સાથે જૂનાગઢ સ્થિત રાયજી બાગમાં મોનાર્ક ફ્લેટમાં રહેતી મહિલાઓ આગળ આવી છે.

જરૂરિયાતમંદ અને ગરીબ પરિવારો સુધી ભોજન પહોંચાડવાની વ્યવસ્થા કરતાં લોકો માટે મોનાર્ક લેડિઝ ક્લબના પૂજાબેન કારીયા,નિતાબેન ઉનડકટ,શ્યામાબેન પંડયા,વૈશાલીબેન પારેખ, દર્શનાબેન દોશી,ભાર્ગવીબેન જોષી,સ્વીટીબેન રાતિયા અને ટીનાબેન ઠક્કરના માર્ગદર્શન હેઠળ બહેનો આગળ આવી છે. મોનાર્ક ફોર ફલેટના પાંચ-પાંચ વીંગના બહેનો સ્વેચ્છાએ પોતાના ઘરે રોટલી બનાવી સેવામાં સહભાગી થયા છે

જ્યાં ટૂંકડો ત્યાં હરી ઢૂંકડો કહેવત સાર્થક કરતી આ બહેનો મોનાર્ક ફલેટની પાચે–પાંચ વીંગમાં ડબ્બો મૂકી દેવામાં આવે છે.જેમાં બહેનો પોતાના ઘરે બનાવેલી ચોખ્ખા ઘી થી ચોપડેલી રોટલી મૂકી જાય છે. ૧૮૦ બ્લોકની બહેનોએ બનાવેલી અંદાજે ૧૫૦૦ થી ૧૮૦૦ રોટલી મહાનગરપાલિકા અને જૂનાગઢ શહેરની આસપાસ સેવા કરતી સંસ્થાઓને આપી જરૂરીયાતમંદો સુધી પહોંચે છે. આ બહેનો સમાજને એક સંદેશો પણ આપે છે હમ ભી કિસીસે કમ નહીં.

રિપોર્ટ
અનિષ ગૌદાણા
જૂનાગઢ બ્યુરોચીફ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *